Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 427
________________ અન્તર્મુહૂર્ત પ્રમાણનું પણ કહ્યું છે. અને મનુષ્ય જે ઈશાન દેવલોક સુધીના દેવોમાં ઉત્પન્ન થાય છે તે તો અંગુલપૃથક્વ (નવ અંગુલની) અવગાહનાથી જૂન અવગાહનાવાળો તેમજ માસપૃથક્વથી (નવ માસથી) ઓછા આયુષ્યવાળો ઉત્પન્ન થતો નથી, પરંતુ નવ અંગુલની અવગાહના તથા નવ માસના આયુષ્યવાળો ઉત્પન્ન થાય છે). વળી સનકુમારથી પ્રારંભીને અનુત્તર વિમાન સુધીના દેવોમાં જે મનુષ્ય ઉત્પન્ન થાય છે તે હસ્તપૃથક્વની (નવ હાથની) અવગાહનાથી ન્યૂન અવગાહનાવાળો અને વર્ષપૃથક્વના (નવ વર્ષના) આયુષ્યથી ઓછા આયુષ્યવાળો ઉત્પન્ન ન થાય, (પરન્તુ તેટલી સંપૂર્ણ અવગાહના અને તેટલાં સંપૂર્ણ આયુષ્યવાળો જ ઉત્પન્ન થાય). તે કારણથી તિર્યંચોની અપેક્ષાએ [તિર્યંચમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ] ભવનપતિથી સહસ્રાર સુધીના દેવોમાં જઘન્યથી અન્તર્મુહૂર્ત જેટલું અત્તર પણ ત્યાં (શ્રીવ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામના પાંચમા અંગના ચોવીશમા શતકમાં) કહેલું છે, એ તાત્પર્ય છે. // તિ રેવાન્તરશાનયામપ્રયાન્તરમ્ // તથા આનતથી પ્રારંભીને અનુત્તર સુધીના દેવોમાંથી વેલા દેવો મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે, અને તે દેવોમાં પણ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. તે કારણથી આ ગ્રંથમાં આનતથી પ્રારંભીને અનુત્તર સુધીના દેવોમાંથી ઔવેલા દેવો (મનુષ્યમાં) વર્ષથત્ત્વ સુધી જીવીને પુનઃ પણ પોતપોતાના દેવલોકમાં ઉત્પન્ન થાય તો તેઓનું (ઉત્પન્ન થનારા દેવોનું) જઘન્ય અત્તર જે વર્ષપૃથક્ત કહ્યું તે મનુષ્યમાં ઉત્પન્ન થવાની (મનુષ્યોની) અપેક્ષાએ જ કહ્યું છે. [એ અભિપ્રાય ઉભયસમ્મત છે]. એ પ્રમાણે શ્રીભગવતીજીમાં દર્શાવેલા અભિપ્રાય પ્રમાણે સહસ્ત્રાર સુધીના દેવોમાં (ભવનપતિથી સહસ્ત્રાર સુધીમાં) જઘન્ય અન્તર અન્તર્મુહૂર્તનું (અને આ ગ્રંથના અભિપ્રાયથી ઈશાન સુધી જ અન્તર્મુહૂર્તનું અને સનતુથી સહસ્ત્રાર સુધીમાં નવ દિવસનું) કહ્યું. અને તેથી ઉપરના આનતાદિ દેવલોકોમાં સર્વ સ્થાને કંઈપણ તફાવત વિના (સિદ્ધાન્ત અને આ ગ્રંથ એ બન્નેના તુલ્ય અભિપ્રાયથી) વર્ષપૃથક્ત પ્રમાણ અન્તર જ (ઉભયમતે) સિદ્ધ છે. અને આ ગ્રંથમાં તો કોઈ સ્થાને અન્તર્મુહૂર્ત તો કોઈ સ્થાને નવ દિવસ તો કોઈ સ્થાને માસપૃથક્ત (નવ માસ), અને કોઈ સ્થાને (કોઈ દેવલોકમાં) વર્ષપૃથક્વ અન્તર કહેલું છે. એ બાબતમાં તત્ત્વ શું છે ? તે સમજાતું નથી, કારણ કે તે તત્ત્વ શ્રીસર્વજ્ઞગમ્ય જ છે. એ ૨૫૪ મી ગાથાનો અર્થ સમાપ્ત ૨૫૪. ૩નવતર: હવે દેવગતિમાં જ ઉત્પત્તિવિરહકાળ અને ઉર્વનાવિરહકાળરૂપ (બીજા પ્રકારનું અત્તર કે જે ઉપલક્ષણગૃહીત છે તે) અન્તર કહેવાની ઈચ્છાએ ગ્રંથકર્તા આ ગાથા કહે છે : नवदिण वीसमुहुत्ता, बारसदिण दसमुहुत्तया होति । अध्धं तह बावीसा, पणयाल असीइ दिवससयं ॥२५५॥ संखेजमासवासा, सया सहस्सा य सयसहस्सा य । दुसु दुसु तिसु तिसु पंचसु, अणुत्तरे पल्लऽसंखइमो ॥२५६॥ For Privatexo ersonal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496