________________
કાળ થાય છે.
૪.
તે
સૂક્ષ્મક્ષેત્રપુરૂગનપરાવર્ત્ત – વળી જ્યારે વિવક્ષિત જીવ જે આકાશપ્રદેશોમાં અવગાહ્યો છે, આકાશપ્રદેશો માં એક વાર મરણ પામ્યો. અને બીજી વખત તે આકાશપ્રદેશોની સાથે જ રહેલા આકાશપ્રદેશોમાં મરણ પામ્યો. એવી રીતે સાથે સાથેના આકાશપ્રદેશોને અનન્ત ભવોમાં મરણ વડે (અસંખ્યાત મરણ વડે) લોકાકાશના સર્વ આકાશપ્રદેશોને સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત્ત થાય છે. અહીં જે આકાશપ્રદેશો પૂર્વે (મરણ વડે) અવગાહેલા જ હોય પણ તેમાં નવા-વધુ આકાશપ્રદેશોની વૃદ્ધિ ન થઈ હોય તેવા પણ વ્યવહિત – આંતરાવાળા આકાશપ્રદેશોમાં મરણ પામ્યો હોય તો તે આકાશપ્રદેશો ગણતરીમાં ન લેવા.
૯. વાવરાનપુıતપરાવર્ત્ત- હવે કાળથી પુદ્ગલપરાવર્ત્ત તે જ્યારે ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ કાળચક્રના (એ બે મળીને એક કાળચક્ર ગણાય છે તેના) સર્વે સમયોમાં અનુક્રમે વા અનુક્રમરહિત એક જીવ અનન્ત ભવો વડે મરણ પામે ત્યારે બાદર કાળ પુદ્ગલપરાવર્ત્ત થાય. વળી આ પુદ્ગલપરાવર્ત્તમાં પણ જે સમયોમાં એક વાર મરણ પામ્યો તે જ સમયોમાં બીજી વા૨ પણ મરણ પામે તો તે બીજી વારના મરણમાં તે સમયો ગણતરીમાં ન ગણાય, પરન્તુ જ્યારે પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, અને પાંચમો વિગેરે સમય ઇત્યાદિ અનુક્રમ ઉલ્લંઘીને પણ અપૂર્વ (પૂર્વે મરણ વડે નહિ સ્પર્શેલા એવા) સમયોમાં મ૨ણ પામે તો તે વ્યવહિત સમયો (અનુક્રમરહિત અથવા સાથે સાથેના ન હોય તો તેવા દૂર દૂરના છૂટા છૂટા સમયો) પણ ગણતરીમાં ગણવા. (અર્થાત્ પૂર્વે મરણ વડે સ્પર્શેલા સમયથી દૂરના હોય અથવા નજીકના હોય તો પણ અપૂર્વ સ્પષ્ટ જ ગણવા).
૧. અહીં બહુવચન હોવાથી ઘણા આકાશપ્રદેશોમાં પહેલું મરણ થયે તે સર્વ આકાશપ્રદેશો ગણી લેવા એમ નહિ, ૫૨ન્તુ તે અસંખ્યાત પ્રદેશોમાંથી કોઈ પણ એક જ આકાશપ્રદેશ ગણવો. પુનઃ તેમાં જ અથવા તેથી એક આકાશપ્રદેશ ખસતો કોઈ વખતે બીજા વાર મરણ પામે તો પૂર્વે ગણેલાની સાથેનો જ એક આકાશપ્રદેશ ગણવો. એવી રીતે દરેક મરણોમાં અસંખ્યાતમાંથી એકેક આકાશપ્રદેશ જ ગણતરીમાં લેવો. કારણ કે જીવનું મરણ કોઈ પણ વખતે એક આકાશપ્રદેશમાં ન હોય, પરન્તુ મરણ વખતે અવગાહેલા અસંખ્યાત આકાશપ્રદેશોમાં જ હોય. બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત્તમાં જો કે સાથે સાથેના જ આકાશપ્રદેશ ગણવાના નથી, તો પણ ગમે તે સ્થાને મરણ વડે સ્પર્શેલા પ્રદેશોમાંથી એકેક આકાશપ્રદેશ જ ગણવો.
૨. અહીં ભવ અનન્ત કહ્યા તો મરણ પણ અનન્ત કહેવાં જોઈએ તેમ નથી. કારણ કે સાથે સાથેના આકાશપ્રદેશોની સ્પર્શના દરેક મરણ વખતે હોઈ શકે નહિ. અને જો તેમ હોય તો અનન્તકાળનું માપ દર્શાવવાને ક્ષેત્ર પુદ્ગલપરાવર્તની પ્રરૂપણા પણ ન હોય. માટે અહીં એક મ૨ણ વિવક્ષિત આકાશપ્રદેશમાં થયું તો તે પછીના અનન્ત ભવો વ્યતીત થયા બાદ તેની સાથેના આકાશપ્રદેશમાં મરણ થાય. એવી રીતે કોઈવાર બીજે ભવે તો કોઈ વાર સંખ્યાત ભવ ગયે, તો કોઈ વાર અસંખ્યાત ભવ ગયે, અને કોઈ વાર અનન્ત ભવ ગયે, પણ સાથેના આકાશપ્રદેશમાં મરણ થાય. એ રીતે લોકના અસંખ્યા આકાશપ્રદેશોને મરણ વડે સ્પર્શતાં ગણતરીમાં અસંખ્યાત મરણ જ ગણાય; વચ્ચે થયેલાં અનેક મરણો ગણતરીમાં ન ગણાય માટે. પરન્તુ એવાં ચારે પુદ્ગલપરાવર્તોમાં અસંખ્ય મરણો થવામાં એક જીવના તો અનન્તાનન્ત ભવ વીતી જાય છે, અને તેથી જ સૂક્ષ્મ ક્ષેત્ર આદિ પુદ્ગલપરાવર્ત્તના કાળ અનંત થાય છે.
વળી બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્તનમાં પણ એ પ્રમાણે ભવ અનન્ત થાય, પરન્તુ ગણતરીમાં તો અસંખ્યાત મરણ જ ગણાય. પરન્તુ તફાવત એટલો જ કે સૂક્ષ્મથી બાદ૨માં કાળ ઘણો ઓછો થાય છે. અને ગણતરીના મરણની સંખ્યા તો બન્નેમાં એક સ૨ખી જ હોય.
Jain Education International
૪૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org