________________
કાળ કહ્યો તો સામાયિક ચારિત્ર વિગેરે શેષ ચારિત્રોનો પણ અનેક જીવની અપેક્ષાએ સતતકાળ કહેવા યોગ્ય સંભવે છે જ, તો તે સામાયિકાદિ ચારિત્રને છોડીને એ બે ચારિત્રનો જ કાળ કેમ કહ્યો ?
ઉત્તર: એ વાત સત્ય છે, પરન્તુ સામાયિક ચારિત્ર તથા યથાખ્યાત ચારિત્ર તો મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ વર્તતાં હોવાથી અનેક જીવની અપેક્ષાએ સર્વ કાળ પ્રાપ્ત થાય છે જ. અને સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર તો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી (અનેક જીવની અપેક્ષાએ પણ) હોય છે, તે તો પોતાની મેળે જ જાણી લેવું. જે કારણથી કહ્યું છે કે - “મુઝુમ संपरायसंजया णं भंते ! कालओ केच्चिरं हुंति ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं' સંતોમુહુર્ત્ત | એ સૂક્ષ્મસંપાયનો ઉત્કૃષ્ટ કાળ વ્યતીત થયા બાદ ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિનો વિ૨હકાળ પ્રાપ્ત થાય તેથી, અને શ્રેણિ સિવાય એ સૂક્ષ્મસં૫રાય ચારિત્ર ન હોવાથી અન્તર્મુહૂર્ત જેટલો ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે, એ ભાવાર્થ છે. એ રીતે ૨૩૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૩૮।।
>
અવતરણ: એ પ્રમાણે પૂર્વ ગાથામાં ચારિત્રનો અનેક જીવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ તથા જઘન્ય સતતકાળ કહ્યો. વળી યોગોનો પણ એક જીવ આશ્રયિ સતતકાળ પૂર્વ ગાથાઓમાં પ્રથમ કહેવાઈ ગયો છે, પરન્તુ અનેક જીવની અપેક્ષાએ કહ્યો નથી. માટે હવે આ ગાથામાં અનેક જીવની અપેક્ષાએ યોગનો સતતકાળ (જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિકાળ) કહેવાય છે. તે આ પ્રમાણે :
पल्लासंखियभागो, वेउब्वियमिस्सगाण अणुसारो ।
भिन्नमुत्तं आहार मिस्स सेसाण सव्वध्धं ॥ २३९ ॥
-
ગાથાર્થ વૈક્રિયમિશ્ર કાયયોગનો અનુસાર એટલે નિરન્તર પ્રવૃત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી હોય છે. આહારકમિશ્ર યોગનું નિરન્તર અનુસરણ અન્તર્મુહૂર્ત સુધી, અને શેષ યોગો સર્વ કાળ હોય છે. ૫૨૩૯૫
ટીાર્થ:જે યોગોમાં વૈક્રિયશરીર કાર્યણશરીરની સાથે મિશ્ર હોય તે વૈયિમિશ્ર કાયયોગ. તેવા વૈક્રિયમિશ્ર કાયયોગોનો અનુસાર અનુસરણ નિરન્તર પ્રવૃત્તિ, પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી ચાલુ હોય છે, એ ભાવાર્થ છે. અર્થાત્ નરકગતિમાં અને દેવગતિમાં (બેમાં મળીને) વૈક્રિયમિશ્ર કાયયોગ નિરન્તર૫ણે પ્રવર્તતો છતો ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી પ્રવર્તે છે, અને ત્યારબાદ અવશ્ય અત્તરનો સદ્ભાવ હોય છે (એટલે ૧. હે ભગવન્ ! છેદોપસ્થાપનીય સંયતો કાળથી કેટલા દીર્ઘ કાળ સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી અઢીસો વર્ષ અને ઉત્કૃષ્ટથી પચાસ લાખ ક્રોડ સાગરોપમ. તથા પરિહારવિશુદ્ધિ ચારિત્રીઓ કેટલા કાળ સુધી ? ગૌતમ ! જઘન્યથી દેશોન બસો (= ૧૪૨) વર્ષ, અને ઉત્કૃષ્ટથી દેશોન (૫૮ વર્ષ ન્યૂન) બે પૂર્વક્રોડ વર્ષ.
૨. હે ભગવન્ ! સૂક્ષ્મસંપ૨ાય સંયતો કેટલા દીર્ઘ કાળ સુધી પ્રાપ્ત થાય છે ? ગૌતમ ! જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી.
૩. એક જીવની અપેક્ષાએ પણ એટલો જ કાળ પૂર્વે કહેવાઈ ગયો છે, પરન્તુ તફાવત એ છે કે - તેવાં સંખ્યાત અન્તર્મુહૂર્ત જેવડું આ એક અન્તર્મુહૂર્ત મોટું જાણવું.
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org