________________
સંબંધી પદનો) અધ્યાહાર કર્યા વિના પરમાણુદ્રવ્યોને માટે પણ ઉત્કૃષ્ટથી અનન્ત કાળ જેટલું અંતર કહે છે, તે વાત અયુક્ત જ છે. કારણ કે પરમાણુને પુનઃ પરમાણુરૂપે થવામાં તો વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ આદિ (શ્રીભગવતીજી આદિ) સિદ્ધાન્તોમાં અનેક સ્થાને ઉત્કૃષ્ટ અન્તરમાં ઉત્કૃષ્ટ અત્તરનો) અસંખ્યાત જ કાળ કહેલો છે (પરન્તુ અનન્ત કાળ કહ્યો નથી). તિ વિસંવા”
થનમ્ | ૧. અહીં વિસંવાદ ઉત્પન્ન થવાનું કારણ એ છે કે – જેમ દ્વિપ્રદેશી આદિ સ્કંધો બીજા અનન્ત સ્કંધોની સાથે ભ્રમણ કરીને પુનઃ પોતાના દ્વિપ્રદેશી આદિ મૂળ-વિવક્ષિત ભાવને જો અનન્ત કાળે જ પ્રાપ્ત કરે તો એ જ રીતે પરમાણુ પણ અનન્ત સ્કંધોની સાથે ભળીને અનન્ત કાળે પોતાનું પરમાણુપણું પુનઃ પ્રાપ્ત કરે એ સર્વ દ્રવ્યોને અંગે સરખો ન્યાય છે, તો પરમાણુનું અત્તર અસંખ્ય કાળ અને દ્વિપ્રદેશી આદિ દ્રવ્યોનું અન્તર અનન્ત કાળ એમ જુદું જુદું અન્તર શા માટે કહેવું જોઈએ? (એજ વિસંવાદીનો પ્રશ્ન છે). અહીં સમાધાન તરીકે અવશ્ય વિચારવા યોગ્ય એ છે કે – કોઈ પણ દ્રવ્યનો તદ્રપસંયોગ અથવા વિયોગ અસંખ્ય કાળથી વધારે ટકતો જ નથી. એ અવશ્ય નિયમને ધ્યાનમાં લઈએ તો પરમાણદ્રવ્યનો અન્ય અન્ય સ્કંધો સાથેનો સંયોગ અસંખ્ય કાળ સુધી થઈને ત્યારબાદ અવશ્ય વિયોગ થતાં પુનઃ પરમાણુરૂપે જ થાય. એ કારણથી જ પરમાણુનો અન્તર કાળ અસંખ્ય કાળ કહ્યો છે. એ જ પ્રમાણે દ્ધિપ્રદેશી આદિ સ્કંધો પણ તદુરૂપ સંયોગમાં અસંખ્ય કાળ સુધી જ પૂર્વોક્ત નિયમ પ્રમાણે રહે છે, અને ત્યારબાદ અવશ્ય તદ્રુપપણાનો વિયોગ જ થાય છે (એટલે વિવક્ષિત બે આદિ પરમાણુઓ અસંખ્ય કાળ સુધી તદ્રુપ દ્ધિપ્રદેશીપણે રહીને અસંખ્ય કાળ બાદ અવશ્ય તે બે પરમાણુઓ છૂટા પડીને તેમાંનો એક પરમાણુ બીજા ત્રુટેલા દ્વિપ્રદેશી સાથે જોડાઈને અન્ય દ્ધિપ્રદેશીરૂપે અથવા તો અખંડ રહેલા અન્ય દ્ધિપ્રદેશી સાથે જોડાઈને નવો ત્રિપ્રદેશ સ્કંધ બને છે. અથવા ત્રટેલા તેમજ અખંડ રહેલા ત્રિપ્રદેશી આદિ સાથે જોડાઈને અન્ય ત્રિપ્રદેશી આદિ સ્વરૂપે રહે છે. એ પ્રમાણે તે જ વિવક્ષિત દ્વિપ્રદેશીનો બીજો પરમાણુ પણ છૂટો પડીને અન્ય દ્ધિપ્રદેશી-ત્રિપ્રદેશી આદિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે અસંખ્ય કાળ સુધી બન્ને પરમાણુઓ અન્ય અન્ય સ્કંધોમાં સંબંધવાળા થઈને ત્યારબાદ અવશ્ય પરમાણુરૂપે છૂટા પડી જાય છે. પુન: એ બે છૂટા પડેલા પરમાણુઓ પણ પરમાણુરૂપે અસંખ્ય કાળ સુધી જ છૂટા રહીને પુનઃ અસંખ્ય કાળ સુધી અન્ય દ્ધિપ્રદેશી આદિ ધોમાં