________________
સાંવ-સદસરો નવનિ - સનકુમાર દેવલોકથી આરંભીને યાવત્ સહસ્ત્રાર દેવલોક, ત્યાં સુધીના જે દેવો, તે દેવોમાંથી ચ્યવીને કોઈ દેવ પુનઃ પણ પોતાના જ દેવલોકમાં ઉત્પન્ન થાય તો તેવી રીતે ઉત્પન્ન થતા દેવનું જઘન્ય અત્તર નવ દિવસ છે. અર્થાત્ નવ દિવસ પહેલાં તે દેવ પુનઃ તે દેવલોકમાં ઉત્પન્ન ન થાય, એ તાત્પર્ય છે.
તથા માસ = પૂર્વે કહેલો નવ શબ્દનો સંબંધ અહીં પણ જોડાય છે. તથા આનત, પ્રાણત, આરણ અને અય્યત એ ચાર દેવલોકથી ચ્યવીને મનુષ્યોમાં ઉત્પન્ન થયેલો દેવ, પુનઃ પણ એ જ દેવલોકમાં ઉત્પન્ન થાય તો જઘન્યથી નવ માસ વીત્યા બાદ ઉત્પન્ન થાય, પરન્તુ તે પહેલાં ઉત્પન્ન ન થાય, એમ જાણવું. - તથા વાસ – પૂર્વે કહેલો નવ શબ્દ અહીં પણ સંબંધવાળો છે. માટે નવ વાસ એટલે નવ વર્ષ એ અર્થ છે. અને તેથી નવ રૈવેયકમાંથી તથા સર્વાર્થસિદ્ધ વર્જીને શેષ ચાર અનુત્તર વિમાનમાંથી ચ્યવીને જે દેવ મનુષ્યમાં ઉત્પન્ન થાય તે દેવ પુનઃ પણ પોતાના સ્થાનમાં (રૈવેયકનો દેવ રૈવેયકમાં અને અનુત્તરનો દેવ અનુત્તરમાં) ઉત્પન્ન થાય તો જઘન્યથી નવ વર્ષ વીત્યા બાદ ઉત્પન્ન થાય, પરંતુ તે પહેલાં ઉત્પન્ન ન થાય, એ ભાવાર્થ છે. [એ જઘન્ય અન્તરકાળ કહ્યો.
તથા નવમા રૈવેયક સુધીમાં ઉત્કૃષ્ટ અત્તરકાળ તો પૂર્વે જે અસંખ્ય પુદ્ગલપરાવર્તરૂપ અનન્તકાળ (વનસ્પતિની કાયસ્થિતિ જેટલો કાળ) સિદ્ધાન્તમાં કહ્યો છે, તેટલો જ દર્શાવ્યો છે. અને સર્વાર્થસિદ્ધ વર્જીને શેષ ચાર અનુત્તર વિમાનમાં દેવને પુનઃ ઉત્પન્ન થવાનો અન્તરકાળ તો ગ્રંથકાર પોતાની મેળે જ કહેવાની ઈચ્છાએ કહે છે કે :
સપુત્તરુસ્રોસ કદિતુ - વિજયાદિ (વિજય - વિજયંત - જયંત - અપરાજિત એ) ચાર વિમાનના દેવોમાંથી ઔવેલો કોઈ દેવ મનુષ્યાદિ ગતિમાં ભમતો છતો અને મુક્તિને નહિ પ્રાપ્ત કરતો છતો જો પરિભ્રમણ કરે તો ઉત્કૃષ્ટથી બે સાગરોપમ જેટલો કાળ પરિભ્રમણ કરીને પુનઃ વિજયાદિ વિમાનમાં ઉત્પન્ન થાય. તથા સર્વાર્થસિદ્ધ વિમાનમાં તો અન્તરકાળનો વિચાર જ કરવાનો નથી; કારણ કે ત્યાંથી તો મનુષ્યમાં ઉત્પન્ન થઈને તે જ ભવમાં અવશ્ય મોક્ષે જાય છે, એ તાત્પર્ય છે.
એ અન્તરકાળ કહ્યો છે તો આ પ્રસ્તુત (ચાલુ જીવસમાસ) ગ્રંથની ચાલુ ગાથાના અભિપ્રાયથી કહ્યો. પરન્તુ શ્રીભગવતી સૂત્રોમાં તો (વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિમાં તો) ભવનપતિથી પ્રારંભીને સહસ્ત્રાર કલ્પ સુધીના દેવોમાંથી ચ્યવેલો કોઈ દેવ અહીં તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો ત્યાં તિર્યંચ ગતિમાં અન્તર્મુહૂર્તમાત્ર જીવીને પુનઃ પણ પોતાના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. માટે તેવી રીતે ઉત્પન્ન થતા (ભવનપતિથી સવાર સુધીના) દેવોનું જઘન્ય અન્તર ૧ અહીં પોતાના જએમ કહેવાથી અન્ય દેવલોકમાં ઉત્પન્ન થાય તો તેથી ઓછું અત્તર હોય એમ નહિ; એ દેવપણામાંથી અવીને મનુષ્ય (અથવા તિર્યંચ) થાય તો નવ માસ મનુષ્ય (અથવા તિર્યંચ)ના ભવ સંબંધી ગણવા. દેવ-નારકમાં તો દશ હજાર વર્ષથી ઓછું આયુષ્ય જ નથી, તો એટલા વખતમાં અન્ય દેવપણે [વા નારકપણે] ક્યાંથી ઉત્પન્ન થાય ? વળી ગઈ ટિપ્પણીમાં તિર્યંચ અન્તર્મુહૂર્તના આયુષ્યવાળો પણ સહસ્ત્રાર સુધી જતો કહ્યો, અને અહીં જઘન્ય અત્તર નવ દિવસ કહ્યું તો સનકુમારથી સહસ્ત્રાર સુધી જતા તિર્યંચનું આયુષ્ય પણ જઘન્યથી નવ દિવસ હોવું જોઈએ, તે ભિન્ન અભિપ્રાય આ વૃત્તિમાં જ કહેવાશે.
Jain Education International
For Privayo Gersonal Use Only
www.jainelibrary.org