________________
(દ્વિસંયોગ-ત્રિસંયોગ-ચતુઃસંયોગ અને પંચસંયોગ એ ચાર પ્રકારનો સંયોગ) તે સન્નિપાત કહેવાય. એ જ સન્નિપાત તે સાન્નિપાતિકભાવ ગણાય. અથવા તો તેવા સન્નિપાત વડે ઉત્પન્ન થયેલા જીવપરિણામ અથવા જીવપર્યાય તે પણ સાન્નિપાતિકભાવ ગણાય.
એ છએને આગમમાં ભાવ કહેલા છે. ત્યાં વિશિષ્ટ હેતુ વડે (અમુક નિમિત્તથી) અથવા સ્વભાવથી જ જીવોનું તથા અજીવોનું તે તે સ્વરૂપે ભવન એટલે થવું તે ભાવ કહેવાય. અથવા તો એ છ વડે જે મર્યાન્તિ = થાય તે ભાવ કહેવાય. એ પ્રમાણે એ છ ભાવોનું સ્વરૂપ નિરૂપણ કરીને હવે જીવસમાસોમાં (ગુણસ્થાનરૂપ જીવભેદોમાં) તે ભાવોનો સંભવ – સદ્દભાવ હોય છે, એમ દર્શાવવાને માટે ગ્રન્થકર્તા કહે છે કે – પૃથ્ય નીવસમાસો - મિથ્યાદૃષ્ટિ આદિક ચૌદ પ્રકારનો ચાલુ વિષયવાળો જે જીવસમાસ તે આ કહેવાતા છ ભાવના સંબંધથી છ પ્રકારનો છે. એટલે ચાલુ વિષયમાં નિરૂપણ કરાતા છએ ભાવો જીવોને જ હોય છે, એ ભાવાર્થ છે. (એ પ્રમાણે જીવોમાં ભાવનો સંભવ કહ્યો). - હવે જીવને જો એ છએ ભાવ હોય છે, તો અજીવદ્રવ્યોને કેટલા ભાવ હોય છે? તે કહેવાય છે – પરિમુદ્દો બનીવાઈi – અજીવોને એટલે શરીર તથા ધર્માસ્તિકાયાદિ અજીવદ્રવ્યોને ઔદયિક અને પરિણામિક એ બે ભાવ હોય છે, પરન્તુ ઔપશમિક આદિ ભાવ હોય નહિ, એ તાત્પર્ય છે. ત્યાં અજીવોને જે ઔદયિક ભાવ કહ્યો તે આ પ્રમાણે - ઔદારિક આદિ શરીરોમાં નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો સુરૂપપણું, કુરૂપપણું ઇત્યાદિ ભાવ વિચારવો. અહીં કેટલાક આચાર્યો તો ઉદય (કર્મનો ઉદય) તે જ ઔદયિકભાવ એવી વ્યુત્પત્તિ કરીને જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપ અજીવદ્રવ્યમાં ઔદયિક ભાવ વર્ણવે છે. કારણ કે કર્મનો વિપાકથી અનુભવરૂપ ઉદય જીવમાં અને કર્મમાં પણ રહ્યો છે માટે. એ ૨૬મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //ર૬પા इति ६ भावस्वरूपम् ।।
_| આઠ કર્મમાં છ ભાવની યથાસંભવ પ્રાપ્તિ . અવતરણ: પ્રશ્નઃ પૂર્વ ગાથામાં જીવોના ઔપશમિકાદિ છ ભાવ કહ્યા અને તે ભાવવાળા જીવો કર્મયુક્ત જ હોય છે). તો તે છ ભાવમાંથી કયો ભાવ કયા કર્મને વિષે હોય? તે ગ્રંથકર્તા આ ગાથામાં દર્શાવે છે. તે આ પ્રમાણે :
ओदइय ओवसमिउ, खइओ मीसो य मोहजा भावा ।
उवसमरहिया घाइसु, होति उ सेसाइं ओदइए ॥२६६॥ પથાર્થ: ઔદયિકભાવ - ઔપશમિકભાવ - ક્ષાયિકભાવ અને ક્ષાયોપથમિક એ ચાર ભાવ મોહનીય કર્મથી ઉત્પન્ન થયેલા છે. તથા ઉપશમભાવરહિત એ જ ત્રણ ભાવ ઘાતી કર્મોમાં (ઘાતી કર્મથી ઉત્પન્ન થયેલા) છે. અને શેષ ત્રણ કર્મમાં ઔદયિકભાવ છે. એ રીતે આઠ કર્મમાં છ ભાવ યથાસંભવ જાણવા). ૨૬૬/
ટીછાર્થ: ઔદયિકભાવ - ઔપથમિકભાવ- ક્ષાયિકભાવ અને ક્ષાયોપથમિકભાવ એ ચાર ભાવ મોહનીય કર્મમાં થયેલા હોવાથી તે મોહજાત કહેવાય. અર્થાત્ મિથ્યાત્વાદિ (૨૮)
ભેટવાળા મોહનીય કર્મને વિષે એ ચાર ભાવ હોય છે, એ ભાવાર્થ છે. Jain Education International
For Priva3 Personal Use Only
www.jainelibrary.org