________________
તથા સેસ છાયા સંવે અહીં (લેસા છાયા એ પદમાં સાતમી વિભક્તિને બદલે પ્રથમ વિભક્તિ છે તે પ્રાકૃતના નિયમ પ્રમાણે) વિભક્તિનો વ્યત્યય- ફેરફાર હોવાથી (સાતમી વિભક્તિના અર્થ પ્રમાણે શેષ કાયોમાં એટલે વનસ્પતિકાય કહેવાઈ ગયેલી હોવાથી) શેષ પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય અને વાયુકાય એ ચાર એકેન્દ્રિયકામાં દરેકમાં સંજ્ઞા અસંખ્યાતા (અહીં નો આ પદ નથી તો પણ દરિયાતા તો એ વાક્યમાં કહેલા) “લોક' પદનું અનુસરણ હોવાથી અસંખ્યાત લોકપ્રમાણ એવો સંબંધ છે. અને તેથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશરાશિપ્રમાણ (અસંખ્યાતા) જીવો એ ચાર કાયમાં સમયે સમયે ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે, એમ પોતાની મેળે જાણી લેવું. (અર્થાત્ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે એ વાક્ય સેસ યાની સાથે નથી કહ્યું તો પણ પોતાની મેળે જાણી લેવું).
અહીં લોકમાં વનસ્પતિજીવો અનન્તાનન્ત સંખ્યા જેટલા છે, તે કારણથી વનસ્પતિજીવોમાં ઉત્પન્ન થતા અને મરણ પામતા જીવો પ્રતિસમય અનન્ત હોઈ શકે છે, અને
અસંખ્યાત જ સમયો હોવાથી પ્રત્યેક સમયે અનન્ત અનન્ત જીવોનું જન્મ-મરણ પ્રાપ્ત થાય તેમાં પણ બાદર સાધારણ વનસ્પતિનું જન્મ-મરણ સૂક્ષ્મ સાધારણની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ જેટલું હોય, અને સૂક્ષ્મ સાધારણનું જન્મમરણ તેથી અસંખ્યાતગુણ જાણવું. કારણ કે, બાદર સાધારણ વનસ્પતિ લોકના અસંખ્યાતમા ભાગમાં છે, અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. પુનઃ બાદર સાધારણ વનસ્પતિનાં ઔદારિક શરીર દરેક જુદી જુદી અવગાહનામાં રહેલાં છે, અને સૂક્ષ્મ સાઘારણનાં દારિકશરીરો અસંખ્યાતાં એકબીજામાં પ્રવેશ કરીને પણ રહ્યાં છે. પુનઃ દરેક સમયે સાધારણ વનસ્પતિના એકેક શરીરમાં જે અનન્ત જીવો છે, તેમાંના અસંખ્યાતમા ભાગ જેટલા અનન્ત જીવો પ્રતિસમય જન્મે છે, અને પ્રતિસમય મરણ પામે છે. જે કારણથી કહ્યું છે કે –
एगो असंखभागो, वट्टइ उव्वट्टणोववायंमि ।
एगनिगोए निच, एवं सेसेसु वि सएवं ।।१।। અર્થ: એક નિગોદને વિષે નિત્ય-પ્રતિસમય એક અસંખ્યાતમો ભાગ નિરન્તર ઉદ્વર્તન અને ઉપપાતમાં (જન્મ - મરણમાં) વર્તે છે, એ પ્રમાણે શેષ નિગોદોમાં પણ દરેકમાં સદાકાળ એક અસંખ્યાતમો ભાગ જન્મે છે અને મરે છે. /૧] અહીં એક અસંખ્યાતમો ભાગ તે અનન્ત લોકાકાશના આકાશપ્રદેશ જેટલો જાણવો. અને સર્વ નિગોદના સર્વ જીવો પણ અનન્ત લોકાકાશના આકાશપ્રદેશ જેટલા છે. પરન્તુ જન્મ - મરણમાં વર્તતા અનન્ત લોકથી સર્વ જીવના અનન્ત લોક અસંખ્યાતગુણા જાણવા. શ્રી પ્રજ્ઞાપનાજી મૂળ સૂત્રમાં કહ્યું છે કે –
लोगागासपएसे, निगोयजीवं ठवेहि इक्किक्कं ।
एवं मविजमाणा, हवंति लोगा अणंता उ ।।२।। [ અર્થ : લોકાકાશના એકેક પ્રદેશમાં નિગોદના એકેક જીવને સ્થાપીએ તો એ પ્રમાણે નિગોદજીવોનું પ્રમાણ માપતાં અનન્તા લોકાકાશ જેટલું થાય. ] તથા પ્રત્યેક વનસ્પતિના સર્વ જીવો અસંખ્યાત લોકાકાશ જેટલા છે, તેથી જન્મ - મરણમાં પણ પ્રતિસમય અસંખ્ય લોકાકાશ (અસંખ્યાતમા ભાગ જેટલા અસંખ્ય લોકાકાશ)ના આકાશપ્રદેશ જેટલા જ અસંખ્યાતા પ્રાપ્ત થાય. જે કારણથી કહ્યું છે કે –
लोगागासपएसे, परित्तजीवं ठवेहि इक्कि.क्कं ।
एवं मविज्जमाणा, हवंति लोगा असंखिज्जा ।।३।। [અર્થ પ્રત્યેક વનસ્પતિના એકેક જીવને લોકાકાશના એકેક આકાશપ્રદેશ ઉપર સ્થાપીએ તો એ પ્રમાણે માપતાં પ્રત્યેક વનસ્પતિ જીવો અસંખ્યાતા લોકાકાશ જેટલા થાય. ||all] એ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિ જીવો પ્રતિસમય અસંખ્યાતા લોકાકાશ જેટલા જ જન્મ - મરણ પામે છે.
Jain Education International
For Privat 32&rsonal Use Only
www.jainelibrary.org