________________
વૈક્રિયમિશ્રનો વિરહકાળ પ્રાપ્ત થાય છે).
વળી જો વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચો અને મનુષ્યોના વૈક્રિયરચનાના પ્રારંભમાં અને પર્યન્તમાં (ઉપસંહરતી વખતે) જે વૈક્રિયમિશ્ર કાયયોગ અન્ય ગ્રંથોમાં કહ્યો છે, તે વૈક્રિયમિશ્ર યોગની અહીં વિવક્ષા કરીએ તો તે સર્વકાળ પ્રાપ્ત થાય છે; પરન્તુ કદાપિ પણ તે વૈક્રિયમિશ્ર યોગનો વિચ્છેદ (વિરહકાળ) પ્રાપ્ત થતો નથી. જે કારણથી કહ્યું છે કે - “Gોધતો વૈશ્વિયમિશ્રશરીરછાયોજિની નારાયઃ સવૈવ ભવન્તિ (ઓઘથી વૈક્રિયમિશ્ર શરીરવાળા કાયયોગી નારકાદિ જીવો સદા કાળ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે વૈક્રિયમિશ્ર કાયયોગનો ઉત્કૃષ્ટ સતતકાળ કહ્યો). તથા ભિન્નમુક્ત હીરનિસ - જે યોગમાં ઔદારિક સાથે મિશ્ર એવો આહારક યોગ તે દરમિશ્ર યોગ તે ભિન્ન મુહૂર્ત એટલે અન્તર્મુહૂર્ત સુધી નિરન્તરપણે પ્રાપ્ત થાય, પરન્તુ એથી અધિક કાળ પ્રાપ્ત ન થાય. એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – પંદરે કર્મભૂમિઓમાં આહારકમિશ્ર કાયયોગમાં વર્તતા ચૌદ પૂર્વધર મુનિઓ નિરન્તરપણે પ્રાપ્ત થાય તો અન્તર્મુહૂર્ત સુધી જ પ્રાપ્ત થાય. ત્યારબાદ આહારક યોગના કર્તા ચૌદ પૂર્વધર મુનિઓ સંપૂર્ણ થવાથી અથવા આહારકનો પ્રવૃત્તિકાળ સમાપ્ત થવાથી અથવા તો આહારકનો અભાવ થવાથી (એટલે આહારકનો વિરહકાળ પ્રાપ્ત થવાથી) આહારકમિશ્ર કાયયોગ વર્તતો નથી. (એ આહારક મિશ્રનો કાળ કહ્યો).
તથા સેસTT સવ્વā – ઉપર કહેલા મિશ્ર યોગ (વૈક્રિયમિશ્ર અને આહારમિશ્ર યોગ) તથા ત્રીજો આહારક કાયયોગ એ ત્રણેને વર્જીને શેષ યોગભેદો સત્ય મનયોગ – અસત્ય મનયોગ - સત્ય વચનયોગ - અસત્ય વચનયોગ ઈત્યાદિ ભેદવાળા ચાર" મનયોગ તથા ચાર વચનયોગ, તથા ઔદારિક કાયયોગ – ઔદારિકમિશ્ર યોગ – વૈક્રિય કાયયોગ અને કાર્પણ કાયયોગ, એ બાર યોગનો અવસ્થિતિકાળ અનેક જીવોની અપેક્ષાએ વિચારતાં સર્વ કાળ છે. કારણ કે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયોને સત્ય, અસત્ય, સત્યાસત્ય અને અસત્યાસત્ય એ ચાર ભેદ°વાળા મનયોગ અને વચનયોગ તો સર્વદા નિરન્તર ૧. ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર તથા આહારકમિશ્ન એ ત્રણ મિશ્ર યોગોના સંબંધમાં સિદ્ધાન્તનો અભિપ્રાય અને કાર્મગ્રંથિકોનો અભિપ્રાય એ બે અભિપ્રાય જુદા પડે છે. તે આ પ્રમાણે – ઔદારિકશરીરી તિર્યંચો વા મનુષ્યો વૈક્રિય શરીર બનાવે છે, તેના પ્રારંભમાં ઔદારિકમિશ્ર યોગ હોય, ચૌદ પૂર્વધર મુનિઓ આહારક શરીર બનાવે તેના પ્રારંભમાં પણ ઔદારિકમિશ્ર, અને ઉત્પત્તિના પ્રથમ સમયે કામણ સાથે જે ઔદારિક તે પણ દારિકમિશ્ર એમ ત્રણ રીતે ઔદારિકમિશ્ર યોગ સિદ્ધાન્તમાં માન્યો છે. અને વૈક્રિય તથા આહારકના ઉપસંહારમાં તો ઉભયમતે વૈક્રિયમિશ્ર તથા આહારકમિશ્ર યોગ માનેલો છે. કર્મગ્રંથકર્તા પુનઃ ઉત્તરવૈક્રિય રચનાના પ્રારંભમાં વૈક્રિયમિશ્ર અને આહારક રચનાના પ્રારંભમાં આહારકમિશ્ર યોગ માને છે, એ જ વિશેષ તફાવત છે. વળી વૃત્તિમાં જે અહીં વૈક્રિયમિશ્ર કહ્યો છે તે પુનઃ કર્મગ્રંથકર્તા પણ કેટલેક સ્થાને કાશ્મણ સાથેનો જ દેવ - નારકનો વૈક્રિયમિશ્ર યોગ ગણાવે છે. અને કેટલાક ગ્રંથોમાં ઉત્તરવૈક્રિયની રચનાના પ્રારંભમાં પણ વૈક્રિયમિશ્ર યોગ ગણાવે છે. ૨. સત્ય, અસત્ય, મિશ્ર, તથા વ્યવહાર એ ચાર મનયોગ અને એજ ચાર વચનયોગ. અહીં મિશ્રનું બીજું નામ સત્યાસત્ય, અને વ્યવહારનું બીજું નામ અસત્યામૃષા અથવા અસત્યાસત્ય (ન સત્ય ન અસત્ય) છે. એ આઠ યોગ જાણવા. ૩. અહીં દ્વીન્દ્રિયાદિકને સામાન્યથી મનયોગ, વચનયોગ કહ્યા છે. પરન્તુ વિશેષતઃ આ પ્રમાણે - દ્વી) ત્રી૦ ચતુ0 અસંજ્ઞી પંચેન્દ્રિય એ ચારને એક અસત્યાસત્ય વચનયોગ જ હોય, શેષ ત્રણ વચનયોગ ન હોય અને સંજ્ઞી પંચેન્દ્રિયને ચારે મનયોગ તથા ચારે વચનયોગ હોય છે, જેથી આઠ યોગ મન-વચન સંબંધી છે. ૪. કારણ કે હીન્દ્રિયાદિ જીવો અસંખ્યાતા છે અને સર્વ કાળ છે માટે.
Jain Education International
For Private3 sonal Use Only
www.jainelibrary.org