________________
વડે જ (વત્તીસા મડયાના એ ગાથા વડે જ) સંગ્રહ્યાં - કહ્યાં છે. અને જઘન્યાદિ સંખ્યાપદો તો આઠે સમયોમાં એક, બે આદિ જ કહ્યાં છે. અને તે તો (સર્વત્ર જઘન્યથી ૧-૨ સિદ્ધ કહેવા તે તો) સુખે યાદ રહી શકે તેમ છે. એ બાબતની વિશેષ ચર્ચાથી સર્યું. વળી એ પ્રક્ષિપ્ત ગાથા (વસ્તી ગડયાના એ ગાથા પ્રક્ષિપ્ત) છે, કારણ કે પૂર્વ ટીકાકારે (આ વૃત્તિકર્તાથી પહેલાંના વૃત્તિકર્તાએ) સાક્ષાત્ રીતે આ ગાથાની વ્યાખ્યા (વૃત્તિ) કરેલી નથી, તેમજ આ જીવસમાસની બીજી પ્રતિઓમાં પણ કોઈમાં એ ગાથા દેખવામાં આવતી નથી. જેથી કેવળ સંગ્રહાર્થીઓને (ઉપયોગી ઉપયોગી ગાથાઓનો સંગ્રહ કરનાર અથવા યાદ રાખનારને) આ ગાથા વિશેષ ઉપયોગી જાણીને એની વ્યાખ્યા - વૃત્તિ કરી છે. એ ૨૪૯મી ગાથાનો અર્થ સમાપ્ત . l/૨૪૯.
૧. વત્તા કથાના એ ગાથા કેવળ ઉત્કૃષ્ટ સંખ્યાપદો કહેનારી હોવાથી આઠ આદિ સમયની આઠ પ્રકારની નિરન્તર સિદ્ધિનો જે અર્થ વૃત્તિકર્તાએ બહુમતે કહ્યો છે તે પણ ઉત્કૃષ્ટ સંખ્યાથી પ્રાપ્ત થાય છે અને જે સાત આદિ સમયભેદરહિત કેવળ આઠ જ સમયની એક પ્રકારની નિરન્તર સિદ્ધિનો જે મતાન્તરીય અર્થ ઉત્કૃષ્ટ સંખ્યાથી દર્શાવ્યો તે અર્થ પણ એ ગાથા ઉપરથી નીકળી શકે છે, એ પ્રમાણે ઉત્કૃષ્ટ સંખ્યાપદ સંબંધી અર્થ તો એક જ ગાથા ઉપરથી બન્ને રીતે નીકળી શકે છે. અને જઘન્ય સંખ્યાપદના સંબંધમાં તો આ ગ્રંથકર્તાએ કોઈ ગાથા કહી જ નથી. તેમજ આ ગાથા વૃત્તિકર્તાએ પ્રક્ષિપ્ત કરેલી છે, અને પ્રક્ષિપ્તની જ વ્યાખ્યા કરી છે. ગ્રંથકર્તાએ તો નિરન્તર સિદ્ધિના સંબંધમાં ૨૪૮મી ગાથામાં જ સફ્ટવ સિદ્ધાઇ એટલું જ માત્ર કહ્યું છે. જેથી એ બે પ્રકારના અર્થમાંથી આ ગ્રંથકત પોતે કયો અર્થ કહે છે ? તે સ્પષ્ટ થઈ શકે નહિ. કારણ કે લવ રિધ્ધા એ પદ ઉપરથી પણ બન્ને પ્રકારના અર્થો પ્રગટ કરવા હોય તો કહી શકાય છે. વળી એ પદમાં વકાર હોવાથી બીજા અર્થને કંઈક વિશેષ પોષણ પણ મળી શકે, એ પ્રમાણે આ ગ્રંથમાં સ્પષ્ટ ન હોવા છતાં પણ મટેવ સિધ્ધાપુ એ પદ ઉપરથી અથવા તો વત્તી સડયાના એ પ્રક્ષિપ્ત ગાથા ઉપરથી પણ પહેલા પ્રકારનો અર્થ ઉપજાવવો વિશેષ યોગ્ય હોઈ શકે, કારણ કે શ્રી પ્રજ્ઞાપના વૃત્તિ આદિ અનેક ગ્રંથમાં આ વૃત્તિકર્તાનો કહેલો અર્થ વિશેષ મળી આવે છે, તે વૃત્તિનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે -
बत्तीसा अडयाला, सट्ठी बावत्तरी य बोधव्वा ।
