________________
તમપ્રભામાં ચાર માસ અને તમcતમ:પ્રભામાં છ માસનું ઉત્કૃષ્ટ અન્તર છે. અને સંજ્ઞિથી ઈતર એટલે અસંજ્ઞિમાં ચોવીસ મુહૂર્તનો અન્તરકાળ છે. ૨૫ll
ટીવાર્થ: અહીં નરકગતિમાં, તિર્યંચગતિના અને મનુષ્યગતિના જીવો સદાકાળ નિરન્તર ઉત્પન્ન થાય છે, છતાં કેટલાક કાળ સુધીનું અત્તર પણ પડે છે. તે અત્તર કેટલા કાળ સુધી પડે છે ? એમ જ પૂછતા હો તો કહેવાય છે કે – સામાન્યથી સર્વ નરકગતિની અપેક્ષાએ (સાતે પૃથ્વીઓમાં સમકાળે) અન્તર પડે તો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી અત્તર પડે છે. અર્થાત એટલા કાળ સુધી અન્ય ગતિમાંથી આવીને કોઈપણ જીવ નરકગતિમાં ઉત્પન્ન થતો નથી, એ ભાવાર્થ છે. એ વાત જો કે સૂરામાં નથી કહી (અર્થાત્ સામાન્યપણે સાતે નરકપૃથ્વી આશ્રયિ ૧૨ (બાર) મુહૂર્તનો વિરહકાળ ગાથામાં નથી કહ્યો) તો પણ પોતાની મેળે જાણે લેવો. જે કારણથી સિદ્ધાન્તમાં (નરકના વિરહકાળ માટે) કહ્યું છે કે –
निर यगई णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता ? गोयमा !
जहणणं एवं समयं, उक्कोसेणं बारस मुहुत्ता । (इति प्रज्ञापनादौ) એ પ્રમાણે સામાન્યથી (સાતે નરકમૃથ્વીરૂપ) નરકગતિમાં ઉપપાતનું અત્તર (જન્મવિરહ) કહ્યું, પરન્તુ વિશેષથી વિચારતાં રત્નપ્રભાદિ નરકપૃથ્વીઓમાં જુદું જુદું ઉપપાતનું અત્તર કેટલું? તે સૂરકર્તા પોતે જ (ગાથામાં) કહે છે કે -
વડવરત ઇત્યાદિ – અન્ય ગતિમાંથી આવીને રત્નપ્રભા નરકમૃથ્વીમાં ઉત્પન્ન થતા જીવોનું જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્ત જેટલું અત્તર પડે છે. અહીં ગાથામાં તો ફક્ત વીસ મુહુ એટલું જ પદ કહ્યું છે, તો પણ એટલા પદ ઉપરથી ગાથામાંથી જે અર્થ સાધ્ય હોય (જે વાક્ય ચાલુ વિષયને અંગે અપૂર્ણ હોય) તે અર્થને પ્રક્રમથી (ચાલુ વિષયના સંબંધથી) અધ્યાહાર કરીને મળતું વાક્ય ઉપજાવીને) પોતાની મેળે પણ તે પદના અર્થનો સંબંધ જોડવો. વળી અહીં મુહૂર્ત તે બે ઘડી પ્રમાણનો કાળ જાણવો. એ પ્રમાણે જઘન્ય અત્તર તો સર્વ સ્થાને પણ એકેક સમય જ જાણવું.
તથા શર્કરામભા નામની બીજી પૃથ્વીમાં ઉપપાતનું અત્તર ઉત્કૃષ્ટથી સાત દિવસનું છે. વાલુકાપ્રભા નામની ત્રીજી પૃથ્વીમાં ઉપપાતનું ઉત્કૃષ્ટ અંતર પંદર દિવસરૂપ એક પખવાડિયા જેટલું છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં એક માસનું અત્તર છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં બે માસનું અત્તર છે. છઠી ત:પ્રભા પૃથ્વીમાં ચાર માસનું અત્તર છે. અને સાતમી તમસ્તમ:પ્રભા પૃથ્વીમાં ઉપપાતનું અત્તર ઉત્કૃષ્ટથી છ માસ જેટલું છે.
એ પ્રમાણે દરેક પૃથ્વીમાં પોતપોતાનો જે અન્તરકાળ કહ્યો તેટલા કાળ સુધી તે પૃથ્વીમાં ૧. હે ભગવન્! નરકગતિ ઉપપાત વડે કેટલો કાળ વિરહિત હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી
બાર મુહુર્ત સુધી (નરકગતિ ઉપપાત વડે વિરહિત હોય). Jain Education International
૩૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org