________________
ત્રણથી પ્રારંભીને એકસો આઠ સુધીમાં કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તો એક જ સમય સિદ્ધ થાય. એ પ્રમાણે જીવોને સિદ્ધિ- પ્રાપ્તિનો નિરન્તરકાળ કહ્યો. ત્યારબાદ સર્વત્રા (નવમાદિ સમયે-અષ્ટમાદિ સમયે - સહમાદિ સમયે-ષષ્ઠાદિ સમયે- પંચમાદિ સમયે - ચતુર્થાદિ સમયેતૃતીયાદિ સમયે અને દ્વિતીયાદિ સમયે) અવશ્ય સમયાદિકનું (જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ માસ સુધીનું) અત્તર પડવાથી કોઈપણ સિદ્ધ થાય નહિ, એ સર્વ વાત પૂર્વે પણ કહેલી છે (પૂર્વ ગાથાની વૃત્તિમાં કહી છે) જ, છતાં શિષ્યના ઉપકાર માટે પુનઃ કહી.
' એ પ્રમાણે સિદ્ધોની નિરન્તર સિદ્ધિ જે આઠ સમય સુધી કહી તે એકથી પ્રારંભીને બત્રીસ સુધીની સંખ્યામાં સિદ્ધ થતા જીવોની જ જાણવી. કારણ કે ગાથામાં વ સિદ્ધા એ પ્રમાણે (અત્તરની ૨૪૮મી ગાથાના પર્યન્ત) નિર્દેશ કરેલો હોવાથી અહીં એ જ વ્યાખ્યા (અથવા ગાથાના પદને અનુસાર વ્યાખ્યા) છે. (પરન્તુ સાત સમયની, છ સમયની નિરન્તર સિદ્ધિ છે કહી તે નવ સિદ્ધાdi પદમાંથી પ્રાપ્ત થતી નથી. કારણ કે “ ઇવ’ = આઠ જ સમય' એમ નિશ્ચયપૂર્વક કહેવાથી સાત આદિ સમયની નિરન્તર સિદ્ધિ ગાથામાંથી પ્રાપ્ત થતી નથી.) માટે જે તેત્રીસ આદિથી અડતાલીસ આદિ સુધીની સંખ્યામાં સિદ્ધ થતા સિદ્ધોની નિરન્તર સિદ્ધિ જે સાત સમય આદિ (૭-૬-પ-૪-૩-૨-૧ સમયની) કહી તે પ્રસંગથી જ કહી છે (અર્થાત્ સાત સમયની – છ સમયની ઇત્યાદિ નિરન્તર સિદ્ધિ પ્રસંગથી જ કહી છે).
વળી આ - ઉપર કહેલી ગાથા વડે (વત્તીસા ડેયીની ઈત્યાદિ પદવાળી ગાથા વડે) બત્રીસ આદિ ઉત્કૃષ્ટ સંખ્યાપદ સંગૃહીત કર્યા છે, પરંતુ જઘન્ય સંખ્યાપદ કહ્યાં નથી (અર્થાત્ અાદિ સમયની નિરન્તર સિદ્ધિમાં ઉત્કૃષ્ટથી બત્રીસ આદિ સિદ્ધો મોક્ષે જાય, પરન્તુ જઘન્યથી કેટલા સિદ્ધ મોક્ષે જાય તે કહ્યું નથી માટે) જઘન્ય સંખ્યાપદો તો સર્વત્ર પોતાની મેળે જ (૧-૩૩-૪૯-૬૧-૭૩-૮૫-૯૭-૧૦૩ એ જઘન્ય સંખ્યાઓ) જાણી લેવી.
(વળી ૨૪૮મી ગાથામાં તો વ પદથી આઠ જ સમયો નિરન્તર સિદ્ધિ માટે કહ્યા છે તો સાત, છ ઇત્યાદિ સમયો શું આધારે કહ્યા? એ આશંકા ન થવા માટે વૃત્તિકર્તા જણાવે છે કે –) આઠ આદિ સમયોનો સંગ્રહ આ કહેવાતી ગાથા વડે જ જાણવો. (તે ગાથા દર્શાવાય છે તે આ પ્રમાણે-).
अट्ठ य सत्त य छप्पंच, चेव चत्तारि तिन्नि दो एक्क ।
बत्तीसाइपएसुं, समया भणिया जहासंखं ।।१।। [અર્થ - બત્રીસ આદિ સંખ્યાપદોમાં અનુક્રમે આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક, આઠ પ્રકારના સમયો કહ્યા છે - તિ થાર્થ:].
બીજા પ્રકારની વ્યાખ્યામાં તો (સાત આદિ સમયોમાં પણ જઘન્યથી ૧ સિદ્ધ થાય એ પૂર્વે કહેલી મતાન્તરની વ્યાખ્યામાં) સાત આદિ સમયનો પક્ષ કહ્યો જ નથી. (એટલે નિરન્તર આઠ સમયની સિદ્ધિ સંબંધી વ્યાખ્યા કરી છે, પરન્તુ સાત સમયની સિદ્ધિમાં કયો સંખ્યાક્રમ જાણવો? તે સંબંધે કંઈપણ કહ્યું નથી.) અને કેવળ આઠ સમયની નિરન્તર સિદ્ધિમાં આઠ સમયોને વિષે અનુક્રમે જે બત્રીસ આદિ આઠ ઉત્કૃષ્ટ સંખ્યાપદો કહ્યાં છે આ ઉપર કહેલી ગાથા
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org