________________
સમકાળે સિદ્ધ થાય તો તે એક જ સમય સિદ્ધિ થાય, અને ત્યારબાદ (બીજાદિ સમયે તો અવશ્ય) અન્તરકાળ જ પ્રાપ્ત થાય. ડ્વેસમયનિરન્તરસિદ્ધિઃ ।। (આ અભિપ્રાય આ ગ્રંથના વૃત્તિકર્તાનો કહ્યો, અને હવે એ વૃત્તિકર્તા પોતે બીજા આચાર્યોનો અભિપ્રાય આ બાબતમાં જુદો દર્શાવે છે તે આ પ્રમાણે -)
અન્ય આચાર્યો આ નિરન્તર સિદ્ધિની બાબતમાં જુદા અભિપ્રાયથી આ પ્રમાણે ] કહે છે કે - પ્રથમ સમયે જઘન્યથી એક સિધ્ધ થાય અને ઉત્કૃષ્ટથી બત્રીસ સિદ્ધ થાય. ત્યાર બાદ બીજે સમયે જઘન્યથી એક સિદ્ધ થાય અને ઉત્કૃષ્ટથી અડતાલીસ સિધ્ધ થાય. ત્યારબાદ ત્રીજે સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સાઠ સિદ્ધ થાય. ચોથે સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી બોતેર (૭૨) સિદ્ધ થાય. પુનઃ પાંચમા સમયે જઘન્યથી એક સિદ્ધ થાય અને ઉત્કૃષ્ટથી ચોર્યાસી સિદ્ધ થાય. પુનઃ છઠ્ઠા સમયે જઘન્યથી એક સિદ્ધ થાય અને ઉત્કૃષ્ટથી છઠ્ઠું સિદ્ધ થાય. પુનઃ સાતમા સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી એકસો બે સિદ્ધ થાય. અને આઠમા સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ (એકસો આઠ) સિદ્ધ નિરન્તર સિદ્ધિ પામતા પ્રાપ્ત થાય છે. આ વ્યાખ્યા શ્રી પ્રજ્ઞાપનાદિ સિદ્ધાન્તની સાથે વિરોધવાળી જણાય છે. માટે તે તાત્ત્વિક વ્યાખ્યા છે કે અતાત્ત્વિક તે શ્રી બહુશ્રુતો જ જાણે. એ પ્રમાણે ૨૪૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૫૨૪૮
અવતરણ: હવે એ આઠ સમય સુધીની નિરન્તર સિદ્ધિમાં જે ઉત્કૃષ્ટથી બત્રીસ આદિ સંખ્યાનો નિયમ પૂર્વ ગાથાની વૃત્તિમાં કહ્યો તે જ સંખ્યાની સંગ્રહગાથા કહેવાય છે ઃ
बत्तीसा अडयाला, सट्टी बाबत्तरी य बोधव्या ।
चुलसीई छण्णउई, दुरहिय अदुत्तरस्यं च ॥ २४९ ॥
થાર્થ : બત્રીસ-અડતાલીસ-સાઠ - બોત્તેર-ચોર્યાસી-છઠ્ઠું - બે અધિક સો (૧૦૨), અને આઠ અધિક સો (એકસો આઠ) એ પ્રમાણે નિરન્તર સિદ્ધિનો સંખ્યાસંગ્રહ (૩૨-૪૮-૬૦-૭૨-૮૪-૯૬-૧૦૨-૧૦૮ પ્રમાણે) જાણવો. ।।૨૪લ્લા
ટીાર્થ જ્યારે પ્રતિસમય જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી બત્રીસ સિદ્ધ થાય, ત્યારે ઉત્કૃષ્ટથી નિરન્તરપણે આઠ સમય સુધી સિદ્ધિકાળ વર્તતો જાણવો. વળી જ્યારે તેત્રીસથી પ્રારંભીને અડતાલીસ સુધી પ્રતિસમય સિદ્ધ થાય ત્યારે ઉત્કૃષ્ટથી નિરન્તર સાત સમય સુધી સિદ્ધ થાય. વળી જ્યારે ઓગણપચાસથી પ્રારંભીને સાઠ સુધી પ્રતિસમય સિદ્ધ થાય ત્યારે ઉત્કૃષ્ટથી નિરન્તર છ સમય સુધી સિદ્ધ થાય. વળી જ્યારે એકસઠથી પ્રારંભીને બોતેર સુધી પ્રતિસમય સિદ્ધ થાય ત્યારે ઉત્કૃષ્ટથી નિરન્તરપણે પાંચ સમય સુધી સિદ્ધ થાય. વળી જ્યારે તોતેરથી પ્રારંભીને ચોર્યાસી સુધી પ્રતિસમય સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી નિરન્તરપણે ચાર સમય સુધી સિદ્ધ થાય. વળી જ્યારે પંચાસીથી પ્રારંભીને છઠ્ઠું સુધી પ્રતિસમય સિદ્ધ થાય ત્યારે ઉત્કૃષ્ટથી નિરન્તરપણે ત્રણ સમય સુધી સિદ્ધ થાય. વળી જ્યારે સત્તાણુંથી પ્રારંભીને એકસો બે સુધી પ્રતિસમય સિદ્ધ થાય ત્યારે ઉત્કૃષ્ટથી નિરન્તરપણે બે સમય સુધી સિદ્ધ થાય. અને જ્યારે એકસો
Jain Education International
For PrivaPersonal Use Only
www.jainelibrary.org