________________
જન્મ નો। એ પદમાં કાર્યણની સાથે જોડેલો છે, તો પણ તેનો સંબંધ યથાયોગ્ય બીજા પદોમાં (મĪ વરૂ ઇત્યાદિ સાથે પણ) જોડવો. તેથી પ્રથમ મનોજ્ મનોયોગ જઘન્યથી એક સમય હોય છે. કારણ કે કોઈ ગર્ભજ પંચેન્દ્રિયને મન:પર્યાપ્તિ વડે પર્યાપ્તપણું એક જ સમય રહીને ત્યારબાદ મરણનો સંભવ હોવાથી (અર્થાત્ એક જ સમય મનઃપર્યાપ્તિપણું રહેવાથી) મનયોગનો જઘન્ય કાળ એક સમય કહ્યો છે. એવી રીતે વચનયોગ પણ જઘન્યથી ૧ સમય હોય છે. કારણ કોઈ દ્વીન્દ્રિયાદિ જીવ એક જ સમય ભાષાપર્યાપ્તિ વડે પર્યાપ્તપણું અનુભવીને તદનન્તર મરણ પામી જાય તો વચનયોગનો જઘન્ય કાળ એક સમય પ્રાપ્ત થાય છે.
=
તથા રત્ન- ઔદારિક શરીરવાળો જીવ વૈક્રિય શરીર રચીને કાર્ય સમાપ્ત થયે તે ઉત્તર વૈક્રિયનો ત્યાગ કરીને પુનઃ ઔદારિક શરીરમાં આવી જાય, અને ત્યાં ઔદારિક શરી૨માં એક જ સમય રહી મરણ પામે. તેથી બીજે સમયે (પરભવમાં વક્રગતિએ જતાં) કાર્યણયોગ વાળો થાય. અથવા તો (દેવ- ના૨કમાં ઉત્પન્ન થવા જતાં ત્યાં ઉત્પત્તિસ્થાને ૠજુગતિએ) વૈક્રિય કાયયોગી (એટલે વૈક્રિયમિશ્રયોગી) થાય. તો એ અપેક્ષાએ ઔદારિક કાયયોગ જઘન્યથી એક સમયની સ્થિતિવાળો ગણાય છે. અહીં વૈક્રિયલબ્ધિરહિત એવા પૃથ્વીકાય આદિ જીવોનો ઔદારિક કા યયોગ તો જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણનો હોય છે ( માટે તે જીવોની અપેક્ષાએ એક સમયની સ્થિતિ ન જાણવી).
તથા વિપન્વિય (વૈક્રિય કાયયોગનો જઘન્ય સ્થિતિકાળ એક સમયનો છે તે આ પ્રમાણે -) ઔદારિકશ૨ી૨ી એવા વાયુકાય વિગેરે જીવોએ વૈક્રિય શરીર રચવાનો પ્રારંભ કર્યો, અને તેનો પ્રારંભ કરતાં એક જ સમય જીવીને મરણ પામ્યો, અને મરણ પામવાથી અન્ય યોગને (પરભવમાં ઔદારિક વા વૈક્રિય યોગને) પ્રાપ્ત થયો. તો એ પ્રમાણે વૈક્રિય રૈકાયયોગ પણ જઘન્યથી ૧ સમયની સ્થિતિવાળો પ્રાપ્ત થયો.
તથા હારય (આહા૨ક યોગનો ૧ સમય જઘન્ય સ્થિતિકાળ છે તે આ પ્રમાણે -) ચૌદ પૂર્વધર આહારકશ૨ી૨યોગ્ય પુદ્ગલોને એક સમય ગ્રહણ કરીને મરણ પામે, તો એ પ્રમાણે આહારક યોગ પણ જઘન્યથી એક સમયનો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે તો કેટલાએક આચાર્યો કહે છે, પરન્તુ એ વાત અનામિક સરખી (આગમમાં ન કહેલી હોવાથી આગમ સાથે વિરોધવાળી) જણાય છે. કારણ કે સિદ્ધાન્તમાં આહારકશ૨ી૨નો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્ન મુહૂર્ત પ્રમાણનો કાળ કહ્યો છે. તે કારણથી જેણે આહા૨ક શરીર બનાવ્યું છે એવા કોઈ
૧. અહીં ઔદારિકમિશ્ર કાયયોગ જુદો ન ગણતાં ઔદારિકમાં સામાન્યપણે અન્તર્ગત ગણ્યો છે. જો જુદો ગણાત તો પૃથ્યાદિ જીવોને પણ ઔદારિક યોગ ૧ સમયનો કહેવાત. વળી મિશ્રયોગ ગણીએ તો કેવલી સમુદ્દાતમાં તે પણ ૧ સમય સ્થિતિવાળો હોય છે.
૨. વાસ્તવિક રીતે એ પહેલા સમયનો વૈક્રિય યોગ તે વિશેષભેદે વિચારતાં તો વૈક્રિયમિશ્ર યોગ જ છે. પરન્તુ અહીં વૈક્રિયમિશ્ર યોગને જુદો ન ગણવાથી એ યોગને પણ વૈક્રિય યોગ તરીકે અહીં કહ્યો છે, એમ જાણવું.
૩. જઘન્ય કાળ આહારકનો અન્તર્મુહૂર્ત કહેવાથી એ વાત સિદ્ધ થઈ કે આહા૨ક યોગના પ્રારંભમાં વર્તતો જીવ મરણ પામે જ નહિ, અને જો મરણ પામે તો અન્તર્મુહૂર્ત વ્યતીત થવું જ જોઈએ.
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org