________________
જીવસમાસ સંબંધી કાળવિભાગને (એટલે શ્રુતસિદ્ધાન્તમાં જેનો કાળ સ્પષ્ટ નથી કહ્યો તેવા પદાર્થના પણ કાળવિભાગને - સ્થિતિકાળને) યથાર્થ રીતે કહે – પ્રરૂપે. (અર્થાત્ આ ગ્રંથમાં નહિ કહેલા પદાર્થનો કાળ પણ સૂક્ષ્મબુદ્ધિવાળાએ શ્રતને અનુસાર વિચારીને કહેવો). એ પ્રમાણે આ ૨૪૦મી ગાથાનો અર્થ સમાપ્ત. W૨૪વા તિ નીવમેવુ નિદ્વારમ્ ||
૩યતUT: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં જીવસમાસ સંબંધી સ્થિતિકાળ (ગુણસ્થાનોમાં, જીવભેદોમાં અને માર્ગણારૂપ જીવગુણોમાં એ ત્રણેમાં) સ્થિતિકાળ કહ્યો. હવે અજીવ સંબંધી સ્થિતિકાળ કહેવાની ઈચ્છાએ આ ગાથા કહેવાય છે :
तिण्णि अणाइअणंता, तीयध्धा खलु अणाइया संता।
साइअणंता एसा, समओ पुण वट्टमाणध्धा ॥२४१॥ માથાર્થ: (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ) ત્રણ દ્રવ્યો અનાદિ અનન્ત છે. (અને ચોથા કાળદ્રવ્યમાં) અતીતકાળ - ભૂતકાળ નિશ્ચય અનાદિ સાન્ત છે. ઐખ્યત્ - ભવિષ્યકાળ સાદિ અનન્ત છે. અને વર્તમાનકાળ તો માત્ર એક જ સમયનો છે (વર્તમાન સમય પૂરતો જ છે). ૨૪૧છે.
ટીકા : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય એ પાંચ દ્રવ્યો અજીવદ્રવ્યો છે. એ પાંચ દ્રવ્યોમાં દ્રવ્યાર્થપણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણ અજીવ નામનાં દ્રવ્યો (એટલે અજીવ દ્રવ્યો) તે અનાદિ અનન્તકાળવાળાં છે. કારણ કે સામાન્ય સ્વરૂપે વિચારતાં તે દ્રવ્યો અનાદિ કાળથી વર્તે છે; અને ભવિષ્યકાળમાં પણ કદી પણ વિનાશ પામવાનાં નથી, એ રીતે એ ત્રણ દ્રવ્યોનો અનાદિ અનન્તકાળ દ્રવ્યાર્થપણે કહ્યો).
તથા છાનદ્રવ્ય પણ સામાન્ય સ્વરૂપે વિચારતાં એ જ યુક્તિ વડે અનાદિ અનન્ત જ છે. તો પણ વિશેષપણે - વિશેષભેદે વિચારતાં તે કાળ પ્રથમ ત્રણ પ્રકારનો છે – તે આ પ્રમાણે - અતીતકાળ, ઐષ્યકાળ (ભવિષ્યકાળ) અને વર્તમાનકાળ. એમાં (ગાથામાં કહેલો) મધ્યા શબ્દ સ્ત્રીલિંગનો પ્રતિરૂપક અવ્યય છે, અને તે કાળવાચક છે. તે કારણથી અતીત એવી છે અધ્ધા તે અતીતથ્થા, અર્થાત્ અતીતકાળ એ અર્થ છે. તે આ અતીતકાળરૂપ અતીત અધ્ધા હતું એટલે નિશ્ચયે અનાદિ અને સાન્ત જ છે. ત્યાં જેનો આદિ - આરંભ વિદ્યમાન નથી તે ૧. દ્રવ્યમાં - પદાર્થમાં દ્રવ્યપણું અને પર્યાપણું એ બે પ્રવર્તે છે. ત્યાં એ ત્રણ પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત કહેવાય, પરન્તુ એમાં પ્રવર્તતા અનન્ત પર્યાયોમાંના પર્યાયની અપેક્ષાએ તો સાદિ સાન્ત જ કહેવાય. કારણ કે પર્યાય તો નવા નવા ઉત્પન્ન થાય છે, અને અમુક કાળ સુધી ટકી અવશ્ય વિનાશ પામે છે માટે, એ પ્રમાણે સર્વે પદાર્થોમાં દ્રવ્યપણું અને પર્યાયપણું વિચારવું. ૨. સામાન્ય સ્વરૂપે એટલે દ્રવ્યપણે અથવા વિશેષભેદરહિતપણે. ૩. અહીં પણ સામાન્ય સ્વરૂપ એટલે કાળના પ્રતિભેદરહિતપણે. એમ જાણવું. ૪. અવ્યય તો લિંગ, વચન અને વિભક્તિરહિત જ હોય માટે અહીં ગચ્છા એ અવ્યય સ્ત્રીલિંગ નથી પણ અર્થમાં સ્ત્રીલિંગ સરખા અર્થવાળો છે, માટે સ્ત્રીલિંગપ્રતિરૂપક કહેવાય.
Jain Education International
For Private 30sonal Use Only
www.jainelibrary.org