Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 435
________________ ૬. સૂનિપુત્રાત્નપરીવર્ત-તથા સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્નમાં (બાદર કાળ પુગલપરાવર્તથી) એટલો તફાવત છે કે – પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય ઈત્યાદિ અનુક્રમવાળા સમયમાં જ વિવક્ષિત જીવ મરણ પામે તો તે જ સમયો ગણવા. અને એ પ્રમાણે ગણતાં કાળચક્રના આદિથી અન્ત સુધીના સર્વે સમય અનુક્રમે મરણ વડે વ્યાપ્ત કર્યા હોય, તો તેમાં જેટલો કાળ લાગે તેટલો કાળ સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત કહેવાય. અહીં પ્રથમ સમય, દ્વિતીય સમય ઇત્યાદિ અનુક્રમનું ઉલ્લંઘન કરીને દૂર દૂરના સમયોમાં મરણ પામે તો તેવા વ્યવહિત (આંતરાવાળા - દૂરના) સમયો ન જ ગણવા. ૭. વાદરમાવપુનરાવર્ત - હવે ભાવ પુદ્ગલપરાવર્તનું નિરૂપણ કરાય છે. ત્યાં પ્રથમ (ભાવ એટલે અધ્યવસાયસ્થાનો કેટલાં છે તે કહેવાય છે કે એક સમયને વિષે જે સૂક્ષ્મ અગ્નિકાય જીવો (પરભવમાંથી આવીને સૂક્ષ્મ અગ્નિમાં) ઉત્પન્ન થતા હોય છે તેવા જીવો અસંખ્યાત લોકાકાશના જેટલા આકાશપ્રદેશ તેટલા છે. અને તેથી (ઉત્પન્ન થતા સૂક્ષ્મ અગ્નિજીવોથી) સર્વે સૂક્ષ્મ અગ્નિકાય જીવો અસંખ્યગુણા છે. અસંખ્યગુણા કેવી રીતે જાણવા ? તે જો પૂછતા હો તો કહીએ છીએ કે – ઉત્પન્ન થયેલો સૂક્ષ્યાગ્નિકાયનો એક જીવ અન્તર્મુહૂર્ત સુધી જીવે છે, કારણ કે અગ્નિજીવોનું એટલું જ આયુષ્ય છે. અને તે અન્તર્મુહૂર્તના જેટલા સમય છે તે પ્રત્યેક સમયે નિરન્તર અસંખ્ય લોકપ્રમાણ જીવો ઉત્પન્ન થયા કરે છે, તે કારણથી ઉત્પન્ન થતા સૂક્ષ્માગ્નિજીવોથી સર્વે સૂક્ષ્માગ્નિજીવો અસંખ્યાતગુણા છે એ વાત સિદ્ધ થઈ. પુનઃ તે સર્વ સૂક્ષ્માગ્નિજીવોથી સૂક્ષ્માગ્નિકાયજીવની કાયસ્થિતિ અસંખ્યાતગુણી છે કારણ કે એકેક સૂક્ષ્માગ્નિકાયની પણ કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી – અવસર્પિણી જેટલી કહેલી છે માટે. વળી તે કાયસ્થિતિથી (એટલે કાયસ્થિતિકાળના સમયોથી) અનુભાગબંધનાં અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણ છે. કારણ કે કાયસ્થિતિમાં અસંખ્યાત સ્થિતિબંધ છે, અને એકેક સ્થિતિબંધમાં અનુભાગબંધનાં અધ્યવસાયસ્થાનો અસંખ્યાત અસંખ્યાત છે, માટે. વળી સંયમસ્થાનો પણ અનુભાગબંધાધ્યવસાયસ્થાન જેટલાં જ છે. (એ રીતે પ્રથમ અધ્યવસાયસ્થાનોનું પ્રમાણ અસંખ્યાત લોકાકાશના જેટલા આકાશપ્રદેશ તેટલું દર્શાવીને હવે ભાવ પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ કહે છે-) ૧-૨, અહીં કાયસ્થિતિમાં અસંખ્યાત સ્થિતિબંધ કહ્યા, તે સ્થિતિબંધ એટલે સ્થિતિબંધનાં અધ્યવસાયસ્થાનો એમ જાણવું વિશેષ યોગ્ય લાગે છે. કારણ કે કાયસ્થિતિના સમયો અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશ જેટલા છે. અને સ્થિતિબંધ તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ઘણા જ અલ્પ છે, માટે અહીં અનુક્રમે અધિક અધિક ગણતરીનો ઉદેશ સર્વથા રહેતો જ નથી. અને અહીં ઉદ્દેશ તો અનુક્રમે અધિક અધિક સંખ્યા ગણાવવાનો છે. માટે, કાયસ્થિતિના સમયથી સ્થિતિબંધના અધ્યવસાયો ઘણા છે. અને એ કેક સ્થિતિબંધમાં એટલે સ્થિતિબંધાધ્યવસાયમાં અનુભાગ બંધાધ્યવસાયો પણ અસંખ્ય અસંખ્ય છે તે કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોને અનુસરતી જ વાત છે. ૩. સંયમસ્થાનોને અહીં અનુભાગબંધાધ્યવસાય જેટલાં તુલ્ય કહ્યાં, તે કયા અભિપ્રાયથી કહ્યાં હશે તે વૃત્તિકર્તા જાણે. પરન્તુ કર્મપ્રકૃતિ આદિકને અનુસારે વિચારીએ તો સર્વ અનુભાગબંધસ્થાનોમાં સંયમસ્થાનો એક દેશ ભાગ જેટલાં છે. જેથી સંયમસ્થાનો અલ્પ છે, અને અનુભાગબંધસ્થાનો તેથી અધિક છે. કંઈક ખટ્રસ્થાનો વીત્યા બાદ સંયમનાં ષટ્રસ્થાનો પ્રાપ્ત થાય છે માટે સંયમસ્થાનો અલ્પ છે. Jain Education International ૪૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496