________________
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – સ્કંધ સાથે પ્રતિબદ્ધ નહિ એવો એકાકી – છૂટો પરમાણુ પરમાણુપણે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી કાયમ રહે છે (અને ત્યાર બાદ અવશ્ય સ્કંધમાં સંબંધવાળો થઈ પ્રદેશરૂપે થાય છે, - એ ભાવાર્થ છે). એ પ્રમાણે દ્વયણુક અંધ (બે પરમાણુ મળીને બનેલો સ્કંધો પણ હયણુક સ્કંધ સ્વરૂપે એટલા જ સ્થિતિકાળવાળો (એટલે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી સુધી રહેનારી) છે, એમ જાણવું. તેવી જ રીતે વ્યણુક (ત્રણ પરમાણુનો બનેલો) સ્કંધ તથા ચતુરણુક સ્કંધ (ચાર પરમાણુનો બનેલો સ્કંધ) યાવત્ અનન્તાણુક (અનન્ત પરમાણુનો બનેલો) સ્કંધ પણ એટલી સ્થિતિ વાળો કહેવો. એ ૨૪૨ મી ગાથાનો અર્થ સમાપ્ત. T/૨૪૨ા તિ પુનિદ્રવ્યસ્થિતિનિઃ, તત્સમાતી સમાસ ગનીદ્રવ્યાણ સ્થિતિન: || समाप्त पञ्चमं कालद्वारम् ।।
છે અથ નવસમાપુ ષષ્ઠ સત્તરદ્વારમું . અવતરણ: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં પાંચે અજીવદ્રવ્યોનો સ્થિતિકાળ કહ્યો, અને તે કહેવાથી જીવોનો તથા અજીવોનો કાળવિચાર પણ સમાપ્ત થયો. અને તે સમાપ્ત થવાથી નવ અનુયોગદ્વારમાંનું પાંચમું કાળદ્વાર પણ સમાપ્ત થયું. હવે સંત પરૂવાથી એ પદવાળી નવ અનુયોગદ્વારની ગાથામાં જ કહેલું છઠ્ઠું સ્તરદ્વાર કહેવાની ઈચ્છાએ એ અન્તરદ્વારમાં જે કંઈ કહેવાનું છે, તેની પ્રથમ પ્રતિજ્ઞા કરવાને (એટલે હવે અત્તરદ્વાર કહું છું એમ કહેવાને) પ્રથમ અન્તરદ્વારનું સ્વરૂપ શું છે? (અર્થાત્ અન્તરદ્વાર એટલે શું?) તે કહેવાની ઈચ્છાએ ગ્રંથકર્તા પ્રથમ આ અત્તરદ્વારના સ્વરૂપ સંબંધી) ગાથા કહે છે :
जस्स गमो जत्थ भवे, जेण य भावेण विरहिओ वसइ ।
जाव न उवेइ भावो, सो चेव तमंतरं हवइ ॥२४३॥
થાર્થ : જેની જ્યાં ગતિ-ઉત્પત્તિ હોય તે પ્રથમ કહીને) તે જીવાદિ પદાર્થ જે ભાવ વડે વિરહિત હોય, અને જ્યાં સુધી તે ભાવ પ્રાપ્ત ન કરે તે નિશ્ચયે અન્તર (અર્થાત અન્તર એટલે પદાર્થમાં વિવક્ષિત ભાવનો વિરહકાળ) કહેવાય છે. /ર૪૩ી
ટીફાર્થ : મરણ પામેલા અને તેથી પરભવમાં જતા એવા જે મનુષ્યાદિની નરકગતિ અથવા તિર્યંચગતિ વિગેરેમાં ગામ = ગમન – ઉત્પત્તિ હોય તે ગતિ આ અત્તરદ્વારમાં પ્રથમ કહેવાશે. અહીં તે પ્રથમ કહેવાશે” એ વાક્ય અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે (પરન્તુ ગાથામાં કહ્યું નથી). હવે કેન્સરનું સ્વરૂપ તો આ પ્રમાણે જાણવું કે – કઈ રીતે જાણવું? તે કહે છે – પ્રથમ અનુભવ કરેલા જે નારકાદિપર્યાયરૂપ ભાવ વડે જીવ વિરહિત એટલે વિયુક્ત – રહિત થયો છતો મનુષ્યત્વાદિ બીજા પર્યાયમાં વર્તતો હોય, અને તે પૂર્વે અનુભવેલો નારકાદિપર્યાય પુનઃ
જ્યાં સુધી પ્રાપ્ત ન કરે, એટલે તે નારકાદિપર્યાય પુનઃ અનુભવમાં જ્યાં સુધી ન આવે ત્યાં ૧. દ્રવ્યણુક અંઘનો અસંખ્ય અવસર્પિણી – ઉત્સર્પિણીરૂપ ઉત્કૃષ્ટ કાળ પૂર્ણ થયા બાદ તે સ્કંધ કાં તો ચણુક સ્કંધ રૂપે થાય, અથવા તો બે અણુ છૂટા પડી જઈ છૂટા જ રહે,
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org