________________
અવતર: એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનોનો ઉત્કૃષ્ટ અત્તરકાળ કહ્યો, અને હવે એ જ ચૌદ ગુણસ્થાનોનો જઘન્ય અત્તરકાળ કહેવાય છે:
सासाणुवसमसम्मे, पल्लासंखेजभागमवरं तु ।
अंतोमुहुत्तमियरे, खवगस्स उ अंतरं नत्थि ॥२५८॥ ૧. વૃત્તિમાં જે ‘અપૂર્વમરણ' પદ આવે છે તે વિવક્ષિત જીવને અંગે જ્યારથી પુદ્ગલપરાવર્તની ગણતરી શરૂ કરીએ ત્યારથી અપૂર્વમરણ લેવું પરંતુ તે પહેલાંનું નહિ. કારણ કે તે પહેલાં તો દરેક આકાશપ્રદેશે દરેક સમયે અને મરણપ્રાયોગ્ય દરેક અધ્યવસાયે અનંતાનંતવાર મરણ પામ્યો છે. ૨. આઠ પ્રકારના પુલપરાવર્તામાં દરેકમાં અનંત અનંત કાળ જાણવો, પરન્તુ કોઈનો પણ અસંખ્યાત કાળ ન જાણવો. તેમાં પણ બાદરથી સૂક્ષ્મ અસંખ્યાતગુણો હોઈ શકે છે, ૩. દ્રવ્ય પુદ્ગલપરાવર્તને ઔદારિકાદિ કોઈપણ એકેક ભેદવાળો ગણતાં સાત વર્ગણાઓની અપેક્ષાએ સાત પ્રકારનો પણ ગણી શકાય. અને તે સાતેના કાળનું અલ્પબદુત્વ અનુક્રમે કાર્મણ-તૈજસ-ઔદારિક-ઉચ્છવાસ-મન-ભાષા-વૈક્રિય એ પ્રમાણે છે અને એક જીવને ભૂતકાળમાં વ્યતીત થયેલા પુદ્ગલપરાવર્તાનું અલ્પબહત્વ અનુક્રમે વૈક્રિયભાષા-મન-ઉચ્છુવાસ-ઔદારિક-તૈજસ-કાર્પણ એ પ્રમાણે કાળના અલ્પબદુત્વથી વિપરીત જાણવું.
વળી પાંચમા કર્મગ્રંથના બાલાવબોધમાં અન્ય કોઈ ગ્રંથમાં (દિગંબર મતમાં) કહ્યા પ્રમાણે પાંચમું ભવપુદુનિપરાવર્ત પણ કહ્યું છે તે આ પ્રમાણે – “કોઈ એક જીવ નરકાદિગતિને વિષે દશ હજાર વર્ષના જઘન્ય આયુષ્યથી સમયાધિક સમયાધિક સ્થિતિ વધારતાં નેવું હજાર વર્ષની સ્થિતિ પર્વત, તથા દશ લાખ વર્ષની સ્થિતિથી સમયાધિક સમયાધિક વધારતાં તેત્રીસ સાગરોપમ સ્થિતિના આયુષ્ય સુધીમાં નરકાયુષ્યનાં સર્વ સ્થિતિસ્થાનકો નારકીના ભવ વડે સ્પર્શે; અને દેવગતિમાં દશ હજાર વર્ષના જઘન્ય આયુષ્યથી પ્રારંભીને સમયાધિક સમયાધિક વધારતાં એકત્રીસ સાગરોપમના આયુષ્ય સુધી દેવાયુષ્યનાં સર્વ સ્થિતિસ્થાનકોને દેવભવ વડે સ્પર્શે; તેમજ મનુષ્ય- તિર્યંચની ગતિમાં ક્ષુલ્લકભવના જઘન્ય આયુષ્યથી પ્રારંભીને સમયાધિક સમયાધિક વધારતાં યાવતુ ત્રણ પલ્યોપમ સુધીનાં સર્વ સ્થિતિસ્થાનોને મનુષ્ય-તિર્યંચના ભવ વડે (એટલે મનુષ્પાયુષ્યનાં સ્થિતિસ્થાનોને મનુષ્યભવ વડે અને તિર્યંચાયુષ્યનાં સ્થિતિસ્થાનોને તિપંચના ભવ વડે) સ્પર્શે; એમ સર્વ આયુષ્ય સ્થિતિસ્થાનોને અનુક્રમે (વિના અનુક્રમે) સ્પર્શે તો વારમવ પુનરાવર્ત થાય, અને સમયાધિક સમયાધિક સ્થિતિના અનુક્રમ પ્રમાણે એકેક ગતિનાં અનુક્રમે અનુક્રમે ચારે આયુષ્યનાં સર્વ સ્થાનોને સ્પર્શે તો સૂક્ષ્મમવપુત્રાપરાવર્ત થાય. એ પાંચમો ભવ પુદ્ગલપરાવર્ત આશામ્બર મતે (દિગંબર મતે) માન્યો છે. પરન્તુ શ્વેતામ્બર શાસ્ત્રોમાં તો ચાર પુદ્ગલપરાવર્ત જ માનેલા છે).”
