________________
એટલે સમૂચ્છિમ, અર્થાત્ સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય જો નરકગતિમાં ઉત્પન્ન થાય તો ઘર્મા નામની પહેલી નરકપૃથ્વીમાં જ ઉત્પન્ન થાય. પરન્તુ શેષ બીજી - ત્રીજી આદિ નરકપૃથ્વીઓમાં ઉત્પન્ન ન થાય. વળી તે નરકગતિમાં પણ ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા નારકોમાં જ નારકપણે જ) ઉત્પન્ન થાય, પરન્તુ એથી અધિક આયુષ્યવાળા નારકીપણે ઉત્પન્ન ન થાય, એ વિશેષ છે. અને દેવગતિમાં ઉત્પન્ન થાય તો ભવનપતિ દેવમાં અને વ્યન્તર દેવોમાં જ ઉત્પન્ન થાય, પરન્તુ જ્યોતિષીઓમાં તથા વૈિમાનિક દેવોમાં ઉત્પન્ન ન થાય. વળી તે ભવનપતિ - વ્યન્તરોમાં ઉત્પન્ન થાય તે પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા દેવોમાં જ ઉત્પન્ન થાય પરન્તુ એથી અધિક આયુષ્યવાળા દેવોમાં ઉત્પન્ન ન થાય. એ ૨૪૪મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૪૪ ડૂત मनुष्य-तिर्यक्पञ्चेन्द्रियाणां गतिः ।।
નવતર: પૂર્વ ગાથામાં મનુષ્યોની ગતિ કહીને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય તથા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની ગતિ કહી, તો એકેન્દ્રિયાદિ તિર્યંચો (એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો) કઈ ગતિમાં ઉત્પન્ન થાય? તે આ ગાથામાં કહેવાય છે :
तिरिएसु तेउ वाऊ, सेसतिरिक्खा य तिरियमणुएसु ।
तमतमया सयलपसू, मणुयगई आणयाईया ॥२४५॥
થાર્થ : તેઉકાય (અગ્નિકાય) અને વાયુકાય એ બે એકેન્દ્રિય તિર્યંચો તિર્યંચગતિમાં જ ઉત્પન્ન થાય (શેષ ત્રણ ગતિમાં નહિ). અને શેષ સર્વે તિર્યંચો (પૃથ્વીકાયાદિ ત્રણ એકેન્દ્રિયો અને ત્રણે વિકસેન્દ્રિયો) તિર્યંચગતિમાં અને મનુષ્યગતિમાં એ બે ગતિમાં જ ઉત્પન્ન થાય. તથા સતપસ્ = પંચેન્દ્રિય તિર્યંચો (સંશિઓ)માં તમસ્તમ:પ્રભા નામની સાતમી પૃથ્વી)ના નારકો ઉત્પન્ન થાય, અને આનતાદિ દેવો (નવમા સ્વર્ગથી પ્રારંભીને ઉપરના સર્વે દેવો) મનુષ્ય ગતિમાં જ ઉત્પન્ન થાય (પરન્તુ શેષ ત્રણ ગતિમાં ઉત્પન્ન ન થાય). //ર૪પણી
ટીછાર્થ: તેઉકાય અને વાઉકાય એ બે એકેન્દ્રિય તિર્યંચો કેવળ તિર્યંચોમાં જ (તિર્યંચગતિમાં જ) ઉત્પન્ન થાય. પરન્તુ શેષ ત્રણ ગતિમાં ઉત્પન્ન ન થાય, કારણ કે અગ્નિકાય અને વાયુકાયને ઉત્પન્ન થવાનું તિર્યંચગતિરૂપ એક જ સ્થાન છે, પરન્તુ શેષ નારકગતિ, મનુષ્યગતિ અને દેવગતિરૂપ ત્રણ ગતિઓમાં ઉત્પન્ન થતા નથી. એ ભાવાર્થ છે.
તથા સેસ તિરિઝૂરવા ય ઇત્યાદિ = પૂર્વે કહેલા તેઉકાય અને વાયુકાય એ બે સિવાયના ૧. પલ્યોપમાસંખ્યયભાગ આયુષ્યવાળા નારકો પહેલી પૃથ્વીમાં અને તેના પહેલા જ પ્રતરમાં હોવાથી. ૨. અસંજ્ઞી પંચેન્દ્રિયો પરભવનું આયુષ્ય બાંધે તો ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું જ આયુષ્ય બાંધે. જે કારાથી કહ્યું છે કે - “રૂપવિત્નપૂqછોડી, પત્રિયા સંવસ મા ૩ ૩ સમUT[ ' એટલે એકેન્દ્રિયો અને વિકેલેન્દ્રિયો પરભવ સંબંધી આયુષ્ય પૂર્વક્રોડ વર્ષ પ્રમાણનું બાંધે, અને અસંક્ષિઓ (એટલે અસંજ્ઞી તિર્યંચો) ચારે આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કરે. એ પ્રમાણે હોવાથી દેવ તથા નરકગતિમાં જ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યમાં ઉત્પન્ન થાય એમ નહિ પરન્તુ તિર્યંચગતિમાં અને મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તો પણ ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા છપ્પન અંતર્ધ્વપના યુગલિક મનુષ્યોમાં તેમજ યુગલિક તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. ઈતિ વિશેષઃ.
Jain Education International
For PrivacOersonal Use Only
www.jainelibrary.org