________________
થઈને મિથ્યાત્વે ગયેલો જીવ ત્યાં મિથ્યાત્વમાં અન્તર્મુહૂર્ત માત્ર રહીને પુનઃ સમ્યકત્વ પામે તો તેવા જીવની અપેક્ષાએ તે જઘન્ય કાળ પ્રાપ્ત થાય છે, અને એ વાત પૂર્વે મિચ્છત્તમUTIક્ય - વસિય ઇત્યાદિ પદવાળી ગાથાની વૃત્તિમાં ઉત્કૃષ્ટ કાળ વિચારવાના જ પ્રસંગમાં કહેવાઈ છે.
તથા મિલ્સ - એટલે સમ્યમિથ્યાત્વ (અર્થાત્ મિશ્રસમ્યક્ત્વ) એ તાત્પર્ય છે. તે પણ જઘન્યથી અન્તર્મુહૂર્ત પ્રમાણનું છે. વળી એ મિશ્ર સમ્યકત્વનો જઘન્ય કાળ તથા ઉત્કૃષ્ટ કાળ બન્ને સાસાય ન નવિય ઇત્યાદિ પદવાળી ગાથામાં સૂત્રકર્તાએ પોતે જ કહ્યો છે (અર્થાત્ ગાથામાં જ કહ્યો છે). પરન્તુ અહીં જઘન્યથી અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત કાળવાળા ગુણો કહેવાનો પ્રસંગ હોવાથી મિશ્રસમ્યક્ત્વનો પણ કાળ પુનઃ બીજી વાર કહાો છે, એમ જાણવું.
તથા વુિં - ચતુરિન્દ્રિયને અને પંચેન્દ્રિયને ચક્ષુ દ્વારા જે સામાન્ય ઉપયોગ થાય તે વલન, તે પણ જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. અને એનો ઉત્કૃષ્ટ અવસ્થિતિકાળ તો પૂર્વે વિદાસ ભવદ્ય ઈત્યાદિ ગાથામાં કહેવાઈ ગયો છે.
તથા સUTી વ એટલે સંજ્ઞી અર્થાત્ પંચેન્દ્રિય ગર્ભજ જીવ, તે પણ તદુભાવે (સંક્ષિપણામાં) વર્તતો જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી જ રહે છે. અને એનો ઉત્કૃષ્ટ અવસ્થિતિકાળ તો “પુરિસત્ત સf વ સવદત્ત ૨ ૩vi’ એ ગાથામાં જ કહેવાઈ ગયો છે (એ રીતે સંજ્ઞિપણાનો કાળ કહ્યો).
તથા હાર- જે જીવ આહાર કરે તે આહારક કહેવાય, તે પણ નિરન્તરપણે તે ભાવમાં (આહારકપણામાં) વર્તતા છતા જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી પ્રાપ્ત થાય છે (અર્થાત્ અન્તર્મુહૂર્ત સુધી આહારકપણું જઘન્યથી વર્તે છે).
: પૂર્વે સંવમviાનદારો એ આહારકપણાના ઉત્કૃષ્ટ સ્થિતિકાળને પ્રતિપાદન કરનારી ગાથાના અવયવના વિવેચન પ્રસંગે (વૃત્તિમાં) આહારકપણાનો જઘન્ય સ્થિતિકાળ ત્રણ સમયપૂન ક્ષુલ્લકભવ ગ્રહણ જેટલો કહ્યો છે, અને અહીં આ ગાથામાં અન્તર્મુહૂર્ત જેટલો કહ્યો છે તો એ બાબતમાં વિરોધ કેમ ન ગણાય? - ઉત્તર: ના, એ વાત એ પ્રમાણે (વિરોધવાળી) નથી. કારણ કે ભાવાર્થ હજી તમારા જાણવામાં આવ્યો નથી. તે ભાવાર્થ આ પ્રમાણે છે કે – આ ગાથામાં પણ આહારકપણાનો જઘન્ય સ્થિતિકાળ જે અન્તર્મુહૂર્ત કહ્યો છે, તે પણ ત્રણ સમયપૂન ક્ષુલ્લકભવ પ્રમાણનો જ જાણવો. કારણ કે અન્તર્મુહૂર્તના અનેક ભેદ હોવાથી, એમાં કોઈ પ્રકારનો વિરોધ નથી.
તથા છાયાવિ - કષાયો તે અહીં સામાન્યથી કષાયમોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા જાણવા. (અનન્તાનુબંધી આદિ અથવા ક્રોધાદિ વિશેષભેદે અહીં કષાયની વિવફા નથી તેથી). અહીં કષાય શબ્દના અર્થ વડે સામાન્યથી માત્ર સકષાયીપણું વિવસેલું છે, એ ભાવાર્થ છે. સિદ્ધાન્તમાં સ્થિતિકાળના વિચારમાં તે સકષાયીપણું ત્રણ ભાંગે (ત્રણ વિકલ્પથી) કહેલું છે. તે ત્રણ ભંગ આ પ્રમાણે :
'सकसाई णं भंते ! सकसाइत्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! सकसाई तिविहे पण्णत्ते, तं जहा - अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, साईए वा सपज्जवसिए, से
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org