________________
જીવભેદો સંબંધી) કાળ કહીને હવે એ કાળદ્વારનો ઉપસંહાર કરવાની ઈચ્છાએ ગ્રંથકર્તા તેના ઉપસંહાર સંબંધી આ ગાથા કહે છે :
एत्थ य जीवसमासे, अणुमज्जिय सुहुमनिउणमइकुसलो ।
सुहुमं कालविभागं, विभएज सुयम्मि उवउत्तो ॥२४०॥ ગથાર્થ : એ પ્રમાણે સૂક્ષ્મ અને નિપુણ બુદ્ધિ વડે કુશલ એવો જ્ઞાતા અત્યંત વિચાર કરી કરીને શ્રુતને - સિદ્ધાન્તને વિષે ઉપયોગવાળો થયો - વર્તતો છતો આ જીવસમાસમાં (ગુણસ્થાનોમાં અથવા જીવભેદોમાં) કાળવિભાગને (કાળ નામના પાંચમા અનુયોગદ્વારને) સૂક્ષ્મ રીતે વિભજે – વહેંચે – જાણે – પ્રાપ્ત કરે. // ૨૪૦ણી
ટીછાર્થ : શ્રુતરૂપી સમુદ્ર અનન્ત છે, તેથી તેમાં કહેલા જીવસમાસ સંબંધી પદાર્થો પણ અપરિમિત - અપાર છે. તો તે દરેક પદાર્થોનો હું કેટલાની સ્થિતિકાળ કહું ? (અર્થાત શ્રુતસમુદ્રમાં પ્રરૂપેલા દરેક પદાર્થની સ્થિતિકાળ કહેતાં પાર ન આવે). તે કારણથી કાળદ્વાર વડે વિચારવા માંડેલા (કહેવા માંડેલા) એ જીવસમાસોમાં કેટલાક સ્થૂલ સ્થૂલ પદાર્થોનો પણ (કેટલાક મુખ્ય મુખ્ય પદાર્થોનો) કાળ મેં કહેલો હોવાથી હવે બીજા જે સૂક્ષ્મ પદાર્થો સૂક્ષ્મમતિબુદ્ધિવાળાથી જ જાણી શકાય એવા બાકી રહ્યા હોય તે સર્વમાં જીવસમાસ સંબંધી કાળવિભાગ એટલે સ્થિતિકાળના ભેદ જે જે પ્રમાણે સંભવતા હોય તે પ્રમાણે શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાળા બુદ્ધિમાનો શ્રતને અનુસારે જ વિભજે – જાણે – પ્રરૂપે. એટલે પોતાની મેળે જ તે તે પ્રકારના કાળવિભાગ વડે તે તે સૂક્ષ્મ પદાર્થની પ્રરૂપણા કરે. અહીં ગાથામાં નીવસમારે એ પદ એક વચનાત્ત હોવા છતાં અર્થમાં વચનવ્યત્યય વડે (પ્રાકૃતમાં વચનનો ફેરફાર થતો હોવાથી તે પ્રમાણે ફેરફાર કરીને) નીવસમાપુ એ બહુવચનાન્ત અર્થ કરવો. હવે ઉપર કહ્યું કે – પોતાની મેળે કાળવિભાગની પ્રરૂપણા કરે, તો તે કેવી રીતે પ્રરૂપણા કરે? તે કહે છે - હનુમત્ર - એટલે તર્કયુક્તિ દ્વારા વિચાર કરીને તે જ મૃતરૂપી સમુદ્રનું સમ્યક્ પ્રકારે અવગાહન કરીને (અર્થાત્ યુક્તિપૂર્વક સિદ્ધાન્તના પદાર્થો જાણીને) પ્રરૂપણા કરે. એવું સમવગાહન કરીને કોણ પ્રરૂપણા કરે? તે કહે છે સુમન૩UTHફસનો = સૂક્ષ્મનિપુણમતિકુશલ એટલે અતિકઠિન (દુ:ખે જાણી શકાય એવા) પદાર્થોની અંદર પણ જેની મતિ-બુદ્ધિ પ્રવેશ કરીને તત્ત્વબોધવાળી (રહસ્ય જાણનારી) થતી હોય તેથી સૂક્ષ્મ, (સૂક્ષ્મ એ મતિનું વિશેષણ છે); તથા સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ અને અતિઘણા સૂક્ષ્મ એવા પદાર્થોને જાણવામાં દક્ષ-નિપુણ હોવાથી નિપુણ એવી મતિ જેની છે તે સૂક્ષ્મનિપુણમતિવાળો જીવ (પ્રરૂપણા કરે). અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે :
જેની મતિ સૂક્ષ્મ અને નિપુણ ન હોય તેવો અન્ય મનુષ્ય (સ્થૂલ - અનિપુણમતિવાળો મનુષ્ય) તો ઉપરની ગાથાઓમાં જે પદાર્થોનું કથન કર્યું છે તેનું અવધારણ કરી શકે એ વાત પણ સંદેહાસ્પદ છે; તો તેવો મનુષ્ય, પોતાની મતિથી, શેષ - ન કહેલા પદાર્થોનું ચિંતન કે પ્રરૂપણ કરી શકે તે વાત દૂરસ્થિત – અસંભવિત જ છે. એટલે ઉપર કહી તેવી, સૂક્ષ્મ અને નિપુણ મતિ ધરાવતો કોઈ મનુષ્ય જ, શ્રતને અનુસારે વિચારી વિચારીને, બીજા પણ
Jain Education International
For Privsepersonal Use Only
www.jainelibrary.org