પરિણત થાય છે. પુનઃ અસંખ્ય કાળ છૂટા પડી અસંખ્ય કાળ સુધી પરમાણુરૂપે રહી એ બે વિવલિત પરમાણુ પુનઃ અસંખ્ય કાળ સુધી કંધોમાં ભમે છે. એ રીતે વારંવાર દરેક સ્કંધ સાથે અસંખ્ય કાળ સુધી સંયોગવાળા અને અસંખ્ય કાળ સુધી વિયોગવાળા થતાં થતાં અનન્ત સ્કંધોમાં એ રીતે ભમતાં પુનઃ એજ બે પરમાણુઓને ભેગા થવાનો પ્રસંગ ઉત્કૃષ્ટથી અનન્ત કાળે જ પ્રાપ્ત થાય. તે કારણથી વિવક્ષિત બે પરમાણુના બનેલા ક્રિપ્રદેશ સ્કંધને છૂટા પડ્યા બાદ પુનઃ એ જ બે પરમાણુનો દ્વિપ્રદેશી ઢંધ બનતાં વચમાં અનંત કાળ વ્યતીત થઈ જાય છે. એ જ રીતે ત્રિપ્રદેશી આદિ કંધોને પણ તે જ પરમાણુઓના ત્રિપ્રદેશી આદિ સ્કંધ બનવામાં ઉત્કૃષ્ટથી અનન્ત કાળ વ્યતીત જાય છે. માટે પરમાણુનો અન્તર કાળ અસંખ્ય કાળ જ હોય અને સ્કંધોનો અત્તરકાળ અનન્ત જ હોય તે સારી રીતે સમજી શકાય તેમ છે. આ બાબતની જ ચર્ચા શ્રીઅનુયોગદ્વાર સૂત્રની વૃત્તિમાં કરી છે તેનો અક્ષરાર્થ આ પ્રમાણે - શિશ્વિનાપૂર્વિદ્રવ્ય પરમાણુનક્ષમન્વેન ઇત્યાદિ – અહીં જ્યારે પરમાણુરૂપ કોઈ અનાનુપૂર્વી દ્રવ્ય બીજા કોઈ ચણુક - ચણુકાદિ દ્રવ્ય સાથે જોડાઈને એક સમય બાદ ટું થઈને પુનઃ પણ તથાસ્વરૂપ જ (પરમાણુ દ્રવ્યરૂપે જ) થાય ત્યારે સમયરૂપ જઘન્ય અન્તરકાળ પ્રાપ્ત થાય છે અને ‘૩ોસેof Aસંવેગ્નેહાનું’ એટલે તે જ અનાનુપૂર્વી દ્રવ્ય (પરમાણુ) જ્યારે બીજા પરમાણુ સાથે અથવા કોઈ દ્વયશુક - ચણકાદિ દ્રવ્ય સાથે જોડાય, અને તેવી રીતે અસંખ્ય કાળ સુધી જોડાયેલું રહીને છૂટું પડીને પુનઃ પણ તથાસ્વરૂપે જ (પરમાણુરૂપે જ) થાય ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્યાત અત્તરકાળ પ્રાપ્ત થાય છે. ત્રીઇ - અહીં કોઈ પ્રશ્ન કરે છે કે - અનાનુપૂર્વીદ્રવ્ય જ્યારે અનન્તાનન્ત પરમાણુઓથી બનેલા અનન્તપ્રદેશી ઢંધ સાથે જોડાય, અને તે સંયોગમાં અસંખ્ય કાળ સુધી રહે ત્યારબાદ તે અંધ ભેદાય, અને તે અંધ ભેદતાં તેમાંથી જે નાનો અંધ થયો તેની સાથે પણ અસંખ્ય કાળ સુધી જોડાયેલું રહે; પુનઃ તે નાનો અનન્ત પ્રદેશી ઢંધ દાતાં જે બીજો વધારે નાનો અન્ય થયો તેની સાથે પણ અસંખ્ય કાળ સુધી જોડાયેલું રહે, પુનઃ તે વધારે નાનો સ્કંધ ભેદતાં તેમાંથી જે ઘણો નાનો સ્કંધ થયો તેની સાથે પણ અસંખ્ય કાળ સુધી જોડાયેલું રહે; એ પ્રમાણે તે અંધ ભેદતાં પણ અનુક્રમે અસંખ્યાતા પણ (નાનાથી
નાના, તેથી નાના) સ્કંધો સંભવે - થાય. અને તે દરેક સ્કંધમાં તે અનાનુપૂર્વીદ્રવ્ય (જ્યારે પરમાણુ દ્રવ્ય) Jain Education International For Private 29.onal Use Only
www.jainelibrary.org