________________
સુધી પણ છેદોપસ્થાપનીય ચારિત્રનો અભાવ જ હોય છે).
તથા પરિહારIT = પુનઃ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાઓનો જઘન્ય કાળનો અનુસાર એટલે અનુસરણ અર્થાત્ નિરન્તર પ્રવૃત્તિ વીશપૃથકત્વ વર્ષ સુધી હોય છે. કેવી રીતે? તો સો વર્ષના આયુષ્યવાળા કોઈ નવ સાધુના ગણે – સમુદાયે પૂર્વે કહેલા હેતુથી ઓગણત્રીસ વર્ષ વ્યતીત થયા બાદ અવસર્પિણીના છેલ્લા તીર્થંકરની પાસે પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરીને ૭૧ વર્ષ સુધી નિરન્તર પરિપાલન કર્યું. તે બાદ આયુષ્યના અન્ત તે જ ગણની પાસે સો વર્ષના આયુષ્યવાળા બીજા નવ સાધુના ગણે પૂર્વે કહેલી રીતિએ જ – યુક્તિથી જ પોતાના આયુષ્યના ૨૯ (ઓગણત્રીસ) વર્ષ વીત્યા બાદ એ પરિહારચારિત્ર અંગીકાર કરીને ૭૧ (ઇકોતર) વર્ષ સુધી નિરન્તર પરિપાલન કર્યું. ત્યારબાદ હવે એ ચારિત્રને ત્રીજો કોઈ પણ ગણ અંગીકાર કરે નહિ. કારણ કે તીર્થકરને છોડીને અથવા તીર્થંકર પાસે જ જેણે એ ચારિત્ર (પરિહારવિશુદ્ધિ ચારિત્ર) અંગીકાર કર્યું હોય તેવા મુનિને છોડીને બીજા કોઈ પણ મુનિની પાસે પરિહારચારિત્ર અંગીકાર કરવાનો નિષેધ છે માટે. અને એ પ્રમાણે હોવાથી જ એ ચારિત્રની સતત પ્રતિપત્તિ (એટલે નવી પ્રાપ્તિ નહિ પરન્તુ ચાલુ પ્રાપ્તિ) એકસો બેંતાલીસ વર્ષ (૧૪૨ વર્ષ એટલે ૭૦ x ૨ = ૧૪૨ વર્ષ) જેટલી કહી છે. એ એકસો બેંતાલીસ વર્ષને જ આ ગાથામાં વીશપૃથકત્વ શબ્દ વડે વિવક્ષેલ – કહેલ છે એમ જાણવું. કારણ કે બે વર્ષ અધિક એવાં સાત વીસ વર્ષથી મધ્યમ વીશપૃથક્વ થાય છે (ઉત્કૃષ્ટ વિશતિપૃથ૮ ૨૦ ૮ ૯ = ૧૮૦ વર્ષનું કહેવાય). એ પ્રમાણે ૨૩૭ મી ગાથાનો અર્થ સમાપ્ત. //ર૩૭થી
નવતર: પૂર્વ ગાથામાં છેદોપસ્થાપન અને પરિહારવિશુદ્ધિ એ બે ચારિત્રનો અનેક જીવ આશ્રયિ જઘન્ય સતતકાળ કહ્યો. આ ગાથામાં એ જ બે ચારિત્રાનો અનેક જીવ આશ્રયિ ઉત્કૃષ્ટ સતતકાળ કહેવાય છે :
कोडिसयसहस्साई, पन्नासं हुंति उयहिनामाणं ।
बे पुवकोडिऊणा, नाणाजीवेहि उक्कोसं ॥२३८॥
થાર્થ: દીપસ્થાપનીય ચારિત્રનો અનેક જીવ આશ્રયિ ઉત્કૃષ્ટ સતતકાળ પચાસ લાખ ક્રોડ (૫00,00,00, 00,00,000) સાગરોપમ છે, અને પરિહારવિશુદ્ધિ ચારિત્રનો દેશોન બે પૂર્વક્રોડ વર્ષ જેટલો છે. ||૨૩૮
ટીકાઈ:(આ ગાથામાં છેદોપસ્થાપનીય તથા પરિહાર ચારિત્ર સ્પષ્ટ નથી કહ્યું, તો પણ) પૂર્વ ગાથામાં કહેલું હોવાથી આ ગાથામાં પણ અનુસરતું તે છેદોપસ્થાપનીય ચારિત્ર અનેક જીવોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ આશ્રયિ ગણીએ તો પચાસ શતસહસ્રક્રિોડ જેટલા ઉદધિનામ ૧. અહીં હેતુ પરિહારચારિત્રનો નહિ પરન્તુ ઓગણત્રીસ વર્ષ જૂનનો જાણવો. કારણ કે પૂર્વે પરિહારવિશુદ્ધિ ચારિત્રનો હેતુ કહ્યો નથી, પરન્તુ ચારિત્રની વ્યવસ્થા દર્શાવી છે, માટે અહીં હેતુનો સંબંધ ચારિત્રપર્યાયને અંગે જાણવો. ૨. એથી નિર્ણય થાય છે કે ૧૦૦ વર્ષથી ન્યૂન વયવાળો સાધુ પરિહાર ચારિત્ર પામી શકે નહિ, તેમજ ૨૯ વર્ષની વય થયા પહેલાં પણ પામી શકે નહિ, એ તો પ્રથમ જ કહેવાઈ ગયું છે. વળી એ ચારિત્રવાળા શ્રી જિનેશ્વરના શિષ્ય હોય અથવા શિષ્યના શિષ્ય હોય, પરન્તુ ત્યાર પછીના શિષ્ય ન હોય એમ પણ જણાય છે.
Jain Education International
૩૭o. For Private & Personal Use Only
www.jainelibrary.org