________________
–
અને પરિહારે - પરિહારવિશુદ્ધિ ચારિત્રીઓનું જઘન્ય અત્તર ચોર્યાસી હજાર વર્ષનું છે. તથા પરમ્ – ઉત્કૃષ્ટ અન્તર તો એ બન્ને ચારિત્રનું પણ દરેકનું અઢાર કોડાકોડી સાગરોપમ છે. (એ પ્રમાણે અક્ષરાર્થમાત્ર કહીને હવે ભાવાર્થ કહે છે -)
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અવસર્પિણીના પાંચમા દુ:ષમ નામના આરાના (કાળભેદના) પર્યાપ્તને પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રોમાં સર્વત્ર પ્રથમ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા મુનિઓનો વિચ્છેદ હોય છે. ત્યારબાદ તીર્થંકર તથા ગણધરાદિકથી રહિત એવો એકવીસ હજાર (૨૧૦૦૦) વર્ષ પ્રમાણનો અવસર્પિણીનો છઠ્ઠો આરો દુઃખમદુઃખમ નામનો પ્રવર્તે છે. માટે તેટલા કાળ સુધી (૨૧૦૦૦ વર્ષ સુધી) તે છેદોપસ્થાપનીય ચારિત્ર એ દશ ક્ષેત્રોમાં હોતું નથી. ત્યારબાદ (૨૧૦૦૦ વર્ષ વીત્યા બાદ) ઉત્સર્પિણીનો પહેલો આરો પણ એ જ નામનો અને એટલા જ પ્રમાણવાળો પ્રવર્તે છે, તેમાં પણ તે છેદોપસ્થાપનીય ચારિત્રવાળા હોતા નથી. ત્યારબાદ દુઃષમ નામનો ઉત્સર્પિણીનો બીજો આરો પણ એટલા જ પ્રમાણવાળો પ્રવર્તે છે. તેમાં પણ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા મુનિઓ દશે ક્ષેત્રમાં હોય નહિ. ત્યારે એ મુનિઓની ઉત્પત્તિ ક્યારે થાય ? તે કહે છે - ઉત્સર્પિણીનો દુઃષમસુષમ નામનો ત્રીજો આરો (કે જે બેંતાલીસ હજાર વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમનો) પ્રવર્તે છે, તેમાં તીર્થંકર - ગણધરાદિકની ઉત્પત્તિ હોવાથી છેદોપસ્થાપનીય ચારિત્રવાળા હોય છે. માટે એ પ્રમાણે દરેક એકવીસ હજાર – એકવીસ હજાર વર્ષના ત્રણ આરા મળીને જે ત્રેસઠ હજાર (૬૩૦૦૦) વર્ષ થયાં તે ત્રેસઠ હજાર વર્ષમાં છેદોપસ્થાપનીય ચારિત્રવાળા ન હોવાથી એ સંયતોનો જઘન્યથી એટલો વિરહકાળ પ્રાપ્ત થાય છે. IIરૂત્તિ છેટોસ્થાપનીયનધન્યસત્તરમ્ ||
-
તથા પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સંયતો તો અવસર્પિણીનો પાંચમો આરો પ્રવર્તતાં પ્રથમ જ વિચ્છેદ પામે છે, તે કારણથી એકવીશ હજાર વર્ષ પ્રમાણના એ પાંચમા આરા સહિત પૂર્વે કહેલા ત્રણ આરાના ત્રેસઠ હજાર વર્ષ ગણતાં ચોર્યાસી હજાર વર્ષ સુધી એ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા મુનિઓનું જઘન્ય અત્તર થાય છે. (અર્થાત્ અવસર્પિણીના છેલ્લા બે આરા અને ઉત્સર્પિણીના પહેલા બે આરા એ ચાર આરા એકવીસ હજાર – એકવીસ હજાર વર્ષ પ્રમાણના છે તેમાં એ ચારિત્રવાળા ન હોવાથી ૮૪૦૦૦ વર્ષનું જઘન્ય અત્તર પરિહારવિશુદ્ધિ ચારિત્રનું જાણવું. II કૃતિ પરિહારવિશુદ્ધિનધન્યસત્તરમ્ ||
-
જ
હવે એ બન્ને ચારિત્રનું ઉત્કૃષ્ટ અન્તર દરેક અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણનું કહ્યું છે આ પ્રમાણે - ઉત્સર્પિણીનો સુષમદુઃષમ નામનો ચોથો આરો પ્રવર્તતાં જ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા એ બન્ને સંયતો વિચ્છેદ પામે છે. (અને ઉત્સર્પિણીનો ત્રીજો આરો પ્રવર્તતાં એ બન્ને હોય છે,) તે કારણથી અહીં ચોથો સુષમદુઃખમ આરો બે કોડાકોડી સાગરોપમનો, સુષમ નામનો પાંચમો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો, અને સુષમસુષમ નામનો છઠ્ઠો આરો ચાર કોડાકોડી સાગરોપમનો છે. એ પ્રમાણે ઉત્સર્પિણીના નવ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાળ સુધી એ બન્ને મુનિઓ દશ ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્રમાં હોય નહિ. તથા અવસર્પિણીમાં પણ સુષમસુષમા નામનો પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમનો, સુષમ નામનો બીજો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો, અને સુષમદુઃખમ નામનો ત્રીજો આરો બે કોડાકોડી સાગરોપમનો છે. એ ત્રણ આરામાં પણ નવ કોડાકોડી
Jain Education International
For PrivaPersonal Use Only
www.jainelibrary.org