________________
પણ વનસ્પતિમાંથી નીકળીને અન્ય સ્થાને ઉત્પન્ન થયા હોય તો તે અન્ય સ્થાને ઉત્પન્ન થયેલા એ વનસ્પતિ જીવોને પુનઃ વનસ્પતિપણું પ્રાપ્ત કરવામાં પણ એ જ અન્તર (એટલે અસંખ્ય લોકાકાશ જેટલું અન્તર) જાણવું. કારણ કે એ જીવોનું પણ વનસ્પતિમાંથી નીકળીને પૃથ્વી – અપૂ - તેજસ્ - વાયુ અને ત્રાસ એ પાંચમાં જ ઉત્પત્તિ સ્થાન (ઉત્પન્ન થવાનું) છે. અને એ પાંચ કાયનો (ભેગો) કાયસ્થિતિકાળ પણ એટલો જ છે, માટે એટલું અંતર જાણવું. વળી અહીં જે અત્તર પૂર્વે કહેલું હોવા છતાં પણ પુનઃ પુનઃ કહેવાય છે, તે એ ત્રણ રાશિઓનું પોતપોતાનું સમાન - સરખું અત્તર છે એમ જણાવવાને માટે કહેવાય છે. તેથી એ અત્તરને વારંવાર કહેવામાં (વૃત્તિને વિષે વારંવાર કહેવામાં કંઈપણ દોષ નથી. વળી બીજી પણ ત્રણ જીવરાશિઓનું તુલ્ય અન્તર દર્શાવવાને કહે છે કે – ૩યદીપ સવદત્ત ઇત્યાદિ - તિરિય એટલે પ્રથમ તિર્યંચગતિમાંથી તિર્યચપણું છોડીને નીકળેલા જે જીવો શેષ ત્રણ ગતિમાં ભમતાં ભમતાં પુનઃપણ જો તિર્યચપણું પ્રાપ્ત કરે તો તે પ્રાપ્તિમાં જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તો કંઈક અધિક (એટલે કેટલાંક વર્ષ અધિક તે પ્રાયઃ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક) સોપૃથક્વ (ઘણા સેંકડો) સાગરોપમ જેટલા અત્તર કાળ ઉત્પન્ન થાય, એ ઉત્કૃષ્ટ અત્તર જાણવું. અહીં ગાથામાં (કેવળ સયદત્ત પદથી સેંકડો સાગરોપમ જ કીધા છે, પણ) સાધિકતા નથી કહી. તે અલ્પકાળની અવિવક્ષાના કારણથી નથી કહી. તે સાધિકતા પોતાની મેળે જ જાણી લેવી. કારણ કે શેષ ત્રણ ગતિઓમાં (દવ - મનુષ્ય - નારકગતિમાં ત્રણેનો મળીને) ઉત્કૃષ્ટથી પણ એટલા જ કાયસ્થિતિકાળ સુધી જીવ રહેતો હોવાથી એિ શતપૃથર્વ સાગરોપમ સાધિક જેટલું અત્તર જાણવું.
તથા નપુણે - નપુંસકવેદનું અત્તર પણ એટલું જ જાણવું. તે આ પ્રમાણે - નપુંસક જીવ નપુંસકપણું છોડીને સ્ત્રીવેદમાં તથા પુરુષવેદમાં ઉત્પન્ન થાય તો પુનઃ પણ નપુંસકવેદ પ્રાપ્ત કરવામાં એટલું જ અત્તર (સાધિક શતપૃથક્વ સાગરોપમ અન્તર) જાણવું. કારણ કે – સ્ત્રીવેદ અને પુરુષવેદમાં (બમાં મળીને) એટલા જ કાળ સુધી જીવ રહે છે માટે. વળી અહીં એમ ન કહેવું કે – કેવળ પુરુષવેદમાં પણ એટલો અવસ્થિતિકાળ પૂર્વે (કાયસ્થિતિ કહેવાના પ્રસંગે) કહ્યો છે, તેથી સ્ત્રીવેદનો પણ કાળ તેમાં ઉમેરવાથી અધિક કાળ થાય (એટલે સ્ત્રીવેદનો કાળ ગણવાથી અધિક સાધિકતા થાય એમ ન કહેવું). કારણ કે સ્ત્રીવેદનો કાળ તો અતિ અલ્પ છે, તેથી તે સાધિક શતપૃથર્વ સાગરોપમ જેટલો પુરુષવેદનો સ્થિતિકાળ છે તેમાં પણ અન્તર્ગત થઈ જાય છે. માટે સ્ત્રીવેદનો કાળ ઉમેરવાથી વિશેષ સાધિકતા નહિ ગણવામાં કોઈ
૧. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – પૂર્વે પુરુષવેદનો કાયસ્થિતિકાળ સાધિક શતપૃથક્ત સાગરોપમ કહ્યો છે, અને
સ્ત્રીવેદનો કાળ ગણવામાં પાંચ આદેશ કહ્યા છે તો પણ તે પાંચ આદેશમાં પણ વિશેષ કાળ ૧૧૦ (એક્સો દસ) પલ્યોપમ અને બે પૂર્વક્રોડ વર્ષ જેટલો છે. માટે તે સ્ત્રીનો કાળ પુરુષના કાળમાં ઉમેરતાં બે પૂર્વક્રોડ વર્ષ સાધિક એકસો દસ પલ્યોપમ અધિક સાધિક શતપથક સાગરોપમ જેટલો થાય. જેથી પ્રશ્નકર્તાનું કહેવું એમ છે કે – કેવળ સાધિક શતપૃથક્ત સાગરોપ છે કે કેમ ફે? તેના સમાધાન તરીકે અહીં એટલું જ કહ્યું કે સાધિક શબ્દથી તે સ્ત્રીપણાનો સાઘિક ૧૧૦ ૧૪ કાળ ૧ પ્રહણ કરી લેવાય છે, જેથી સાધિક શતપૃથર્વ સાગરોપમ' કાળ જ કહ્યો. [અહીં સાધિક શબ્દથી પૂર્વે કહેલો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક તો નહિ જ, કે જે ઘણા સ્થાનને સાધિક શબ્દથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ગ્રહણ કરાય છે.]
Jain Education International
For Private Go Ronal Use Only
www.jainelibrary.org