________________
દોષ નથી. (એ નપુંસકવેદનું અત્તર કહ્યું). - તથા મસUufી ૫ - જે સંજ્ઞી નહિ તે અસંજ્ઞી, એવો વ્યુત્પત્તિ અર્થ હોવાથી ગર્ભજ પંચેન્દ્રિયરૂપ જે સંજ્ઞી જીવો તેથી અન્ય એકેન્દ્રિયાદિ સર્વે પણ જીવોને અહીં અસંજ્ઞી તરીકે ગણેલા છે (પરન્તુ કેવળ અસંજ્ઞી પંચેન્દ્રિયો જ નહિ). તે અસંસી જીવ પણ પોતાનું અસંક્ષિપણું છોડીને ગર્ભજ પંચેન્દ્રિયરૂપ સંજ્ઞીમાં ઉત્પન્ન થાય તો તે જીવોને પુનઃ અસંજ્ઞીપણું પ્રાપ્ત કરવામાં એટલું જ અન્તર (સાધિક શતપૃથર્વ સાગરોપમ અખ્તર) જાણવું. કારણ કે – સંજ્ઞી જીવોનો કાયસ્થિતિકાળ આ ગ્રંથમાં પૂર્વે એટલો જ (સાધિક શતપૃથક્ત સાગરોપમ જેટલો જ) કહ્યો છે.
વળી અહીં જો સમૂર્છાિમ પંચેન્દ્રિયને અસંજ્ઞી તરીકે ગણીએ, કે જે સિદ્ધાન્તમાં (વિશિષ્ટ પણે) સમૂર્છાિમ પંચેન્દ્રિયને જ અસંજ્ઞી તરીકે ગણ્યો છે. તો તેવો અસંજ્ઞી જીવ અસંજ્ઞિપણામાંથી નીકળી પુનઃ અસશિપણું પામે તો તે અત્તરકાળમાં વનસ્પતિ આદિ જીવોનો સર્વ કાયસ્થિતિકાળ પ્રાપ્ત થાય (અર્થાત્ તેવા અસંજ્ઞીનું અત્તર તો વનસ્પતિ આદિકના કાયસ્થિતિકાળ જેટલું થાય), અને તેમ ગણવાથી અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત (સાધિક આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયો જેટલા પુગલપરાવર્ત) જેટલું અત્તર પ્રાપ્ત થાય; અને તેટલું અત્તર તો કહ્યું નથી; માટે પૂર્વોક્ત સ્વરૂપવાળો (એકેન્દ્રિયાદિ સહિત) અસંજ્ઞી અહીં ગ્રહણ કરવો (પરન્તુ કેવળ સમૂર્છાિમ પંચેન્દ્રિય જ નહિ).
વળી અન્ય આચાર્યો તો (એ ગાથાના ઉત્તરાર્ધના અર્થમાં ત્રણ રાશિ જુદી નહિ કહેતાં કેવળ) તિર્યંચ નપુંસક અસંજ્ઞિરૂપ (એક જ) જીવરાશિનું અત્તર કહે છે. એટલે “તે નપુંસક અસંજ્ઞી તિર્યંચ અન્ય સ્થાને ઉત્પન્ન થઈને પુનઃ નપુંસક અસંજ્ઞી તિર્યચપણે ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટથી સો પૃથકત્વ સાગરોપમને અત્તરે ઉત્પન્ન થાય છે” એમ કહે છે. એ વાત અનેક દોષ વડે દૂષિત (અતિવિરોધવાળી) હોવાથી અયોગ્ય સરખી જ સમજાય છે. અને તે દોષોને સિદ્ધાન્તથી સંસ્કાર પામેલી અથવા સિદ્ધાન્તમાં પરિશીલિત થયેલી બુદ્ધિવાળા પંડિતોએ અને પૂર્વાપર કહેલા અર્થને જાણનાર (અર્થાતુ પહેલાં શું અર્થ કહેવાઈ ગયો છે, અને હવે ચાલુ અર્થ શું કહેવાય છે તે બન્ને અર્થનો સંબંધ બેસાડવામાં કુશળ એવા) પંડિતોને અતિસ્પષ્ટ હોવાથી તે વિરોધો પોતાની મેળે જ વિચારવા. એ પ્રમાણે અહીં બસો ત્રેપનમી (૨૫૩મી) ગાથાનો વ્યાખ્યાથે સમાપ્ત થયો. ૨પ૩ી.
અવતર: પૂર્વ ગાથાઓમાં ત્રણ ગતિને અંગે બન્ને પ્રકારનું અત્તર (એટલે ઉપપાત – ચ્યવનવિરહરૂપ અત્તર તથા તદ્દભવ-અપ્રાપ્તિરૂપ અત્તર) કહેવાયું છે, પરન્તુ દેવગતિમાં એક પણ અન્તર કહેવાનું નથી. તેથી હવે દેવગતિમાં બે પ્રકારનું અત્તર કહેવાના પ્રસંગે, પ્રથમ તો જે લક્ષણવાળા અત્તરને કહેવાની પ્રતિજ્ઞા કરેલી છે (એટલે ૨૪૩મી ગાથામાં જે અત્તર કહેવાનો નિર્દેશ કર્યો છે, તે અત્તર (એટલે તદ્દભાવ-અપ્રાપ્તિ રૂપ અન્તર) આ ગાથામાં કહેવાશે : ૧. ઉત્પત્તિ તથા ચ્યવનનું અત્તર કહેવાનો ગાથામાં ઉદ્દેશ નથી કર્યો, પરન્તુ વૃત્તિમાં ઉપલક્ષણથી ગ્રહણ કર્યું છે, કે જે અત્તરને ગ્રંથકારે પોતે (સ્પષ્ટ નિર્દેશ કર્યા વિના પણ) ગાથાઓ દ્વારા તો કહ્યું છે જ.
Jain Education International
૪૦૩ For Private & Personal Use Only
www.jainelibrary.org