________________
એ સિવાયના શેષ મિથ્યાત્વ, અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત તથા સયોગિકેવલી એ છ ગુણસ્થાનોનું તો અભાવરૂપ અન્તર છે જ નહિ. કારણ કે એ ગુણસ્થાનવર્તી જીવો તો લોકમાં નિરન્તરપણે સદા કાળ વર્તતા જ હોય છે. એ પ્રમાણે ગુણસ્થાનરૂપ ચૌદ જીવસમાસનું લોકમાં યથાસંભવ વિરહકાળરૂપ (અભાવરૂપ) ઉત્કૃષ્ટ અન્તર કહ્યું. અને સમૂર્છાિમ મનુષ્યો જો કે ગુણસ્થાનોના નિરૂપણમાં અપ્રસ્તુત (ભિન્ન જીવભેદરૂપ) છે તો પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો અભાવકાળ કહેવાના પ્રસંગમાં (તેઓનો પણ અભાવકાળ તુલ્ય હોવાથી) ગ્રંથમા લાઘવ માટે (ગ્રંથના સંક્ષેપ માટે) અહીં પ્રસંગથી જ તેઓનું ઉત્કૃષ્ટ અત્તર કહ્યું છે. જઘન્યથી તો એ સર્વેનું અભાવરૂપ અત્તર એક સમય પ્રમાણ જ છે, તે આગળની ગાથામાં ગ્રંથકર્તા પોતે જ (ગાથામાં) કહેશે. એ ૨૫મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૫લી इति गुणस्थानेषु उत्कृष्टविरहकालप्रमाणम् ।।
વિતર: હવે ગુણસ્થાનરૂપ જીવગુણોનો વિરહકાળ કહેવાનો પ્રસંગ હોવાથી યોગ આદિ જીવગુણોમાં પણ યથાયોગ્ય ઉત્કૃષ્ટ વિરહકાળ કહેવાય છે :
आहारमिस्सजोगे, वासपुहत्तं विउव्विमिस्सेसु । बारस हुंति मुहुत्ता, सव्वेसु जहण्णओ समओ ॥२६०।।
થાર્થ આહારકમિશ્રયોગનો લોકમાં અભાવકાળ વર્ષપૃથકત્વ સુધી હોય છે, અને વૈક્રિયમિશ્રયોગનો અભાવ લોકમાં ૧૨ મુહૂર્ત સુધી હોય છે. તથા એ સર્વનું જઘન્ય અભાવરૂપ અન્તર તો એક સમય પ્રમાણનું જ છે. // ૨૬મી
રીક્ષાર્થ: જે યોગમાં ઔદારિક પુદ્ગલો સાથે આહારક શરીર મિશ્ર હોય તે માહારમિક યોગ કહેવાય. અર્થાત્ કારણે ઉત્પન્ન થયે ચૌદ પૂર્વશર મુનિએ આહારક શરીર રચવાનો પ્રારંભ કર્યો છે, પરન્તુ હજી પૂર્ણ નથી થયું ત્યાં સુધી (આહારકશરીરપર્યાપ્તિ સમાપ્ત ન થાય ત્યાં સુધી) આહારકમિશ્રયોગ ગણાય છે, એ ભાવાર્થ છે. તે આહારકમિશ્ર યોગનું ઉત્કૃષ્ટ અન્તર (લોકમાં અનેક જીવ આશ્રયિ) પૃથર્વવર્ષ પ્રમાણનું છે. અર્થાત્ ઉત્કૃષ્ટથી વર્ષપૃથકત્વ સુધી લોકમાં આહારક શરીરની રચનાનો પ્રારંભ કરનાર કોઈ પણ જીવ ન હોય એ ભાવાર્થ છે. (આ બાબતમાં વિસંવાદ છે તે એ કે –) “સાહીરડું છગ્ગાસં હુંતિ ન થાક્’ (કદાચિત્ લોકમાં છ માસ સુધી આહારકની વિદુર્વણા નથી હોતી), ઇત્યાદિ શ્રી પ્રજ્ઞાપનાજીના વચનથી આહારકમિશ્રનું અત્તર છ માસનું છે, અને આ ગ્રંથમાં વર્ષપૃથફત્વનું કહ્યું માટે એમાં તત્ત્વ શું છે તે શ્રીસર્વજ્ઞો જાણે, - રૂતિ વિસંવાવ : |
તથા જે યોગોમાં વૈક્રિયશરીર કાર્મણશરીરની સાથે મિશ્ર હોય તે વૈશ્વિયમિશ્ર યોગ કહેવાય. અર્થાતુ નારકને તથા દેવોને ઉત્પન્ન થતી વખતે અસંપૂર્ણ અવસ્થાવાળાં વૈક્રિયશરીરો
જ્યાં સુધી હોય છે (એટલે વૈક્રિયશરીરની શરીરપર્યાપ્તિ જ્યાં સુધી સમાપ્ત નથી થતી) ત્યાં સુધી વૈક્રિયમિશ્રયોગ પ્રવર્તે છે. તે વૈક્રિયમિશ્રયોગમાં ઉત્કૃષ્ટ અન્તર બાર મુહૂર્ત હોય છે; કારણ કે નરકગતિમાં અને દેવગતિમાં નારક - દેવોને પ્રત્યેકને ઉત્પન્ન થવાનું અત્તર (ઉત્પત્તિ
For Privat Boersonal Use Only
Jain Education International
www.jainelibrary.org