Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 455
________________ રહેલો છે. હવે એ બાબતનો વિશેષ વિસ્તાર કરવાથી સર્યું. એ પ્રમાણે ૨૬૬મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૬૬॥ અવતરણ: હવે એમાં ક્ષાયિકાદિ ભાવથી જીવને જે જે લબ્ધિઓ ઉત્પન્ન થાય છે તેને વિભાગપૂર્વક (જુદી જુદી) દર્શાવતાં ગ્રંથકર્તા આ ગાથા કહે છે : केवलिय नाणदंसण, खइयं सम्मं च चरणदाणाई । नव खइया लध्धीओ, उवसमिए सम्म चरणं च ॥ २६७ ॥ થાર્થ: કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, અને ક્ષાયિક દાનાદિ (દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય એ) પાંચ લબ્ધિ, એ સર્વ મળીને ક્ષાયિકભાવથી ઉત્પન્ન થતી નવ ક્ષાયિક લબ્ધિઓ છે, અને ઉપશમભાવમાં (એટલે ઉપશમભાવથી ઉત્પન્ન થના૨ી) ઉપશમ સમ્યક્ત્વ તથા ઉપશમ ચારિત્ર એ બે જ લબ્ધિઓ છે (એ રીતે બે ભાવની લબ્ધિઓ કહી). ||૨૬૭ના ટીાર્થ: જેવત્તિય નાળવંસળ - કેવળજ્ઞાન, કેવળદર્શન તથા સ્વયં સમાં ૬ ઇત્યાદિ - ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એ બે તથા અન્તરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી વાળાફ દાનલબ્ધિ અને ‘આદિ’ શબ્દથી લાભ-ભોગ-ઉપભોગ તથા વીર્ય લબ્ધિઓ પણ ગ્રહણ = એ ગાથાની વૃત્તિનો અર્થ આ પ્રમાણે - વં એટલે એ પૂર્વે કહેલી, અને તે તે સિવાયની બીજી વદુપ્પારાો - ઘણા પ્રકારની એટલે અપરિમિત સંખ્યાવાળી અનેક સીો - લબ્ધિઓ નીવાળું - જીવોને પરિણામવા - શુભ-શુભત૨શુભતમ અધ્યવસાયના વશથી હોતિ- થાય છે. એ લબ્ધિઓ કેવા પ્રકારની ? તે કહે છે - ઉદ્દય વૈક્રિય નામકર્મ અને આહારક નામકર્મ આદિ કર્મના ઉદયથી ઉત્પન્ન થતી વૈક્રિય શરીર તથા આહારક શરીર રચવાની ઇત્યાદિ લબ્ધિઓ પ્રગટ થાય છે. તથા વય- દર્શનમોહનીયાદિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષીણમોહત્વ અને સિદ્ધત્વ આદિ લબ્ધિઓ પ્રગટ થાય છે. તથા ઘોવસમ- દાનાન્તરાય, લાભાન્તરાય આદિ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી અક્ષીણમહાનસી આદિ લબ્ધિઓ પ્રગટ થાય છે. ત્યાં જે લબ્ધિવંત મુનિનો આણેલો આહાર બીજા ઘણાઓ વાપરે - ખાય તો ખૂટે જ નહિ, પરન્તુ આહાર લાવનાર મુનિ પોતે ખાય તો જ ખૂટે – પૂર્ણ થાય. એવા મુનિને અક્ષીણમહાનસી લબ્ધિ જાણવી. (જેમ શ્રી ગૌતમસ્વામીએ એક પાત્રી જેટલી ક્ષીરથી પંદરસો તાપસોને ભોજન કરાવ્યું, એ અક્ષીણમહાનસી લબ્ધિ). તથા વસમ - દર્શનમોહનીય આદિ કર્મના ઉપશમથી ઉત્પન્ન થયેલી ઔપમિક સમ્યક્ત્વ તથા ઉપશાન્તમોહ ઇત્યાદિ લબ્ધિઓ પ્રગટ થાય છે. ૫૮૦૧|| અહીં આમૌંષધિ આદિ વીસ જ લબ્ધિઓ છે એમ નહિ, પરન્તુ તે ઉપરાંત ગણધરલબ્ધિ – તેજોલબ્ધિ – આહા૨કલબ્ધિ - પુલાકલબ્ધિ – ગગનગામી લબ્ધિ ઇત્યાદિ ઘણી લબ્ધિઓ સંભળાય છે, પરન્તુ લબ્ધિસંખ્યામાં તેનો સંગ્રહ નથી કર્યો. બીજા આચાર્યોએ માનેલી વીસ લબ્ધિઓનાં નામ : ૧. આમખૈષધિ ૨. શ્લેષ્મૌષધિ. ૩. મલૌષધિ ૪. વિપુૌષધિ ૫. સર્વોષધિ ૬. કોષ્ટબુદ્ધિ ૭. બીજબુદ્ધિ ૮. પદાનુસારી ૯. સંભિન્નશ્રોત ૧૦. ઋજુમતિ ૧૧. વિપુલમતિ ૧૨. ક્ષીરાશ્રવ, Jain Education International મધ્યાશ્રવ, સર્પિષાશ્રવ. ૧૩. અક્ષીણમહાનસી આ વીસ લબ્ધિઓ ભવ્ય પુરુષને હોય, એમાંથી ૧૩ લબ્ધિ ભવ્ય સ્ત્રીને હોય, ૧૧ લબ્ધિઓ અભવ્ય પુરુષને હોય, અને અભવ્ય સ્ત્રીને ૧૦ લબ્ધિઓ યથાસંભવ હોય તે સર્વ ગ્રન્થાન્તરથી જાણવું, અહીં વિસ્તારનું પ્રયોજન નથી. ૧૪. વૈક્રિયલબ્ધિ ૧૫. ચારણલબ્ધિ ૧૬. વિદ્યાધરલબ્ધિ ૧૭. અર્હન્તલબ્ધિ ૧૮. ચક્રવર્તિલબ્ધિ ૧૯. વાસુદેવલબ્ધિ ૨૦. બલદેવલબ્ધિ ૪૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496