વળી એ જ બાલાવબોધમાં કહ્યું છે કે – “પ્રકારાન્તરે વળી પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ અને અગુરુલઘુ એ બાવીસ (એમાં એક ગણાવવો બાકી રહી ગયો છે) ભેદે કરીને સર્વલોકવર્તી પુદ્ગલપરમાણુઓને અનુક્રમ વિના સ્પર્શી સ્પર્શીને મૂકે ત્યારે વાવરમાવપુરાનપરાવર્ત થાય, અને એ બાવીસમાંહેથી એકેકના અનુક્રમ પ્રમાણે સર્વ પુદ્ગલોને સ્પર્શી રહે ત્યારે સૂક્ષ્મમાવપુરાનપરાવર્ત થાય.”
એમાં અનુક્રમ આ પ્રમાણે સંભવે છે – સર્વથી પ્રથમ કૃષ્ણવર્ણનાં પુગલોને ગ્રહણ કરે તે પુદ્ગલો ગણતરીમાં લેવાં; અને કૃષ્ણવર્ણનાં પુદગલો ગ્રહણ કરતી વખતે નીલાદિ અન્ય વર્ણવાળાં પણ પુદગલો ગ્રહણ પુદ્ગલો ગણતરીમાં ન લેવાં. એ પ્રમાણે અનન્તકાળે જગતવર્તી સર્વ પુદ્ગલો કૃષ્ણવર્ણપણે ગ્રહણ થઈ ગયા પછી, નીલવર્ણવાળાં પુદ્ગલોનું ગ્રહણ ગણવાનું શરૂ કરવું. તે પણ કૃષ્ણવર્ણવતુ અનન્ત કાળે સર્વ પુદ્ગલો નીલવર્ણ પણે ગ્રહણ થઈ ગયા બાદ, એજ પદ્ધતિએ રક્તવર્ણનું ગ્રહણ ગણવાનો પ્રારંભ કરવો. તે પણ કૃષ્ણવર્ણવતુ સર્વ જગતવર્તી પુદ્ગલોને અનન્તકાળે રક્તવર્ણપણે ગ્રહણ કરી લીધા બાદ, પીતવર્ણી પુદ્ગલોનું અને ત્યારબાદ શ્વેતવર્ણી પુગલોનું ગ્રહણ પણ એ જ રીતે ગણવું. ત્યારબાદ સર્વ પુગલોને દુર્ગંધપણે ગ્રહણ કરતાં કરતાં સર્વ પ્રહણ પણ એજ રીતે ગણવું. ત્યારબાદ સર્વ પુદ્ગલોને દુર્ગંધપણે ગ્રહણ કરતાં કરતાં સર્વ ગ્રહણ થયા બાદ, શુભ ગંધપણે ગ્રહણ થતાં પુદ્ગલો, અને એ જ ક્રમે શેષ પાંચ રસ, આઠ સ્પર્શ અને અગુરુલઘુપણે ગ્રહણ સમાપ્ત થાય ત્યારે અનન્તાનન્ત કાળે એક સૂટ્સમાવપુરાનપરાવર્ત થાય.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org