________________
સુધીનો જે કોઇ અંતરાલ કાળ (વચ્ચેનો વિરહિતકાળ) હોય તે વિરહિત કાળ એ જ અત્તરનું સ્વરૂપ જાણવું (અર્થાત્ અત્તર એટલે વિરહકાળ જાણવો). જેમ કોઈ જીવ કે જેણે પ્રથમ નારકનો પર્યાય અનુભવ્યો, અને ત્યારબાદ ત્યાંથી નીકળીને નારકપર્યાયરહિત અનન્ત કાળ સુધી મનુષ્યાદિ પર્યાયોમાં જ રહ્યો. અને તેટલા અનન્ત કાળને અત્તે (તે વચ્ચેનો અનન્ત કાળ વ્યતીત થયા બાદ) જે મોક્ષમાં ન જાય તો અવશ્ય તે જીવને પુનઃ નારકપર્યાય પ્રાપ્ત થાય જ. તે કારણથી નરકગતિ સિવાયની અન્ય અન્ય ગતિઓમાં પર્યટન કરતા તે જીવનો જે કાળ (નારકપર્યાય રહિત) વ્યતીત થયો તે નારકપણાનું ડાન્તર કહેવાય. એ પ્રમાણે અત્તરનું સ્વરૂપ જાણવું. અહીં ગતિ સંબંધી અન્તરદ્વારનો અર્થ કહ્યો તે તો ઉપલક્ષણ છે. જેથી ગતિવિરહ, ઉત્પત્તિવિરહ આદિ બીજાં બીજાં અન્તરો પણ આ ચાલુ પ્રકરણમાં કહેવાશે. એ ૨૪૩ મી ગાથાનો અર્થ સમાપ્ત. I ૨૪૩
નવતર: હવે અત્તરનો અર્થ પૂર્વ ગાથામાં સમજાવીને તે અત્તરકાળ કહેવામાં અતિઉપકારી - ઉપયોગી હોવાથી પ્રથમ ક્યાં જીવની કઈ ગતિમાં ઉત્પત્તિ હોય છે (એટલે ક્યો જીવ મરીને કઈ ગતિમાં જાય છે) તે કહેવાય છે :
सव्वा गई नराणं, सन्नितिरिक्खाण जा सहस्सारो ।
घम्माए भवणवंतर, गच्छइ सयलिंदिय असण्णी ॥२४४॥ નાથાર્થ : મનુષ્યોની સર્વ ગતિઓ હોય છે (મનુષ્ય મટીને સર્વ ગતિમાં ઉત્પન્ન થાય છે). સંજ્ઞી તિર્યંચોની ઉત્પત્તિ યાવતુ સહસ્ત્રાર આઠમા દેવલોક) સુધી હોય છે. અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો નરકગતિમાં ઉત્પન્ન થાય તો ઘર્મા પૃથ્વી પહેલી રત્નપ્રભા પૃથ્વી) સુધી ઉત્પન્ન થાય, અને દેવગતિમાં ઉત્પન્ન થાય તો ભવનપતિ અને વ્યન્તર દેવમાં જ ઉત્પન્ન થાય (બીજા દેવોમાં નહિ). If૨૪૪ll
રીક્ષાર્થ : પરભવમાં જતાં મનુષ્યની સર્વે ગતિઓ હોય છે, અર્થાત્ તે મનુષ્યો મરણ પામ્યા છતા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ સંસારમાં વર્તતી ચારે ગતિઓમાં તેમજ સંસારથી બહારની પાંચમી સિદ્ધિગતિમાં પણ જાય છે, એ ભાવાર્થ છે.
હવે પ્રથમ તિર્યંચ પંચેન્દ્રિયો બે પ્રકારના છે – સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો. ત્યાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ સંબંધી ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. પરન્તુ એ પંચેન્દ્રિયોનો કેવળ દેવગતિમાં ઉત્પન્ન થવા સંબંધી જે વિશેષ ફેરફાર છે તે કહેવાય છે – સતિરિવUI ના સદસાર = દેવગતિમાં ઉત્પન્ન થવા સંજ્ઞી તિર્યંચા પંચેન્દ્રિયો ભવનપતિ, વ્યત્તર અને જ્યોતિષી એ ત્રણ નિકાયના દેવોમાં તો સર્વત્ર (તે તે નિકાયના સર્વ પ્રતિભેદોમાં) ઉત્પન્ન થાય. પરંતુ જો વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય તો આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જ ઉત્પન્ન થાય. પરન્તુ એથી ઉપરાંતના નવમા આનત આદિ દેવલોકમાં ઉત્પન્ન થાય નહિ. કારણ કે તથા પ્રકારની યોગ્યતાનો અભાવ હોવાથી જ, એ તાત્પર્ય છે. વળી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો પણ નારકાદિ ચારે ગતિઓમાં ઉત્પન્ન થાય. પરન્તુ કેવળ નરકગતિદેવગતિમાં ઉત્પન્ન થાય તો તેમાં જે વિશેષતા છે તે દર્શાવે છે – ઘHTS મવાવંતર ઇત્યાદિ = સકલ એટલે સંપૂર્ણ અર્થાતુ પાંચ ઇન્દ્રિયો જેને હોય તે સમલેન્દ્રિય એટલે પંચેન્દ્રિય અને અસંજ્ઞી
For Privat 30Cersonal Use Only
Jain Education International
www.jainelibrary.org