________________
તથા હરિયરે ય – હરિત એટલે વનસ્પતિકાય અને ઇતર તે પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય અને ત્રસકાય. તેથી વનસ્પતિકાય જીવ વનસ્પતિમાંથી નીકળીને પુનઃ વનસ્પતિપણે ઉત્પન્ન થાય તો પૃથ્વીકાયાદિ પાંચ કાયનો (વનસ્પતિ સિવાયના પાંચ કાયનો) જેટલો કાયસ્થિતિકાળ છે, તેટલા કાળને અન્તરે ઉત્પન્ન થાય.
તથા પૃથ્વીકાયાદિમાંથી નીકળેલો જીવ પુનઃ પણ પૃથ્વીકાયાદિપણે ઉત્પન્ન થાય તો વનસ્પતિનો જેટલો કાયસ્થિતિકાળ છે, તેટલું અત્તર પડે છે. એ પ્રમાણે પ્રત્યેક પદોમાં યથાયોગ્ય સંબંધ જોડવો. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – સામાન્યથી વનસ્પતિકાય જીવ (અર્થાત્ સાધારણ કે પ્રત્યેક એ બે ભેદની વિવક્ષા વિના સામાન્યથી વનસ્પતિકાયિક જીવ) વનસ્પતિકાયમાંથી નીકળીને અન્ય ભવમાં (વનસ્પતિ સિવાયના અન્ય ભવમાં) ઉત્પન્ન થાય, તો ત્યાં ઉત્પન્ન થયેલા તે જીવને પુનઃ પણ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થવામાં જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી શેખ પૃથ્વીકાયાદિ જીવનો જેટલો કાયસ્થિતિકાળ છે તેટલું અન્તર પડે છે; અને તે અસંખ્યાત લોકાકાશોના આકાશપ્રદેશોને પ્રતિસમય એકેક અપહરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણી લાગે તેટલા પ્રમાણનો કાળ આ ગ્રંથમાં જ પૂર્વે કહેવાઈ ગયો છે, તે જાણવો.
તથા ઇતરોનો એટલે વનસ્પતિથી અન્ય જે પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય અને ત્રસકાય એ પાંચ કાયના જીવો પૃથ્વી આદિકમાંથી નીકળીને વનસ્પતિમાં ઉત્પન્ન થયા હોય તો તે વનસ્પતિમાં ભ્રમણ કરતા જીવો પુનઃ પણ પૃથ્વી આદિ પણે ઉત્પન્ન થાય તો જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાયનો જેટલો કાયસ્થિતિકાળ છે તેટલો અન્તરકાળ થાય છે. (એટલે કાળે પુનઃ પૃથ્યાદિપણે ઉત્પન્ન થાય છે), અને તે કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયરાશિ (અર્થાત્ તેટલા અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત) જેટલો આ ગ્રંથમાં જ પૂર્વે કહ્યો છે તે જાણવો. એ પ્રમાણે બસો એકાવનમી (૨૫૧મી) ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૫૧|| - અવતર: પૂર્વ ગાથામાં (૨૫૧મી ગાથામાં) જે વનસ્પતિથી ઇતર પૃથ્વીકાયાદિકનો અન્તરકાળ કહ્યો તે જ બાબતમાં બીજી રીતે કંઈક વિશેષ આ ગાથામાં કહે છે :
हरिएयरस्स अंतर, असंखया होति पोग्गलपरट्टा ।
अड्ढाइन परट्टा, पत्तेयतरुस्स उक्कोसं ॥२५२।।
થાર્થ: વનસ્પતિથી ઇતર પૃથ્વીકાયાદિકનો અન્તરકાળ અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત જેટલો છે, અને પ્રત્યેક વનસ્પતિનું ઉત્કૃષ્ટ અન્તર અઢી પુદ્ગલપરાવર્ત છે. /૨પરી
ટીદાર્થ: હરિત એટલે સામાન્યથી વનસ્પતિકાય, તેનાથી ઇતર પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને ત્રસકાય એ પાંચ કાયનો જે જીવરાશિ (એટલે પાંચે) તે રિતેતર કહેવાય. તેનો અન્તરકાળ આ પ્રમાણે – એ પૃથ્વીકાયાદિ જીવો પૃથ્વીકાયાદિકમાંથી નીકળીને વનસ્પતિમાં ઉત્પન્ન થયા હોય તો પુનઃ પૃથ્યાદિપણે ઉત્પન્ન થવામાં જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમય તેટલા સમયરાશિ પ્રમાણ
For Private Sesonal Use Only
Jain Education International
www.jainelibrary.org