________________
સંબંધી વિચાર જ કરવાનો નથી. કારણ કે એ ગુણસ્થાનથી પડવાનો અભાવ છે. તે કારણથી એ ગુણસ્થાનો સમ્યક્ત્વાનુગત (સમ્યક્ત્વયુક્ત) છે તો પણ ‘સમ્યક્ત્વાનુગત' શબ્દ વડે એ ગુણસ્થાનોનું અહીં ગ્રહણ કર્યું નથી, એમ જાણવું. ॥ પ્રસંગથી પુર્શ પરાવર્ત્તનું સ્વરૂપ ॥
હવે અહીં પ્રશ્ન થાય છે કે – પુદ્ગલપરાવર્ત્ત તે શું ? કે જેના કિંચિત્ ન્યૂન અર્ધ કાળ સુધી સાસ્વાદનાદિ ગુણસ્થાનવાળા જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે ? તેનો ઉત્તર કહેવાય છે કે - ચૌદ રાજલોકમાં રહેલા સર્વ પુદ્ગલોને સંસાર સમુદ્રમાં ભમતો એક જ જીવ અનન્ત ભવમાં મળીને ઔદારિક વા વૈક્રિય વા તૈજસ વા કાર્યણ વા ભાષા અથવા શ્વાસોચ્છ્વાસ અથવા મન એ સાત વર્ગણાપણે પરિણમાવીને મૂકે, તેમાં જેટલો કાળ જાય તેટલો કાળ પુર્વાનપરાવર્ત કહેવાય છે.
વળી કેટલાક આચાર્યો તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારનો પુદ્ગલપરાવર્ત્ત માની, પુનઃ તે પ્રત્યેકને બાદર અને સૂક્ષ્મ ભેદથી બે બે પ્રકારનો ગણીને આઠ પ્રકારનો પુદ્ગલપરાવર્ત વર્ણવે છે. તે આઠ પ્રકાર આ પ્રમાણે :
૧. વાવરદ્રવ્યપુદ્ગલપરાવર્ત્ત - ત્યાં દ્રવ્યથી બાદર પુદ્ગલપરાવર્ત્ત ત્યારે થાય છે કે જ્યારે સંસારમાં ભમતો એક જ વિવક્ષિત જીવ સર્વ લોકવર્તી સર્વ પુદ્ગલોને સામાન્યથી ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ એ ચાર શરી૨૫ણે (કેટલાંકને કોઈ શ૨ી૨૫ણે તો કેટલાંક પુદ્ગલોને કોઈ શ૨ી૨પણે, એ રીતે સામાન્યથી) પરિણમાવી પરિણમાવીને મૂકે (તેમાં જેટલો કાળ લાગે તેટલો કાળ બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત્ત કહેવાય).
૨. સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત્ત - વળી જ્યારે એ જ ઔદારિકાદિ ચાર શરીરમાંથી કોઈ પણ એક જ શ૨ી૨૫ણે એ સર્વ લોકવર્તી સર્વ પુદ્ગલોને પરિણમાવી પરિણમાવીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત્ત કહેવાય. એમાં તે વખતે વિવક્ષિત એક શરીરથી અન્ય શ૨ી૨૫ણે પણ વારંવાર પુદ્ગલો પરિણમે છે, પરન્તુ તે અન્ય શરીરપણે પરિણમતાં પુદ્ગલોને ગ્રહણ કર્યાની ગણતરીમાં ન લેવાં (પરન્તુ વિવક્ષિત શ૨ી૨૫ણે પરિણમતાં પુદ્ગલોને જ એક વા૨ ગણવાં). રૂ. વાવરક્ષેત્રપુÇાલપરાવર્ત્ત - વળી ક્ષેત્રથી બાદર પુદ્ગલપરાવર્ત્ત ત્યારે થાય છે કે જ્યારે અનેક ભવપરંપરાઓમાં (અનેક ભવોમાં) સાથે સાથેના અથવા આંતરે આંતરે રહેલા બીજા બીજા આકાશપ્રદેશોમાં વારંવાર મરણ પામતો છતો જીવ જ્યારે લોકાકાશના સર્વ આકાશપ્રદેશોને (મરણ વડે) સ્પર્શે, (એટલે તે તે આકાશપ્રદેશમાં મરણ પામે) ત્યારે બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત
૧ આ કહેવાથી સાર એ નીકળે છે કે – ચાલુ ગ્રંથકર્તા અને વૃત્તિકર્તા એક જ પ્રકારનો પુદ્ગલપરાવર્ત્ત માને છે, - એ વિશેષ છે.
૨. અહીં કેટલાક આચાર્યોના અભિપ્રાય પ્રમાણે જ ચાર શરીર માત્ર કહ્યાં, પરન્તુ વિશેષથી તો આ વૃત્તિમાં જ સાત વર્ગણાપણે પરિણામ પ્રથમ જ કહેવાઈ ગયો છે. વળી આહા૨ક શરીરને સર્વથા નહિ ગણવાનું કારણ કે આહારક પરિણામ સંસારચક્રમાં ચાર જ વખત હોય છે. અને શેષ વર્ગણાઓ ભવોભવમાં ગ્રહણ ક૨વાથી સર્વ પુદ્ગલો ગ્રહણ કરાય છે. પરન્તુ આહારક શરીર ચાર વખત જ પામવાથી સર્વ લોકવર્તી સર્વ પુદ્ગલો આહારકપણે એક જીવ ગ્રહણ કરી શકે નહિ .
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org