________________
અન્ય ગતિથી આવીને કોઈપણ જીવ કદી પણ ઉત્પન્ન થાય નહિ, એ ભાવાર્થ છે.
પ્રઃ અહીં કોઈક ભદ્રિક પ્રશ્નકર્તા શિષ્ય પ્રશ્ન કરે છે – સામાન્યથી નરકગતિમાં બાર મુહૂર્તનો વિરહકાળ કહ્યો, અને તે નરકગતિના વિશેષભેદવાળી રત્નપ્રભા વિગેરે સાત નરકપૃથ્વીઓમાં તો ચોવીસ મુહૂર્ત આદિ છ માસ સુધીનો જુદો જુદો કાળ કહ્યો. પરન્તુ એક પણ પૃથ્વીમાં બાર મુહૂર્તનો વિરહકાળ કહ્યો નહિ. તો વિશેષભેદરૂપ નરકપૃથ્વીઓમાં કોઈમાં પણ જે વિરહકાળ નથી કહ્યો તે બાર મુહૂર્તનો વિરહકાળ સામાન્યરૂપ નરકગતિમાં કેવી રીતે હોઈ શકે? કારણ કે રેતીના એકેક કણમાં દરેકમાં જો તેલ ન હોય તો સામાન્ય સ્વરૂપવાળી એવી સર્વ રેતીમાં તેલ હોવાની વાત તે યોગ્ય કેવી રીતે ગણાય?
ઉત્તર: એ સંબંધી સમાધાન કહેવાય છે કે – તે જે એ વાત કહી તે અયોગ્ય છે, કારણ કે સર્વ સમુદિત નરકગતિમાં સાતે નરકપૃથ્વીઓ પિડિત - સમુદિત - ભેગી ગણાય છે. તે કારણથી તે દરેક પૃથ્વીમાં નહિ કહેલો એવો પણ બાર મુહૂર્ત પ્રમાણનો વિરહકાળ સમુદાયની અપેક્ષાએ નગરના દૃષ્ટાન્ત પ્રાપ્ત થાય છે જ. તે દૃષ્ટાંત આ પ્રમાણે –
કોઈક નગરને વિષે સાત મોટા પાડા (મોટા મહોલ્લા) છે. ત્યાં એક પાટકમાં તો જઘન્યથી એક સમય વીત્યા બાદ અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્ત વીત્યા બાદ કોઈપણ સ્ત્રી અવશ્ય પુત્રને જન્મ આપે છે. બીજા પાટકમાં જઘન્યથી સમય વીત્યા બાદ અને ઉત્કૃષ્ટથી સાત દિવસ વીત્યા બાદ અવશ્ય કોઈ સ્ત્રી પુત્રને પ્રસવે છે જ. એ પ્રમાણે ત્રીજા પાડામાં પખવાડિયાને અન્તરે, [ચોથા પાડામાં એક માસને અત્તે, પાંચમા પાડામાં બે માસ વીત્યા બાદ, છઠા પાડામાં ચાર માસ વીત્યા બાદ અને વાવત્ સાતમા પાડામાં જઘન્યથી સમય વીત્યા બાદ અને ઉત્કૃષ્ટથી છ માસ વીત્યા બાદ તો કોઈ પણ સ્ત્રી અવશ્ય પુત્રને જન્મ આપે છે જ. અને એ પ્રમાણે હોવાથી જ્યારે એક પાડામાં ઉત્કૃષ્ટ સ્થિતિ વ્યતીત થયે પુત્રજન્મ થાય છે, ત્યારે બીજા કોઈ પાડામાં જઘન્ય સ્થિતિ વ્યતીત થયે પુત્રજન્મ થાય છે, અને ત્રીજા કોઈ પાડામાં વળી મધ્યમ સ્થિતિ વ્યતીત થયે પુત્રજન્મ થાય છે. જો એ પ્રમાણે છે તો સર્વે (સાત) પાટકોની અપેક્ષાએ જઘન્યથી એક સમય વીત્યા બાદ અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત વીત્યા બાદ અવશ્ય કોઈ સ્ત્રીને બાળક જન્મે જ (તો તેમાં વિરોધ શું ?). એ પ્રમાણે અહીં સાતે નરકપૃથ્વીઓના સમકાળે સંભવતા વિરહકાળ આશ્રય પણ બાર મુહૂર્ત કાળ હોઈ શકે, એમ જાણવું. વળી વિશેષ ભેદોમાં જે વસ્તુ ન હોય તે સામાન્ય સ્વરૂપમાં ન હોય એમ પણ નથી. કારણ કે વસ્ત્રાદિક તંતુ આદિમાં દરેકમાં જે નથી દેખાતું તે તેના સમુદાયમાં (આખા વસ્ત્રમાં) દેખાય છે. (અર્થાત્ પટાદિભાવ જે તંતુમાં દરેકમાં જોવા જતાં દેખાતો નથી, પરન્તુ તંતુઓના સમુદાયમાં તે પટાદિભાવ સ્પષ્ટ દેખાય છે). એ પ્રમાણે અહીં (આ બાબતમાં એટલે અવયવમાં જે નથી દેખાતું તે અવયવીમાં દેખાય ૧. ગુજરાતના પાટણ નગરમાં હજી પણ જુદા જુદા મહોલ્લાઓને પાડા'ના નામથી ઓળખવામાં આવે છે. જેમ મણિયાતી પાડો ઇત્યાદિ.
Jain Education International
For Private36 ersonal Use Only
www.jainelibrary.org