________________
કાળ સ્થાવ૨પણામાં રહ્યા બાદ - વ્યતીત થયા બાદ પુનઃ ત્રસકાયમાં અવશ્ય ઉત્પન્ન થાય જ – એ ભાવાર્થ છે]. વળી તે એકેન્દ્રિયોનો કાયસ્થિતિકાળ આ ગ્રંથમાં જ પૂર્વે કાળદ્વારમાં એકેન્દ્રિયોનો કાયસ્થિતિકાળ કહેવાને પ્રસંગે કહેવાઈ ગયો છે, અને તે આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમય તેટલા (અસંખ્યાતા) પુદ્ગલપરાવર્ત્તરૂપ (એટલે અસંખ્યગુણો અનન્તકાળ) જાણવો.
તથા વિયાળ તત્તાનો - પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો સ્વભવને છોડીને અન્યત્ર ઉત્પન્ન થાય તો ફરીથી એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરતાં જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રસ જીવોના કાયસ્થિતિકાળ જેટલું અન્નર પડે છે. અને તે આ ગ્રંથમાં જ પહેલાં કાળદ્વારને વિષે ત્રસ જીવોનો કાસ્થિતિકાળ કહેવાના પ્રસંગે સાધિક બે હજાર સાગરોપમ જેટલો કહ્યો છે એમ જાણવું. (અર્થાત્ એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયપણામાં નીકળીને પુનઃ એકેન્દ્રિય થાય તો ઉત્કૃષ્ટથી સાધિક બે હજાર સાગરોપમ વીત્યા બાદ થાય. એમ જાણવું). એ પ્રમાણે દિગ્દર્શનમાત્ર દર્શાવીને [કયા જીવોનો અન્તરકાળ કયા પ્રતિપક્ષી જીવોથી સમજવો, તેની લેશમાત્ર રીતિ દર્શાવીને] હવે શેષ બાદરાદિ જીવભેદોનો કાળ પણ તેવી રીતે જાણવો એમ ભળામણ કરતા છતા ગ્રંથકાર કહે છે કે :
વાયરસુદુમે – જેમ પૂર્વે કહ્યા પ્રમાણે ત્રસોનું અન્તર સ્થાવરના કાળ જેટલું અને સ્થાવરોનું અન્તર ત્રસના કાળ જેટલું કહ્યું તેમ વાયર = બાદરોનું અન્તર સૂક્ષ્મના કાળ જેટલું, અને સુન્નુમે = સૂક્ષ્મોનું અન્તર બાદરના કાળ જેટલું ઉત્કૃષ્ટથી છે, ઇત્યાદિ વિવક્ષા પણ બુદ્ધિમાનોએ દરેક પદમાં જોડવી. એ પ્રમાણે તો અહીં [ગાથામાં ઉત્તરાર્ધનો] સમુદાય અર્થ (સંક્ષિપ્ત અર્થ) કહ્યો. પરન્તુ વિશેષથી એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે - બાદર નામકર્મના ઉદયવાળા એવા બાદર પૃથ્વીકાયાદિ જીવો બાદર પૃથ્વીકાયાદિપણામાંથી નીકળીને અન્ય અન્ય ભવમાં - ભાવમાં ઉત્પન્ન થયા હોય તો ત્યાં ઉત્પન્ન થયેલા તે જીવો પુનઃ પણ બાદરમાં ઉત્પન્ન થાય તો જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જે સૂક્ષ્મ જીવો, તેનો જેટલો કાયસ્થિતિકાળ છે, તેટલું (બાદ૨ને પુનઃ બાદરપણે ઉત્પન્ન થવામાં) અત્તર પડે. અને તે કાળ આ ગ્રંથમાં જ પૂર્વે કાળદ્વારને વિષે સૂક્ષ્મ જીવોનો કાયસ્થિતિકાળ કહેવાના પ્રસંગે કહેવાઈ ગયો છે, અને તે અસંખ્યાત લોકના આકાશ પ્રદેશના સમૂહને પ્રતિસમય એકેક આકાશપ્રદેશ અપહરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીઓ વ્યતીત થાય તેટલો જાણવો. (અર્થાત્ અસંખ્ય કાળચક્ર વીત્યા બાદ બાદર જીવ પુનઃ બાદરપણે ઉત્પન્ન થાય).
તથા સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા (સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવો પણ સૂક્ષ્મપણામાંથી નીકળીને અન્યત્ર (બાદરમાં) ઉત્પન્ન થયા હોય, તો પુનઃ પણ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિકમાં ઉત્પન્ન થવાને જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તો બાદર જીવોના કાયસ્થિતિકાળ જેટલો અન્તરકાળ લાગે, અને તે બાદ૨નો કાયસ્થિતિકાળ આ ગ્રંથમાં જ પૂર્વે બાદરનો કાયસ્થિતિકાળ કહેવાના પ્રસંગે સિત્તેર કોડાકોડિ સાગરોપમ જેટલો કહેલો છે એમ જાણવું. (અર્થાત્ સૂક્ષ્મ જીવ સૂક્ષ્મપણામાં નીકળીને ૭૦ કોડાકોડિ સાગરોપમ જેટલા કાળે પુનઃ સૂક્ષ્મપણે એકેન્દ્રિયાદિ કોઈ પણ જીવભેદમાં ઉત્પન્ન થાય).
Jain Education International
For Private Crsonal Use Only
www.jainelibrary.org