________________
નહિ. એ દ્રવ્યો અનાદિ અનન્ત પરિણામિક ભાવને હંમેશાં પ્રાપ્ત થયેલા છે. એ ભાવાર્થ છે. એ પ્રમાણે ૨૬૪મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //ર૬૪ || ડુત્યનીવસ્યાન્તરશાન : | समाप्तं च षष्ठं अन्तरद्वारम् ।।
|| રથ સતયું ખાવાનુયોગાતારમ્ અવતરણઃ એ પ્રમાણે યથાયોગ્ય અજેવદ્રવ્યોનો પણ અન્તરકાળ કહ્યો. અને તે કહેવાથી જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય એ બન્ને દ્રવ્યનો અન્તરકાળ કહેવાયો, અને તે કહેવાથી છઠ્ઠ અત્તરદ્વાર સમાપ્ત થયું. હવે “સંતપયરૂવીય ધ્વામી ૨” ઈત્યાદિ ગાથામાં કહેલા નવ અનુયોગદ્વારના અનુક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલું સાતમું માવઠ્ઠર કહેવાની ઈચ્છાએ ગ્રન્થકર્તા આ ગાથા કહે છે :
उवसम खइओ मीसो, उदओ परिणाम सन्निवाओ अ ।
छध्धा जीवसमासो, परिणामुदओ अजीवाणं ॥२६५॥ નાથાર્થ: ઉપશમભાવ - ક્ષાયિકભાવ - મિશ્રભાવ (ક્ષયોપશમભાવ)- ઉદયભાવપારિણામિકભાવ અને સાન્નિપાતિકભાવ એ છ પ્રકારનો જીવસમાસ છે (એટલે એ છ ભાવ જીવદ્રવ્યમાં છે), અને અજીવદ્રવ્યમાં પારિણામિક તથા ઔદયિક એ બે ભાવ છે. If૨૬પા
ટીવાર્થ: અહીં સૂત્ર તો સૂચના જ માત્ર કરનાર હોવાથી તેમજ (પદના વા વાક્યના) એક દેશભાગથી પણ સમગ્ર પદાદિ જાણવાનું હોવાથી હવસમ = ઉપશમ ઇત્યાદિ એકેક પદથી પણ સિદ્ધાન્તમાં કહેલા ઔપશમિક આદિ છ ભાવો દર્શાવેલા છે એમ જાણવું. તે આ પ્રમાણે –
ઔપથમિકભાવ- ક્ષાયિકભાવ-મિશ્ર એટલે ક્ષાયોપથમિકભાવ - ઔદયિકભાવપરિણામિકભાવ અને સાત્રિપાતિક ભાવ (એ છ ભાવ જાણવા).
9. ૩૫શનભાવ - ત્યાં ઉપશમવું તે ઉપશમ; એટલે કર્મનો ઉદય પણ નહિ અને ક્ષય પણ નહિ એવી (ઉદયરહિત સત્તામાત્ર) અવસ્થા. રાખના સમૂહથી ઢંકાયેલા અગ્નિ સરખી અવસ્થા તે જ ઔપથમિકભાવ કહેવાય. અથવા તેવી અવસ્થારૂપ ઉપશમથી ઉત્પન્ન થયેલો જે જીવ પરિણામ તે પણ ઔપશમિકભાવ કહેવાય.
૨. ક્ષાવિભાવ – ક્ષય એટલે કર્મનો નાશ તે જ ક્ષાયિકભાવ ગણાય. અથવા કર્મના નાશથી ઉત્પન્ન થયેલો જીવપરિણામ તે પણ ક્ષાયિકભાવ ગણાય.
રૂ. ક્ષયોપશમHવ- પૂર્વોક્ત સ્વરૂપવાળો કર્મનો ક્ષય અને કર્મનો ઉપશમ તે બે મળીને ક્ષાયોપથમિકભાવ કહેવાય. અથવા તેવા પ્રકારના કર્મના ક્ષયથી અને ઉપશમથી ઉત્પન્ન થયેલો ૧. કાળની અપેક્ષાએ પારિણામિકભાવ (એટલે વસ્તુસ્વભાવ) ચાર પ્રકારનો છે. ત્યાં પુદ્ગલ વિગેરેના વર્ણાદિ પરિણામ અને જીવના ગત્યાદિ પરિણામ સઃિ સન્ત, સિદ્ધત્વાદિ પરિણામ સારું મનન્ત, ભવ્યત્વાદિ પરિણામ અનાદ્રિ સાન્ત, અને મેરુપર્વતાદિ શાશ્વત પુદ્ગલ પદાર્થો તથા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નાદ્રિ સનન્ત પરિણામવાળાં જાણવાં. ૨. અહીં છએ ભાવમાં બે બે અર્થ કરેલા છે. તેમાંનો પહેલો અર્થ કર્મને અંગે છે, અને બીજો અર્થ જીવને અંગે છે. જેથી કર્મનો પણ ઉપશમ આદિ ભાવ ગણાય, અને જીવનો પણ ઉપશમ આદિ ભાવ ગણાય. એમાં કર્મનો ઉપશમ એ કારણ છે. અને તેથી ઉત્પન્ન થયેલો જીવનો ઉપશમભાવ તે કાર્ય છે. કારણ કે કર્મના ઉપશમ વિના જીવને પણ
ઉપશમભાવ ન હોય, ઈત્યાદિ રીતે છએ ભાવના બે બે અર્થ કારણ - કાર્યરૂપે વિચારવા. Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org