________________
યુગલિક સ્ત્રી થાય તો તેવા જીવને પૂર્વક્રોડપૃથફત્વવર્ષસહિત પલ્યોપમપૃથકત્વ જેટલી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારવી. ||તિ સધિપજ્યપૃથર્વવેશ: ||૫|| (એ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી પાંચ આદેશ દર્શાવ્યા).
એ પાંચે આદેશો અમારે છદ્મસ્થોને પ્રમાણભૂત છે. અને કેવલી ભગવંતોને તો એ પાંચમાંથી કોઈ એક જ આદેશ પ્રમાણ હોય છે. સૂત્રોકર્તાએ તો આ ગ્રંથને વિષે એક ચોથો આદેશ જ (ગાથામાં) દર્શાવ્યો છે, પરન્તુ ગ્રંથનો વિસ્તાર થઈ જવાના ભય વિગેરે કારણથી શેષ આદેશો અહીં કહ્યા નથી. એ બાબતની વિશેષ ચર્ચાથી સર્યું.
| | પુરુષવેદની સ્થિતિ | હવે પુરુષવેદ વિગેરેની સ્થિતિ કહેવાય છે – પુરિસન્ન ઇત્યાદિ. પુરુષપણું એટલે પુરુષવેદ તે અનેક ભવોમાં નિરન્તર પ્રાપ્ત થયા કરે તો કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમો સુધી પ્રાપ્ત થાય (એટલે ઘણા સેંકડો સાગરોપમો સુધી પ્રાપ્ત થાય). અને જઘન્યથી તો અન્તર્મુહૂર્તમાત્ર જ પ્રાપ્ત થાય તે પોતાની મેળે જાણી લેવું. કારણ કે ત્યારબાદ (અન્તર્મુહૂર્ત બાદ અથવા સાધિક શતપૃથકત્વ સાગરોપમ વ્યતીત થયા બાદ) અવશ્ય બીજો વેદ પ્રાપ્ત થાય અથવા તો અવેદકપણું પ્રાપ્ત થાય. જે કારણથી કહ્યું છે કે –
पुरिसवेए णं भंते ! पुरिसवेएत्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोपमसयपुहत्तं सा' इरेगं ।। प्रज्ञापनायां ।।
અહીં જઘન્યપદે સ્ત્રીવેદની સ્થિતિ જેમ એક સમય પ્રાપ્ત થાય છે, તેમ આ પુરુષવેદની જઘન્ય સ્થિતિ એક સમય પ્રાપ્ત થતી નથી. કારણ કે ઉપશાન્તાદ્ધામાં (ઉપશમશ્રેણિમાં પ્રાપ્ત થયેલ અવેદકામ્બામાં) કાળ કરીને દેવમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ પુરુષપણાની જ પ્રાપ્તિ થાય છે. ત્યારે પુરુષવેદની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત કહી તે કેવી રીતે પ્રાપ્ત થાય તે કહે છે કે – પુરુષવેદવાળો જીવ અન્તર્મુહૂર્ત સુધી જીવીને મરણ પામી અન્ય વેદમાં ઉત્પન્ન થાય તેને એ જઘન્ય સ્થિતિ જાણવી.
વળી અહીં નપુંસકવેદની સ્થિતિ સર્વથા કહી જ નથી. તો તે ઉપલક્ષણવ્યાખ્યાથી (અધ્યાહારથી) જઘન્યથી એક સમયની અને ઉત્કૃષ્ટથી અનન્તકાળ પ્રમાણની પોતાની મેળે જ જાણી લેવી. જે કારણથી સિદ્ધાન્તમાં કહ્યું છે કે –
नपुंसगवेयए णं भंते ! नपुंसगवेयए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं एक ૧. હે ભગવન્! પુરુષવેદવાળો જીવ પુરુષવેદપણે કાળથી કેટલા દીર્ઘ કાળ સુધી રહે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ઘણા સેંકડો સાગરોપમથી કંઈક અધિક કાળ સુધી રહે. (એ ચારે ગતિમાં નિરન્તર પુરુષવેદે ઉત્પન્ન થતા જીવ આશ્રયિ જાણવું.) ૨. અહીં જઘન્ય સ્થિતિ પુરુષવેદની અન્તર્મુહૂર્ત પ્રમાણ તે અન્ય વેદમાં ઉત્પન્ન થવા આશ્રયિ દર્શાવી. પરન્તુ અવેદકપણાની પ્રાપ્તિ આશ્રય અન્તર્મુહૂર્ત સ્થિતિ હોય કે નહિ? એ શંકાના સમાધાનમાં સમજાય છે કે તેમ પણ હોય; કારણ કે કોઈ પુરુષ ઉપશમશ્રેણિમાં અવેદક થઈને અધ્ધાક્ષયથી પડતો અને પુરુષવેદને પુનઃ અનુભવતો પ્રમત્તાપ્રમત્ત સુધી આવી ત્યાંથી પુનઃ અન્તર્મુહૂર્તમાં ઉપશમશ્રેણિ માંડી અવેદક થાય, અથવા તો ક્ષપકશ્રેણિ માંડીને પણ અવેદક થાય તો એ રીતે પણ પુરુષવેદની જઘન્ય સ્થિતિ અન્તર્મુહુર્ત પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private 389sonal Use Only
www.jainelibrary.org