________________
અનાદિ. અને જે અન્ત સહિત વર્તે તે સાન્ત. અહીં પ્રજ્ઞાપકના પ્રરૂપણાકાળમાં વર્તતા સમયને મર્યાદિત કરીને (એટલે શ્રુતજ્ઞાની જે સમયે પ્રરૂપણા કરે છે તે સમયને લક્ષ્યમાં રાખીને અથવા તે વખતનો મુખ્ય ગણીને) અતીતકાળના અતીતપણાની વ્યવસ્થા થાય છે એટલે તે સમયથી પહેલાંના સર્વે અનન્ત સમયો જે વ્યતીત થઈ ગયા તે વ્યતીત સમયોને અતીત અધ્ધા મનાય છે). તે કારણથી અથવા તે સમયથી પૂર્વે તે અતીત અધ્ધા અનાદિકાળની પ્રવર્તતી હોવાથી અનાદિપણું (અતીત અધ્ધાને અનાદિપણું) ગણાય છે. અને વર્તમાન સમયે (પ્રજ્ઞાપકની પ્રરૂપણા વખતનો જે છેલ્લો વર્તતો સમય તે વર્તમાન સમયે) તે અતીત અધ્ધાનો અન્ન - પર્યન્ત - છેડો હોવાથી અતીત અધ્ધાને સાન્તપણું ગણાય છે. તથા સાફાંતા પ્રસા, પુસા એટલે વર્તમાન સમય વ્યતીત થયા બાદ જે અધ્ધા - કાળ પ્રવર્તશે તે પુષ્યા (એટલે ભવિષ્યકાળ) તે વળી સાદિ અનન્ત છે. કારણ કે વર્તમાન સમય વીત્યા બાદ તેની પ્રવૃત્તિ શરૂ થશે માટે સાદ્રિ અને તે ભવિષ્ય અધ્ધાનું પર્યવસાન – અત્તર નહિ હોવાથી મનન્તપણું છે (જથી ભવિષ્યકાળ સાદિ અનન્ત છે). તથા સમઝો પુ વડ્ડમનિધ્ધ = પ્રજ્ઞાપક (કાળદ્રવ્યનો જ્ઞાતા કાળ આદિ દ્રવ્યોની જે પ્રરૂપણા કરે છે તે જ્ઞાતા)ની પ્રરૂપણાની અપેક્ષાએ જે કાળ વર્તે છે (એટલે પ્રરૂપણા કરતી વખતનો જે એક વર્તમાન સમય) તે વર્તમાન અને તે અધ્ધા તે વર્તમાન અધ્ધા કહેવાય, અને તે પુનઃ એક જ સમય રૂપ છે. કારણ કે અતીત સમય અતીત અધ્ધામાં અનુપ્રવેશ કરવાથી અને અનાગત સમય (હજી નહિ આવેલો – નહિ પ્રાપ્ત થયેલો સમય) ઐખ્યત્ અધ્યામાં રહેલો હોવાથી વર્તમાનકાળ એક સમય જેટલો જ બાકી રહે છે (અર્થાત્ વિવક્ષિત એક સમયની પહેલાંના સર્વે સમય અતીત અધ્ધામાં ગણાયા અને હવે પછીના જે સમય આવશે તે હજી ભવિષ્યમાં ગણાય છે. તો એ બે કાળની વચ્ચે રહેલો વર્તમાનકાળ તે વિવલિત એક સમય જેટલો જ ગણાય) એ તાત્પર્ય છે. એ પ્રમાણે ૨૪૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. /૨૪૧ इति अरूप्यजीवचतुष्कानां स्थितिकालः ।।
નવતરજુ: અજીવદ્રવ્યોનો સ્થિતિકાળ કહેવાના પ્રસ્તુત વિષયમાં ધર્માસ્તિકાયાદિ ચાર અજીવદ્રવ્યોનો સ્થિતિકાળ પૂર્વ ગાથામાં કહીને હવે આ ગાથામાં પગલાસ્તિકાયરૂપ અજીવ દ્રવ્યોનો (રૂપી અજીવદ્રવ્યનો) સ્થિતિકાળ કહેવાય છે :
कालो परमाणुस्स य, दुपएसाईणमेव खंधाणं ।
समओ जहण्णमियरो, उस्सप्पिणिओ असंखेना ॥२४२॥ પથાર્થ : પરમાણુનો તથા દ્વિપ્રદેશી આદિ સ્કંધોનો જઘન્ય કાળ ૧ સમય છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી જેટલો છે. ૨૪રા
રીક્ષાર્થ : પરમાણુનો તથા દ્ધિપ્રદેશી આદિ સ્કંધોનો દરેકનો આ પ્રમાણે સ્થિતિકાળ છે. કેટલો? તે કહે છે – જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી- અવસર્પિણી. ૧. અહીં ભવિષ્યના સમયો અનુક્રમે એક પછી એક વર્તમાનકાળમાં આવતા જશે, પરન્તુ ભૂતકાળના વ્યતીત સમયોમાંનો એક-પણ સમય વર્તમાનકાળમાં આવવાનો નથી. ૨. અહીં કાળથી અસંખ્ય ઉત્સર્પિણી – અવસર્પિણી કાળ કહ્યો, પરન્ત ક્ષેત્રથી કેટલો? તે અહીં સ્પષ્ટ ન કહેલો હોવાથી અન્ય ગ્રંથોથી જાણવો.
Jain Education International
For Privat 399rsonal Use Only
www.jainelibrary.org