चुलसीई छन्नउई उ, दुरहियमठुत्तरसयं च ||१|| શિષ્યજનના ઉપકારને અર્થે એ ગાથાની વ્યાખ્યા કરાય છે - આઠ સમય સુધી નિરન્તરપણે એકથી પ્રારંભીને બત્રીસ સુધી સિદ્ધ થતા પ્રાપ્ત થાય છે, એટલે શું કહ્યું? તે કહે છે. પહેલે સમયે જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સુધી સિદ્ધ થાય છે. વળી બીજે સમયે પણ જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સુધી સિદ્ધ થાય છે. એ પ્રમાણે યાવતું (ત્રીજે, ચોથે, પાંચમે, છઠ્ઠ, સાતમે અને) આઠમે સમયે પણ જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સુધી સિદ્ધ થાય છે. ત્યારબાદ (નવમે સમયે) નિશ્ચયથી અવશ્ય અંતર પડે જ. (એટલે કોઈપણ સિદ્ધ ન જ થાય). તથા તેત્રીસથી પ્રારંભીને અડતાલીસ સુધીની સંખ્યામાં જો નિરન્તર સિદ્ધ થાય તો સાત સમય સુધી જ નિરન્તર સિદ્ધ થાય, અને ત્યારબાદ અવશ્ય અન્તર પડે. તથા ઓગણપચાસથી પ્રારંભીને સાઠ સુધીની સંખ્યામાં નિરન્તર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી છ સમય સુધી જ સિદ્ધ થાય, અને ત્યાર બાદ અવશ્ય અંતર પડે. તથા એકસઠથી પ્રારંભીને બોતેર સુધીની સંખ્યામાં જો નિરન્તર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી જ, અને ત્યારબાદ અવશ્ય અત્તર પડે. તથા ૭૩થી ૮૪ સુધીની સંખ્યામાં ચાર સમય સુધી નિરન્તર સિદ્ધ થાય, ત્યારબાદ અવશ્ય અત્તર પડે. તથા પંચાસીથી પ્રારંભીને છન્ન સુધીની સંખ્યામાં નિરન્તર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી જ સિદ્ધ થાય, અને ત્યારબાદ અવશ્ય અત્તર પડે. તથા સત્તાણુંથી એકસો બે સુધી નિરન્તર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી બે સમય સુધી જ સિદ્ધ થાય, ત્યારબાદ અવશ્ય અત્તર પડે. તથા એકસો ત્રણથી પ્રારંભીને એકસો આઠ સુધી નિરન્તર સિદ્ધ થાય તો (ઉત્કૃષ્ટથી વા જઘન્યથી) એક જ સમય સિદ્ધ થાય, પરન્તુ બે-ત્રણ આદિ સમય સુધી સિદ્ધ ન થાય. (એ પ્રમાણે પહેલા પ્રજ્ઞાપના પદમાં અનેકસિદ્ધ સંબંધી વ્યાખ્યામાં કહ્યું છે.) તથા બૃહસંગ્રહણીની વૃત્તિમાં પણ જ ભાવાર્થ કહ્યો છે.
પુનઃ બીજા મત પ્રમાણે જે આઠે સમય સુધીમાં જઘન્યથી એક-બેની સિદ્ધિ કહી છે, તે બાબતમાં આ ગ્રંથના વૃત્તિકર્તાએ સાત સમયની, છ સમયની ઇત્યાદિ શેષ સાત નિરન્તર સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી એમ કહ્યું છે તે પણ ઠીક
છે. કારણ કે વિચાર કરતાં એ બીજા મતમાં સમયનાં આઠ સ્થાન પડતાં નથી પરન્તુ આઠ સમયનું માત્ર એક જ સ્થાન Jain Education International For Private Orsonal Use Only
www.jainelibrary.org