________________
ગથાર્થ સમ્યકત્વની પ્રાપ્તિનો વિરહકાળ નિશ્ચય સાત અહોરાત્રનો, વિરતાવિરતિનો (દેશવિરતિનો) પ્રાપ્તિવિરહ ચૌદ અહોરાત્ર, વિરતિનો (સર્વવિરતિનો) પ્રાપ્તિવિરહકાળ પંદર દિવસનો કહ્યો છે. //ર૬રા
ટીદાર્થ: અહીં આ ચાલુ ગાથામાં કહેલા સમ્યકત્વાદિ ગુણોને આશ્રય જીવો પ્રથમ બે પ્રકારના છે; ૧. પૂર્વ પ્રતિપન્ન અને ૨. પ્રતિપદ્યમાન. ત્યાં સમ્યક્તના પૂર્વ પ્રતિપન્ન જીવો લોકમાં કદી પણ વિચ્છેદ પામતા નથી, કારણ કે એ ગુણવાળા જીવો લોકને વિષે હમેશાં નિરન્તરપણે અસંખ્યાતા વર્તતા જ હોય છે. અને સમ્યક્ત્વના પ્રતિપદ્યમાન જીવો તો કદાચિત્. કદાચિતુ હોય છે. અને જો તેઓ કદાચિતું નથી હોતા તો જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી સાત અહોરાત્ર સુધી નથી હોતા. એટલે ત્રણે લોકમાં એવો પણ વખત આવે છે કે જે વખતે સાત દિવસ સુધી કોઈ જીવ સમ્યક્ત્વગુણ નવેસરથી પામે જ નહિ, એ તાત્પર્ય છે. || इति सम्यक्त्व प्राप्तिविरहः ।।
તથા વિરતાવિરત એટલે દેશવિરતિના પણ પૂર્વપ્રતિપન્ન જીવો (એટલે પ્રતિપન્ન દેશવિરતિઓ) લોકમાં સદાકાળ હોય છે, અને તે અસંખ્યાતા જ હોય છે. પરંતુ દેશવિરતિના પ્રતિપદ્યમાન જીવો (એટલે પ્રતિપદ્યમાન દેશવિરતિઓ) કદાચિતુ ન પણ હોય. જો ન હોય તો જઘન્યથી એક સમય સુધી ન હોય. અને ઉત્કૃષ્ટથી તો શ્રીઆવશ્યકસૂત્રમાં ‘વિરયાવિરજી દફ વારસ' [વિરતાવિરતનો પ્રતિપત્તિવિરહ બાર દિવસનો છે], એ વચનથી બાર દિવસનો વિરહ કહ્યો છે, અને આ ગ્રંથકર્તાએ કોઈ પણ હેતુથી કે ગ્રંથાધારથી વીસ ચૌદ દિવસનો વિરહકાળ કહ્યો – લખ્યો છે. એ બાબતમાં શું પરમાર્થ છે? તે અમો જાણતા નથી. એ તો देशविरतिप्रतिपत्तिविरहः ।।
તથા સર્વવિરતિના પણ પ્રતિપન્ન જીવો (એટલે પ્રતિપન્ન સર્વવિરતિઓ) લોકમાં સદાકાળ સંખ્યાતા વર્તતા જ હોય છે. અને સર્વવિરતિના પ્રતિપદ્યમાન જીવો (પ્રતિપદ્યમાન સર્વ વિરતિઓ) તો કોઈ વખતે ન પણ હોય. વળી જો ન હોય તો જઘન્યથી એક સમય સુધી ન હોય, અને ઉત્કૃષ્ટથી પંદર અહોરાત્રી સુધી ન હોય. (અર્થાત ૧૫ દિવસ સુધી લોકમાં કોઈ સર્વવિરતિ જ ન પામે એવો પણ કાળ આવે છે). એ ૨૬ ૨ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો ૧, સમ્યકત્વાદિ ગુણને જેઓ પામેલા છે (પરન્તુ વર્તમાનમાં પામતા છે એમ નહિ.) એવા સમ્યકત્વાદિ ગુણમાં વર્તતા જીવો પૂર્વ પ્રતિપન્નસ ડ્રિવિ, અને સમ્યકત્વાદિ ગુણને વર્તમાનમાં પામે છે તેવા પ્રથમ સમયમાં વર્તતા જીવો પ્રતિપદનાખ્યદ્રષ્ટિ સાત્રિ કહેવાય. ૨. શ્રી પંચસંગ્રહમાં જ ચૌદ દિવસનો વિરહ કહ્યો છે. તે પ્રમાણે આ ગ્રંથકર્તાએ પણ ચૌદ દિવસનો વિરહ કહ્યો હોય તો તે સંભવિત જ છે. તે પાઠ આ પ્રમાણે :
सम्माई तिन्नि गुणा, कमसो सग चोद्द पन्नरदिणाणि ।
છWITH નોfiાં, ન કોવિ પવિત્રણ સંચયં //રૂTી દ્વાર બીજું II અર્થ: સમ્યકત્વ આદિ ત્રણ ગુણો (સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ)ને અનુક્રમે સાત દિવસ, ચૌદ દિવસ અને પંદર દિવસ સુધી તથા અયોગીપણાને છ માસ સુધી નિરન્તર કોઈપણ જીવ પ્રાપ્ત ન કરે એવો વિરહકાળ આવે છે). //૬૩ી વળી આવશ્યકસૂત્ર એ સિદ્ધાન્ત છે, અને પંચસંગ્રહ એ કર્મગ્રંથ સંબંધી પ્રકરણ છે, માટે એ ઉપરથી સિદ્ધાન્તમતે ૧૨ દિવસનો અને કાર્મગ્રંથિકમતે ચૌદ દિવસનો દેશવિરતિ પ્રતિપત્તિવિરહકાળ મનાતો હોય તો પણ સંભવિત છે. ૩. સમ્યક્ત્વાદિમાં અસંખ્યાત કહ્યા અને સર્વવિરતિમાં સંખ્યાત કહેવાનું કારણ કે સર્વવિરતિ પ્રતિપન્ન તો માત્ર ગર્ભજ
મનુષ્યોમાંના કેટલાક ગર્ભજ મનુષ્યો જ હોય છે, અને ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ છે. Jain Education International For Privax 2. Xersonal Use Only
www.jainelibrary.org