________________
શેષ પૃથ્વીકાયાદિ ચાર નિકાયના જીવો દરેક અસંખ્યાત અસંખ્યાત જ (અસંખ્ય લોકાકાશના પ્રદેશરાશિ પ્રમાણ જ) છે, તે કારણથી એ ચાર નિકાયના જીવોમાં જન્મતા અને મરણ પામતા જીવો પ્રતિસમય અસંખ્યાતા જ પ્રાપ્ત થાય છે, એ તાત્પર્ય છે. એ ૨૪૭ મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૪૭થી તિ ઇચ્છેન્દ્રિયેષુ પ્રતિસમયે ઉદ્વર્તનો પતિપ્રમામ્ //
નવતર : પૂર્વ ગાથામાં નિરન્તર ઉત્પન્ન થતા અને મરણ પામતા એકેન્દ્રિયજીવોની (પાંચે કાયની) જીવસંખ્યા દર્શાવીને હવે આ ગાથામાં દ્વીન્દ્રિયાદિ ત્રસજીવો પ્રતિસમય કેટલા ઉત્પન્ન થાય છે? અને કેટલા મરણ પામે છે ? અને તેનું જન્મ - મરણ નિરન્તર ચાલુ રહે તો કેટલા કાળ સુધી ચાલુ રહે ? તે સ્વરૂપનું નિરૂપણ કરાય છે :
आवलियअसंखेजइ - भागेऽसंखेजरासि उववाओ ।
संखियसमये संखेज्जयाण, अद्वैव सिद्धाणं ॥२४८॥
થાર્થ : દ્વિીન્દ્રિયાદિ સાત પ્રકારના અસંખ્ય-જીવરાશિઓમાં પ્રતિસમય] આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી નિરન્તર અસંખ્યાત જીવો જન્મે છે, અને અસંખ્યાત-જીવો મરણ પામે છે. તથા સંખ્યાત રાશિવાળા જીવભેદોમાં નિરન્તર સંખ્યાત સમય સુધી સંખ્યાતરાશિપ્રમાણ ઉપપાત - જન્મ અને મરણ ચાલુ રહે છે. અને સિધ્ધોની નિરન્તર ઉત્પત્તિ આઠ જ સમય સુધી ચાલુ રહે છે. [એ ઉત્કૃષ્ટ સતતોત્પત્તિકાળ કહ્યો, અને જઘન્યથી તો સર્વત્ર એક સમય જ.] Il૨૪૮ll
ટીવાર્થ : અહીં પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોના જન્મ-મરણ [ની સંખ્યા તથા તેના સતતકાળ] સંબંધી વિચાર તો અનન્તર (પૂર્વ) ગાથામાં દર્શાવ્યો, માટે હવે સામર્થ્યથી જ સમજાય છે કે આ ગાથામાં દ્વીન્દ્રિયાદિ ત્રસજીવોના જન્મ-મરણ સંબંધી વિચાર કહેવાનો છે, એમ જાણવું. [અહીં ગાથામાં ત્રસજીવ સ્પષ્ટ કહ્યા નથી માટે જ એટલી વક્તવ્યતા અહીં કહેવી પડી, અર્થાત્ ત્રસજીવોને સામર્થ્યથી - અથપત્તિથી ગ્રહણ કરવા પડ્યા]. તે કારણથી કીન્દ્રિયાદિ જીવો સૂરમાં (આ ગાથામાં) નહિ કહ્યા છતાં પણ અધ્યાહારથી (સામર્થ્યથી) ગ્રહણ કરાય છે જ. અને તેથી સંવેઝરસિ ૩વવાનો એટલે જે જીવભેદોમાં દરેકમાં અસંખ્ય જીવનો રાશિ છે, તેવા અસંખ્યાત રાશિવાળા હીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય-પંચેન્દ્રિય તિર્યંચ -સમૂર્છાિમ મનુષ્ય અને પ્રતિષ્ઠાન નરકાવાસ સિવાયના નારકો તથા સર્વાર્થસિદ્ધ વિમાન વર્જીને શેષ દેવલોકના દેવ એ સાત પ્રકારના ત્રસજીવના સમુદાયો (એટલે ત્રસજીવના ભેદો) તે દરેક ભેદ અસંખ્ય અસંખ્ય જીવરાશિવાળો છે. તેથી, અહીં ગાથામાં સંવેઝરસિ’ એ પદમાં સપ્તમી વિભક્તિનો તેમજ બહુવચનનો લોપ (પ્રાકૃત હોવાથી) થયો છે; જેથી તે લુપ્ત વિભક્તિ અને વચન પ્રમાણે અર્થ કરીએ તો “અસંખ્યાત રાશિઓમાં” એટલે ત્રસજીવોની એ દરેક સાતે રાશિઓમાં જીવોનો પ્રતિસમય નિરન્તર ઉપપાત - જન્મ થાય છે. કેટલા કાળ સુધી નિરન્તર ઉત્પત્તિ થાય છે ? તે કહે છે કે – નવનિયમસંવેઝરૂમનો એટલે આવલિકાના
Jain Education International
For P 3C4 Personal Use Only
www.jainelibrary.org