________________
છે તે બાબતમાં) ઘણું કહેવા યોગ્ય છે, પરંતુ તે સર્વ વક્તવ્ય અન્ય ગ્રંથોથી જાણવા યોગ્ય હોવાથી અહીં આ ગ્રંથમાં કહેવાશે નહિ.
હવે તિર્યંચગતિ અને મનુષ્યગતિ એ બે ગતિ આશ્રય કહે છે – સળિયરે - સામાન્યથી તિર્યંચગતિમાં (સમકાળે સર્વ ભેદોમાં) વિચારીએ તો તિર્યંચગતિ સિવાયના બીજી ગતિમાંથી તિર્યંચમાં ઉત્પન્ન થતા જીવોનું જઘન્ય અન્તર એક સમય, અને ઉત્કૃષ્ટ અત્તર બાર મુહૂર્ત પ્રમાણનું જાણવું. એ પ્રમાણે મનુષ્યગતિમાં પણ (શેષ ત્રણ ગતિમાંથી મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા જીવોનું ઉત્પન્ન થવાનું આંતરૂં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનું) જાણવું. જે કારણથી કહ્યું છે કે –
તિરિયા ઇ મતે ! જેવફર્યો છાનું વિરદિયા ૩વવાTU TUU/ત્તા ? નોમ |
जहण्णेणं एक समयं उक्कोसेणं बारस मुहुत्ता, एवं मणुयगई वि' ।। પુનઃ તિર્યંચગતિમાં વિશેષભેદે વિચારીએ તો સંજ્ઞી એટલે ગર્ભ તિર્યંચ અને 3સંજ્ઞી એટલે સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય એ બે ભેદ છે. તેમજ મનુષ્યગતિમાં પણ સંજ્ઞી એટલે ગર્ભજ મનુષ્ય અને બીજા અસંજ્ઞી એટલે સમૂર્છાિમ મનુષ્યો એ બે ભેદ છે. ત્યાં ગર્ભજ તિર્યંચ *પચેન્દ્રિયોમાં અને ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થતા જીવોના ઉત્પાદનું અત્તર જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત પ્રમાણનું પ્રત્યેકનું છે (એટલે તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ બાર મુહૂર્તનું અને ગર્ભજ મનુષ્યમાં પણ બાર મુહૂર્તનું અત્તર જુદું જુદું જાણવું). તથા સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયનું – માં ઉત્પાદનું અત્તર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણનું છે. વળી સમૂર્ણિમ મનુષ્યોમાં ઉત્પાદનું અત્તર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્તનું છે. સૂત્રમાં (ગાથામાં) જે સાક્ષાત્ ચોવીસ મુહૂર્તનું અત્તર અસંજ્ઞિનું કહ્યું, તે એ સમૂર્છાિમ મનુષ્યરૂપ અસંશિઓનું અત્તર કહ્યું, અને શેષ ત્રણ અન્તરો (ગર્ભજ તિર્યંચ, સમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્ય એ ત્રણનાં અન્તરો તો) ગાથા સૂચનામાત્ર હોવાથી (એટલે ગાથા એ સૂત્ર છે, અને સૂત્રો તે સૂચનામાત્રાવાળું જ હોય જેથી શેષ અર્થ અધ્યાહારથી – ઉપલક્ષણથી પોતાની મેળે જાણવા યોગ્ય હોય છે માટે એ ત્રણ અન્તરો ગાથામાં સાક્ષાત્ નથી કહ્યાં પણ સૂચનામાત્રથી કહ્યાં છે એમ જાણીને) અમોએ જ વૃત્તિકર્તાએ જ) દર્શાવેલ છે, એમ જાણવું. // એ ત્રણ ગતિના ઉત્પાદનો વિરહકાળ કહ્યો //
વળી જે જીવભેદમાં જેટલો આ ઉત્પત્તિનો વિરહકાળ દર્શાવ્યો છે, તેટલો જ સરખો વિરહકાળ ઉદ્વર્તનાના સંબંધમાં પણ જાણવો, (એટલે મરણનો વિરહકાળ અને જન્મનો વિરહકાળ એ બે તુલ્ય છે), કારણ કે સિદ્ધાન્તમાં તે પ્રમાણે જ કહેલું હોવાથી. કેવળ તફાવત ૧. હે ભગવન ? તિર્યંચગતિ ઉપપાત વડે (જન્મ વડે – નવા ઉત્પન્ન થતા જીવો વડે) કેટલા કાળ સુધી વિરહિત (વિરહવાળી) કહી છે? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી (તિર્યંચગતિમાં ઉપપાતવિરહ વર્તે છે) I ૨. ગર્ભજ તે પંચેન્દ્રિય જ હોય છે, છતાં પંચેન્દ્રિય વિશેષણ ઘણે સ્થાને આવે છે તે માત્ર સ્વરૂપદર્શક જાણવું. તથા ચતુરિન્દ્રિય સુધીના તિર્યંચ જીવોમાં વિરહનો જ અભાવ હોવાથી પણ અહીં પંચેન્દ્રિય વિશેષણ સાર્થક થઈ શકે. કારણ કે વિરહકાળ પંચેન્દ્રિયોમાં જ હોઈ શકે છે.
Jain Education International
For Private 3e wonal Use Only
www.jainelibrary.org