________________
जावीसाणं अंतोमुहुत्तमपरं सणंकुसहसारो ।
नव दिण मासा वासा अणुत्तरोक्कोस उयहिदुगं ॥२५४॥
થાર્થ: ઈશાન સુધીના દેવોનું સ્વભવ અપ્રાપ્તિરૂપ અત્તર ૩૫૨ = જઘન્યથી અન્તર્મુહૂર્ત, સાંબુ = સનકુમારથી પ્રારંભીને સહસ્રાર સુધીના દેવોનું જઘન્ય અત્તર નવ દિવસ, તેથી ઉપરના ચાર કલ્પના દેવોનું અંતર નવ માસ, તેથી ઉપરના નવ રૈવેયક અને ચાર અનુત્તરના દેવોનું જઘન્ય અન્તર નવ વર્ષ, અને સUત્તર = સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું જઘન્ય અત્તર બે સાગરોપમ જેટલું છે (એ સર્વ પર એટલે જઘન્ય અત્તર જાણવું, અને પર એટલે ઉત્કૃષ્ટ અત્તર વનસ્પતિના કાયસ્થિતિકાળ જેટલું છે તે પોતાની મેળે જ વિચારી લેવું. આગળ જુદું નહિ કહેવાય). ૨૫૪
ટીદાર્થ: બાવીસા (થાવતુ શાન) એટલે ભવનવાસી આદિ દેવોથી પ્રારંભીને (ભવનપતિથી પ્રારંભીને) યાવતું શાન = બીજા દેવલોક સુધીના જે દેવો, તે દેવોમાંથી કોઈ દેવ ચ્યવીને મત્સાદિ (તિર્યંચ પંચેન્દ્રિય ગર્ભજ)માં ઉત્પન્ન થયો હોય તો પુનઃ પોતાનું દેવાલય પ્રાપ્ત કરવામાં (એટલે પુન: ભવનપતિ આદિ દેવપણે ઉત્પન્ન થવામાં) સપરું = જઘન્ય અત્તર મંતોમુદત્ત = અન્તર્મુહૂર્ત પ્રમાણમાં છે. અને ઉત્કૃષ્ટ અત્તર તો એ જ દેવને વનસ્પતિ આદિકમાં ભમતાં આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયરાશિ જેટલા અસંખ્યાત પુગલપરાવર્ત પ્રમાણનું છે, તે પોતાની મેળે જ જાણવું. એ પ્રમાણે ઈશાનકલ્પથી ઉપરના રૈવેયક દેવો સુધીના દેવોનું ઉત્કૃષ્ટ અન્તર એ જ જાણવું. તે ઉપરના દેવોનું હવે જઘન્ય અત્તર જ ગાથામાં કહેવાય છે. તે આ પ્રમાણે :
9 પ્રશનઃ જઘન્યાયુષ્ય તો ગર્ભજ મનુષ્યમાં પણ છે, તો તે વર્જીને અહીં કેવળ મસ્યાદિ તિર્યંચ પંચેન્દ્રિયો જ કેમ ગ્રહણ કર્યા ? અને મનુષ્ય કેમ ન કહ્યા ? ઉત્તર: અહીં કેવળ તિર્યંચ પંચેન્દ્રિય કહેવાનું કારણ કે જઘન્યથી અન્તર્મુહૂર્ત આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિયો જ ભવનપતિથી પ્રારંભીને યાવતું આઠમા સહસ્રાર દેવલોક સુધીના દેવોમાં (અને સાતે પૃથ્વીઓમાં) જઈ શકે છે, પરન્તુ અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો દેવોમાં તેમજ નરકપૃથ્વીમાં પણ ઉત્પન્ન થઈ શકતા નથી. મનુષ્યને તો ઈશાન સુધીના દેવોમાં અને પહેલી પૃથ્વીમાં ઉત્પન્ન થયું હોય તો પૃથક્તમાસ (નવ માસ) જેટલું જઘન્ય આયુષ્ય હોવું જોઈએ અને તે ઉપરાંતના દેવલોકમાં અને નરકપૃથ્વીઓમાં તો જઘન્યથી પણ વર્ષપૃથક્વના (નવ વર્ષના) આયુષ્યવાળો મનુષ્ય જ ઉત્પન્ન થઈ શકે છે માટે. (આ વિચાર દ્રવ્ય લોકપ્રકાશના ભવસંવેધ નામના સર્ગમાં છે.) ૨. આ અમુહૂર્ત તે ૨૫૬ આવલિકાના ક્ષુલ્લક ભવરૂપ નહિ પરન્તુ તેથી મોટું એટલે શીઘ પર્યાપ્ત થવામાં જેટલો કાળ લાગે તેટલું પર્યાપ્તપણાનું અન્તર્મુહૂર્ત જાણવું. કારણ કે દેવ અવીને લબ્ધિઅપર્યાપ્તામાં ઉત્પન્ન થાય નહિ પરન્તુ લબ્ધિપર્યાપ્તામાં જ ઉત્પન્ન થાય. જેથી ૨૫૬ આવલિકાથી ઘણું મોટું અન્તર્મુહૂર્ત જાણવું.
વળી અહીં વિશેષ કે - ઈશાન સુધીના દેવો જે મસ્યાદિમાં ઉત્પન્ન થાય છે તે મત્સાદિ તિર્યંચો પર્યાપ્ત થતાં તીવ્ર ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા જાતિસ્મરણથી પોતાના પૂર્વ દેવભવને જાણીને શુભ અધ્યવસાયવાળા થઈને અથવા તો જાતિસ્મરણ વિના જ જીવની અચિંત્ય શક્તિ હોવાથી બીજા કોઈ નિમિત્તથી પણ ધર્મધ્યાન સરખી શુભ ભાવનાને ભાવતાં શુભ અધ્યવસાયવાળો થઈને અન્તર્મુહૂર્તમાત્રમાં મરણ પામીને પુનઃ તે જ પોતાની દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે, એમ શ્રીપંચ સંગ્રહની વૃત્તિમાં કહ્યું. તે પાઠ આ પ્રમાણે - ભવનપતિગો બન્તોમ્યો ખ્યોતિગ્ર सौधर्मकल्पादीशानकल्पाद्वा च्यत्वा मत्स्यादिषु मध्ये समुत्पद्य सर्वाभि: पर्याप्तिभिः पर्याप्तः, ततस्तीव्रक्षयोपशमभावतः समुत्पन्नेन जातिस्मरणादिना पूर्वभवं वेदयमानोऽन्येन वा कारणेन अचिंत्यत्वाञ्जीवशक्तेः धर्मानुषक्तः शुभभावनां भावयन् હતત્ત્વનન્તરમન્તર્મુહૂર્વેન મૃત્વ મૂયસ્તકમેવ સ્વફ્લેવરના છિતિ તત પર્વ નધન્યમન્તર્મુહૂર્તમ્ | [એ પ્રમાણે શ્રી પંચસંગ્રહના બંધક નામના બીજા દ્વારની ૧૯મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે.]
Jain Education International
For Private Yoxsonal Use Only
www.jainelibrary.org