________________
એટલો જ કે – ઉત્પાદ જેમ અન્ય ગતિમાંથી આવીને ઉત્પન્ન થતા જીવોનો કહેવાય છે, તેમ ઉદ્ધર્તના વિવક્ષિત જીવભેદમાંથી ઉદ્વર્તીને એટલે નીકળીને અન્ય ગતિમાં જવારૂપ જાણવી. એ ૨૫૦ મી ગાથાનો અર્થ સમાપ્ત. /તિ ૩૫ ઘાતકર્સનાવિર: ||૨૫૦ગા.
૧. આ ગાથામાં તેમજ ચાલુ અધિકારમાં ત્રણ ગતિનો વિરહકાળ કહેવાયો છે, પરન્તુ દેવગતિમાં ઉત્પત્તિ - ઉદ્વર્તનાનો વિરહકાળ વિશેષભેદે નારકવતુ કહેવા યોગ્ય છતાં કંઈ કારણ વિચારી આ સ્થાને નથી કહ્યો પરંતુ આગળ ૨૫૪મી ગાથાથી કહેવાશે. માટે સ્થાન અશૂન્યાર્થે અહીં જ દેવગતિ અને તેવા પ્રતિભેદમાં વિરહકાળ કહેવાય છે. તેમજ બીજા સામાન્ય જીવભેદો પણ જે અહીં નથી કહ્યા તેનો વિરહકાળ કહેવાય છે –
ફેવતિનો ઉપપાતવિરહ તથા અવનવિરહકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૧૨ (બાર) મહત્ત્વનો છે. અર્થાતુ કોઈ કાળ એવો પણ આવે કે જે કાળે દેવગતિમાં અથવા તેના કોઈપણ પ્રતિભેદમાં ૧૨ મુહૂર્ત સુધી કોઈપણ જીવ અન્ય ગતિમાંથી આવીને દેવપણે ઉત્પન્ન થાય નહિ. તેમજ કોઈપણ દેવ ચ્યવીને અન્ય ગતિમાં જાય નહિ, એટલે કોઈ દેવ બાર મુહૂર્ત સુધી આવે પણ નહિ. એ સામાન્યથી દેવગતિના ઉપપાત તથા ચ્યવનનો વિરહ જાણવો.
{[રક્રમામાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્ત વિરહ. એ રીતે વિકુમારમાં અને શેષ ૮ અવનતિમાં પ્રત્યેકમાં જુદો જુદો વિરહકાળ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્તનો જાણવો.
તથા વ્યન્તર અને ચોતિષી (ના સામાન્ય ભેદમાં તેમજ દરેક પ્રતિભેદમાં પણ) જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્તનો વિરહકાળ છે.
સૌધર્મ તથા રૂં' કલ્પમાં પણ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્ણ વિરહ. -મિ માં - જધન્યથી સમય, ઉત્કૃષ્ટથી નવ રાત્રિ-દિવસ ઉપરાંત વીશ મુહૂર્તનો વિરહકાળ છે. માંહેન્દ્રમાં – જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બાર રાત્રિ-દિવસ ઉપરાંત દશ મુહૂર્તનો વિરહ છે. વીત્વમાં - જઘન્યથી સમય, અને ઉત્કૃષ્ટથી સાડી બાવીસ દિવસ વિરહ છે. તાંતક્રમાં જધન્યથી સમય, ઉત્કૃષ્ટથી પીસ્તાલીસ રાત્રિ-દિવસનો વિરહ. મહાશમાં જઘન્યથી સમય, ઉત્કૃષ્ટથી એંસી (૮૦) રાત્રિ-દિવસનો વિરહ છે. સહારમાં જઘન્યથી સમય, અને ઉત્કૃષ્ટથી સો (૧૦૦) રાત્રિ દિવસનો વિરહ છે. ગીનતમાં જઘન્યથી સમય, ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસનો વિરહકાળ છે. અહીં સંખ્યાતા માસ એટલે એક વર્ષની પહેલાંના એટલે એક વર્ષના બાર માસ પૂર્ણ નહિ, એમ બૃહત્સંગ્રહણીની વૃત્તિમાં વધુ પ્રતપત્તવ્ય એ વચનથી કહેલ છે. અને બાલાવબોધમાં તો સ્પષ્ટ રીતે ૧૦ (દસ) માસ કહ્યા છે. કારણ કે પ્રાણતકલ્પમાં પણ સંખ્યાત માસ કહેલા હોવાથી અને તે વર્ષથી પહેલાંના હોવાથી ૧૧ માસ કહ્યા છે, અને આનતથી પ્રાણતમાં અધિક વિરહ ગણવાનો હોવાથી અહીં આનતમાં દશ માસ કહ્યા છે. પરન્તુ બૃ. સં. વૃત્તિમાં તો દસ કે અગિયાર માસ ન કહેતાં આનતથી પ્રાણતમાં અધિક વિરહ જાણવો એટલું જ માત્ર કહ્યું છે.
- પ્રતિ કલ્પમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ વિરહ છે. એ સંખ્યાતા માસ આનત કલ્પમાં કહેલાં સંખ્યાત માસથી અધિક પણ વર્ષથી ન્યૂનું જાણવા એમ બ્ર. સંગ્રહણી વૃત્તિમાં કહ્યું છે. અને બ્ર. સંગ્રહણીના બાલાવબોધમાં તો ૧૧ માસ સ્પષ્ટ કહ્યા છે.
કારઇ અને તdમાં-જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષનો વિરહકાળ છે. અહીં પણ આરણની અપેક્ષાએ અશ્રુતે કલ્પમાં અધિક સંખ્યાત વર્ષ જાણવાં તો પણ સંપૂર્ણ સો વર્ષથી પહેલાંનાં જ જાણવાં, એમ છું. સંગ્રહણીની વૃત્તિમાં કહ્યું છે. અને બાલાવબોધમાં પણ એમ જ કહ્યું છે, પરન્તુ આનત-પ્રાણતવતું સ્પષ્ટ સંખ્યા કહી નથી.
પ્રથમ રૂ શૈવેયકમાં જઘન્યથી સમય અને ઉત્કૃષ્ટથી પહેલામાં સંખ્યાતા સો વર્ષ, બીજામાં તેથી અધિક અને ત્રીજામાં તેથી પણ અધિક સંખ્યાત સો વર્ષ વિરહ જાણવો. અહીં સંખ્યાત સો વર્ષ તે એક હજાર વર્ષથી અર્વાકુનો - પહેલાંનો જાણવો.
ધિતીય રૂ વેપમાં – જઘન્યથી સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હજાર વર્ષ. એમાં પણ અનુક્રમે ત્રણેમાં અધિક અધિક સંખ્યાત હજાર વર્ષનો વિરહ જાણવો, પરન્તુ એક લાખ વર્ષથી તો ઓછો જ વિરહ જાણવો. લાખ વર્ષ સંપૂર્ણ નહિ જ.
તૃતીય રૂ વેચવમાં - જઘન્યથી સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાત લાખ વર્ષનો વિરહ જાણવો; એમાં પણ ત્રણમાં અનુક્રમે અધિક અધિક વિરહ કહેવો, પ૨નું એક ક્રોડ વર્ષથી ન્યૂન જાણવો. સંપૂર્ણ એક ક્રોડ વર્ષનો વિરહકાળ નહિ
વિનયતિ ૪ મનુત્તરમાં જઘન્યથી સમય, અને ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો
અસંખ્યાતમાં ભાગ જેટલો અસંખ્યાતા વર્ષનો વિરહકાળ છે. Jain Education International For Private 3 onal Use Only
www.jainelibrary.org