________________
અવિચ્છિન્નપણે પ્રાપ્ત થાય છે. તથા ઔદારિકકાય અને ઔદારિકમિશ્રકાય તે દરેક અસંખ્ય
લોકાકાશના આકાશપ્રદેશ જેટલાં સામાન્યથી તિર્યંચ-મનુષ્યોમાં સર્વ કાળ અવિચ્છિન્નપણે
નિરન્તર પ્રાપ્ત થાય છે. તથા વૈક્રિય શરીરો પણ નારકાદિ અનેક જીવોમાં અસંખ્યાત શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલાં સર્વ કાળ અવિચ્છિન્નપણે - નિરન્તર પ્રાપ્ત થાય છે. અને કાર્યણ શરીરો તો સર્વ સંસારી જીવો અનન્ત હોવાથી (તે દરેકને એકેક હોવાથી) અનન્ત શરીરો સદાકાળ હોય છે, પરન્તુ વિચ્છેદ પામતાં નથી (એટલે અનંત ઘટીને કદી પણ અસંખ્યાત થતા નથી માટે એ સર્વે યોગ સર્વદા પ્રાપ્ત થાય છે).
પ્રશ્ન:- ઔદારિકાદિ શરીરના યોગ જ્યારે સર્વકાળ અવિચ્છિન્ન પ્રાપ્ત થાય છે ત્યારે આહારક શરીરનો યોગ સર્વદા કેમ પ્રાપ્ત થતો નથી ? કે જેથી અહીં તે આહારક કાયયોગને સર્વ કાળની વક્તવ્યતામાંથી વર્ષો ?
ઉત્તર:- જો એ પ્રમાણે તમે પૂછતા હો તો, એ વાત એમ જ છે, (અર્થાત્ આહા૨ક યોગ સર્વદા, પ્રાપ્ત થતો જ નૐથી). જે કારણથી સિદ્ધાન્તમાં કહ્યું છે કે ‘લોકને વિષે આહારક શરીરો યાવત્ ઉત્કૃષ્ટથી છ માસ સુધી વિકર્વેલાં પ્રાપ્ત થતાં નથી, અને જઘન્યથી ૧ સમય સુધી જ. (અર્થાત્ આહા૨ક શરીરનો ઉત્કૃષ્ટ વિરહકાળ ૬ માસનો છે, અને જઘન્ય વિ૨હકાળ ૧ સમયનો છે), માટે એટલા વિરહકાળ વખતે લોકમાં એક પણ આહારક શરીર વિદ્યમાન હોતું નથી ।।૧।।’
‘જો આહા૨ક શરીર લોકમાં હોય છે તો જઘન્યથી એક, બે અથવા ત્રણ અથવા પાંચ હોય છે, અને ઉત્કૃષ્ટથી સમકાળે એક હજાર પૃથ' (૯૦૦૦) હોય છે ।।૨ા’
વળી આ ગાથામાં જો કે સેસાપ્ન સવ્વુધ્ધ એમ કહેવાથી (બે મિશ્ર યોગ સિવાયના શેષ યોગમાં) આહારક કાયયોગનું પણ ગ્રહણ થાય છે, તો પણ એ ગાથાના અવયવની પ્રવૃત્તિ પ્રાયઃવૃત્તિવાળી હોવાથી (એટલે સેસળ સવ્વુધ્ધે એ પદનો અર્થ સંબંધ પ્રાયઃ - - અસર્વવ્યાપ્ત અથવા યથાસંભવવાળો હોવાથી) સિદ્ધાન્તને અનુસારે આહારક કાયયોગનું વર્જન પોતાની મેળે જ જાણી લેવું. એ ૨૩૯ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. I॥૨૩૯ણા વૃત્તિ યોગનાં સ્થિતિ ાતઃ॥
અવતરણ: એ પ્રમાણે નવ અનુયોગદ્વા૨માં ત્રીજા કાળપ્રમાણ દ્વારને વિષે ભવસ્થિતિ, કાસ્થિતિ અને ગુણવિભાગસ્થિતિ એ ત્રણ પ્રકારનો જીવસમાસ સંબંધી (ગુણસ્થાન અને
૧. વિશેષભેદે વિચારતાં એક લોકાકાશ જેવડા અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશ જેટલા તો તિર્યંચ પંચેન્દ્રિયો તથા ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, દ્વીન્દ્રિય અને એકેન્દ્રિયના ભેગાં મળીને સર્વ શરીરો છે. અને મનુષ્યનાં શ૨ી૨ તો સમ્પૂર્ચ્છિમગર્ભજ મળીને તેથી ઘણાં અલ્પ અસંખ્યાત જ છે, જેથી સર્વ મળીને પણ અસંખ્ય લોક જેટલાં જ શરીરો ગણાય. ૨. નારક, દેવ અને તિર્યંચ પંચેન્દ્રિયો એ ત્રણેનાં મળીને વૈક્રિય શરીરો અસંખ્ય શ્રેણિના આકાશપ્રદેશ જેટલાં છે, અને મનુષ્યનાં તો સંખ્યાત જ હોય છે.
૩. કારણ કે આહારક શરીરના કર્તા ચૌદ પૂર્વધર મુનિઓ સંખ્યાતા જ હોય છે. જે માટે કહ્યું છે કે લોકમાં સમકાળે વર્તતા આહારકયોગી મુનિઓ ઉત્કૃષ્ટથી પણ ૯૦૦૦ (સહસ્રપૃથક્ત્વ) જેટલા જ પ્રાપ્ત થાય પણ અધિક નહિ.
7
Jain Education International
૩૭૪
For Privateersonal Use Only
www.jainelibrary.org