________________
તથા સમ્મત્તમનુંવસ ય - સમ્યક્ત્વાનુગત એટલે અવિરત સમ્યક્ત્વ, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમશ્રેણિનું અપૂર્વકરણ, અનિવૃત્તિબાદ૨, સૂક્ષ્મસં૫રાય અને ઉપશાન્તમોહ એ આઠે ગુણસ્થાનમાં વર્તતા સમ્યક્ત્વવાળા જીવસમૂહનો પોતપોતાનો પર્યાય ત્યાગ કર્યા બાદ (ચોથા ગુણસ્થાનવાળો ચોથું ગુણસ્થાન ત્યાગ કર્યા બાદ, પાંચમાવાળો પાંચમું ત્યાગ કર્યા બાદ, ઇત્યાદિ યાવત્ ઉપશાન્તમોહવાળો જીવ ઉપશાન્તમોહને ત્યાગ કર્યા બાદ) પુનઃ તે જ પર્યાય પામે તો (ચોથાવાળાને ચોથું પામવામાં ઇત્યાદિ યાવત્ અગિયારમા ગુણસ્થાનવાળો અગિયારમું પુનઃ પામવામાં) પોરિયટ્ટમથ્થાં = કિંચિત્ ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત્ત જેટલા અન્તરકાળે પામે છે. (અર્થાત્ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત વીત્યાબાદ તે ગુણસ્થાનને પુનઃ પ્રાપ્ત કરે છે).
અહીં ‘સમ્યક્ત્વાનુગત' (સમ્યક્ત્વવાળા) એ શબ્દ ગ્રહણ કરવાથી અવિરતથી પ્રારંભીને ઉપશાન્તમોહ સુધીનાં (ચોથાથી અગિયારમા સુધીના આઠે) ગુણસ્થાનવાળા જીવો ગ્રહણ કરાય છે. કારણ કે એ સર્વમાં સમ્યક્ત્વનો સદ્ભાવ છે. તે કારણથી (સમ્યક્ત્વ એટલો જ શબ્દ ન કહેતાં ગાથામાં) ‘સમ્યક્ત્વાનુગત’ એવા પદનું ગ્રહણ કર્યું છે. અને એ અવિરતાદિ (આઠ) ગુણસ્થાનવાળા જીવો સમ્યક્ત્વ ગુણથી પણ ભ્રષ્ટ થયા છતા ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત્ત સુધી સંસારમાં રખડે છે, અને તેટલા કાળને અન્ને પુનઃ પણ અવશ્ય સમ્યક્ત્વાદિ ગુણને પ્રાપ્ત કરી અવશ્ય મોક્ષમાં જ જાય છે. (એ પ્રમાણે ઉપશમ વા ક્ષયોપશમ સમ્યક્ત્વની અપેક્ષાએ જાણવું.)
૧
વળી સાસ્વાદનગુણસ્થાનવર્તી તથા મિશ્રગુણસ્થાનવર્તી જીવોને પણ સમ્યક્ત્વ પુંજની સત્તા` અવશ્ય હોવાથી તેઓ પણ ‘સમ્યક્ત્વાનુગત' એ શબ્દ વડે ગ્રહણ કરાયેલા જ છે એમ જાણવું. તેઓ પણ પોતાનું ગુણસ્થાન ત્યાગ કરીને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત્ત સુધી સંસારમાં ભમે છે. ત્યારબાદ કેટલાક જીવો તો પુનઃ પણ પોતાનું ગુણસ્થાન પ્રાપ્ત કરીને (સાસ્વાદનવર્તી જીવ પુનઃ સાસ્વાદનપણું પામીને અને મિશ્રદૃષ્ટિ જીવ પુનઃ મિશ્રદૃષ્ટિપણું પામીને); અથવા કેટલાક જીવો તો તે ભાવને પ્રાપ્ત કર્યા વિના પણ વિશુદ્ધ સમ્યક્ત્વાદિ ગુણરૂપ સામગ્રી પામીને અવશ્ય મોક્ષમાં જાય છે જ. (એ પ્રમાણે સાસ્વાદન તથા મિશ્ર સમ્યક્ત્વની અપેક્ષાએ જાણવું. જેથી અહીં સુધીમાં અગિયાર ગુણસ્થાનોનો અન્તરકાળ કહેવાયો, અને શેષ ત્રણ ગુણસ્થાનોનો તથા ક્ષપક સંબંધી સર્વ ગુણસ્થાનોનો અન્તરકાળ કહેવાનો બાકી છે તે કહે છે)
તથા ક્ષપક-ક્ષીણમોહ – સયોગી કેવલી – અને અયોગી કેવલી એ ગુણસ્થાનોમાં તો અન્તર
૧. અહીં ‘સમ્યક્ત્વથી પણ' એમાં ‘પણ’ શબ્દ કહેવાનું તાત્પર્ય એ છે કે - તે તે ગુણસ્થાનવાળા જીવો પોતાના દેશવિરત્યાદિ વિશેષ ગુણ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તે પુનઃ પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ, પરન્તુ એમાં વર્તતા સમ્યક્ત્વરૂપ સામાન્ય ગુણને પણ એટલે જ અન્તરે પ્રાપ્ત કરે છે - ઇતિ વિશેષ :
૨. અહીં એ બે ગુણસ્થાનમાં સમ્યક્ત્વપુંજની અવશ્ય સત્તા કહી તે બાબતમાં વિશેષ એ છે કે - સાસ્વાદનમાં તો સમ્યક્ત્વની અવશ્ય સત્તા હોય છે, પરન્તુ મિથ્યાત્વમાં સમ્યક્ત્વની સર્વથા ઉદ્ગલના કરીને મિશ્રગુણસ્થાનમાં આવેલા જીવને સમ્યક્ત્વની સત્તા ન હોય પરન્તુ બીજાને હોય છે, માટે અહીં ‘અવશ્ય' શબ્દ સમ્યક્ત્વની સત્તા પ્રાપ્ત થયા પછી જ મિશ્રગુણ પામે એવા અર્થમાં લેવો.
Jain Education International
For PrivaPersonal Use Only
www.jainelibrary.org