SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ જીવભેદો સંબંધી) કાળ કહીને હવે એ કાળદ્વારનો ઉપસંહાર કરવાની ઈચ્છાએ ગ્રંથકર્તા તેના ઉપસંહાર સંબંધી આ ગાથા કહે છે : एत्थ य जीवसमासे, अणुमज्जिय सुहुमनिउणमइकुसलो । सुहुमं कालविभागं, विभएज सुयम्मि उवउत्तो ॥२४०॥ ગથાર્થ : એ પ્રમાણે સૂક્ષ્મ અને નિપુણ બુદ્ધિ વડે કુશલ એવો જ્ઞાતા અત્યંત વિચાર કરી કરીને શ્રુતને - સિદ્ધાન્તને વિષે ઉપયોગવાળો થયો - વર્તતો છતો આ જીવસમાસમાં (ગુણસ્થાનોમાં અથવા જીવભેદોમાં) કાળવિભાગને (કાળ નામના પાંચમા અનુયોગદ્વારને) સૂક્ષ્મ રીતે વિભજે – વહેંચે – જાણે – પ્રાપ્ત કરે. // ૨૪૦ણી ટીછાર્થ : શ્રુતરૂપી સમુદ્ર અનન્ત છે, તેથી તેમાં કહેલા જીવસમાસ સંબંધી પદાર્થો પણ અપરિમિત - અપાર છે. તો તે દરેક પદાર્થોનો હું કેટલાની સ્થિતિકાળ કહું ? (અર્થાત શ્રુતસમુદ્રમાં પ્રરૂપેલા દરેક પદાર્થની સ્થિતિકાળ કહેતાં પાર ન આવે). તે કારણથી કાળદ્વાર વડે વિચારવા માંડેલા (કહેવા માંડેલા) એ જીવસમાસોમાં કેટલાક સ્થૂલ સ્થૂલ પદાર્થોનો પણ (કેટલાક મુખ્ય મુખ્ય પદાર્થોનો) કાળ મેં કહેલો હોવાથી હવે બીજા જે સૂક્ષ્મ પદાર્થો સૂક્ષ્મમતિબુદ્ધિવાળાથી જ જાણી શકાય એવા બાકી રહ્યા હોય તે સર્વમાં જીવસમાસ સંબંધી કાળવિભાગ એટલે સ્થિતિકાળના ભેદ જે જે પ્રમાણે સંભવતા હોય તે પ્રમાણે શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાળા બુદ્ધિમાનો શ્રતને અનુસારે જ વિભજે – જાણે – પ્રરૂપે. એટલે પોતાની મેળે જ તે તે પ્રકારના કાળવિભાગ વડે તે તે સૂક્ષ્મ પદાર્થની પ્રરૂપણા કરે. અહીં ગાથામાં નીવસમારે એ પદ એક વચનાત્ત હોવા છતાં અર્થમાં વચનવ્યત્યય વડે (પ્રાકૃતમાં વચનનો ફેરફાર થતો હોવાથી તે પ્રમાણે ફેરફાર કરીને) નીવસમાપુ એ બહુવચનાન્ત અર્થ કરવો. હવે ઉપર કહ્યું કે – પોતાની મેળે કાળવિભાગની પ્રરૂપણા કરે, તો તે કેવી રીતે પ્રરૂપણા કરે? તે કહે છે - હનુમત્ર - એટલે તર્કયુક્તિ દ્વારા વિચાર કરીને તે જ મૃતરૂપી સમુદ્રનું સમ્યક્ પ્રકારે અવગાહન કરીને (અર્થાત્ યુક્તિપૂર્વક સિદ્ધાન્તના પદાર્થો જાણીને) પ્રરૂપણા કરે. એવું સમવગાહન કરીને કોણ પ્રરૂપણા કરે? તે કહે છે સુમન૩UTHફસનો = સૂક્ષ્મનિપુણમતિકુશલ એટલે અતિકઠિન (દુ:ખે જાણી શકાય એવા) પદાર્થોની અંદર પણ જેની મતિ-બુદ્ધિ પ્રવેશ કરીને તત્ત્વબોધવાળી (રહસ્ય જાણનારી) થતી હોય તેથી સૂક્ષ્મ, (સૂક્ષ્મ એ મતિનું વિશેષણ છે); તથા સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ અને અતિઘણા સૂક્ષ્મ એવા પદાર્થોને જાણવામાં દક્ષ-નિપુણ હોવાથી નિપુણ એવી મતિ જેની છે તે સૂક્ષ્મનિપુણમતિવાળો જીવ (પ્રરૂપણા કરે). અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે : જેની મતિ સૂક્ષ્મ અને નિપુણ ન હોય તેવો અન્ય મનુષ્ય (સ્થૂલ - અનિપુણમતિવાળો મનુષ્ય) તો ઉપરની ગાથાઓમાં જે પદાર્થોનું કથન કર્યું છે તેનું અવધારણ કરી શકે એ વાત પણ સંદેહાસ્પદ છે; તો તેવો મનુષ્ય, પોતાની મતિથી, શેષ - ન કહેલા પદાર્થોનું ચિંતન કે પ્રરૂપણ કરી શકે તે વાત દૂરસ્થિત – અસંભવિત જ છે. એટલે ઉપર કહી તેવી, સૂક્ષ્મ અને નિપુણ મતિ ધરાવતો કોઈ મનુષ્ય જ, શ્રતને અનુસારે વિચારી વિચારીને, બીજા પણ Jain Education International For Privsepersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy