________________
કાયયોગનો વ્યાપાર મુખ્ય હોવાથી કાયયોગના ઉપયોગવાળો તે જીવ કહેવાય છે. (અર્થાત્ આ જીવ કાયોપયોગી વા કાયયોગોપયોગી છે એમ કહેવાય છે) અને એવા પ્રકારના
કાયયોગના ઉપયોગવાળો જીવ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત સુધી જ રહે છે, ત્યારબાદ “ઉપયોગ
રહિત થવાથી અથવા તો બીજા ઉપયોગ થવાથી તે જીવ કાયયોગના ઉપયોગવાળો હોતો નથી.
વળી જીવ જ્યારે નિશ્ચલ શરીર કરીને રહ્યો છતો કેવળ વચનમાત્રમાં જ ઉપયોગવાળો થાય, અને તેમ થયો છતો પણ નિરન્તર [પ્રતિસમય] કેવળ વચનઉચ્ચાર જ કરતો રહે તે વખતે વચનયોગનો વ્યાપાર પ્રધાનપણે હોવાથી તે જીવ વચનયોગના ઉપયોગવાળો (વચનયોગોપયોગી ) ગણાય છે.
વળી જીવ જ્યારે નિશ્ચલ શરીર કરીને રહ્યો છતો કેવળ વચનયોગનો પણ રોધ કરીને (કાયયોગ અને વચનયોગ બન્ને બંધ કરીને) કેવળ મનવડે જ ઉપયોગવાળો થયો છતો કોઈ વસ્તુનો વિચાર કરે, ત્યારે મનયોગનો જ વ્યાપાર પ્રધાનપણે હોવાથી તે જીવ મનયોગના ઉપયોગવાળો (મનોયોગોપયોગી) ગણાય છે.
વળી એ વચનયોગનો તેમજ મનયોગનો ઉપયોગ પણ દરેક ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી જ રહે છે. અહીં જો કે એક યોગના વ્યાપાર વખતે બીજા યોગનો વ્યાપાર પણ અન્તર્ગત સંભવે છે જ. તો પણ વાયુ વિગેરે દોષોમાં જેમ ઉત્કટ અને અનુત્કટ આશ્રયિ તે તે દોષનો વ્યપદેશ સિદ્ધ છે (એટલે વાત, પિત્ત તથા કફ એ ત્રણ દોષમાં જે દોષ અધિક પ્રબલ હોય તે વખતે તે દોષવાળો જીવ ગણાય); તેમ યોગમાં પણ જે યોગ પ્રબળ વર્તતો હોય તે યોગવાળો જીવ ગણાય. કહ્યું છે કે -
વાયુ વિગેરે (વાયુ, પિત્ત ને કફ) એ ત્રણ ધાતુઓમાં જે વખતે જે ધાતુ પ્રબલપણે વર્તતી હોય તે વખતે તે ધાતુ કોપિત થઈ એમ કહેવાય છે, પણ તેથી બીજી બે ધાતુઓ તે વખતે સર્વથા નથી એમ નહિ જ. તેવી રીતે ત્રણ યોગમાં પણ જે વખતે જે યોગ પ્રબલપણે વર્તતો હોય તે વખતે તે યોગનો નિર્દેશ કરાય છે (એટલે તે યોગ પ્રવર્તે છે એમ કહેવાય છે), પરન્તુ તે જ વખતે બીજો એક યોગ અથવા બે યોગ વર્તતા હોય છે, અથવા અન્ય યોગ સર્વથા નથી પણ હોતો.'
એમાં ઉત્કટ યોગથી ઇતર યોગ (જે યોગ અધિક પ્રવર્તે છે તે યોગ સિવાયનો બીજો અલ્પ પ્રવર્તતો યોગ) તે અનુત્કટ યોગ તે એક હોય અથવા બે હોય અથવા સર્વથા ન પણ હોય. તેનું તાત્પર્ય પણ અહીં દર્શાવાય છે
-
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – કેવલી ભગવંતને વચનયોગની ઉત્કટતામાં કાય યોગ પણ છે. (અર્થાત્ જ્યારે દેશના વખતે વચનયોગ પ્રબલ પ્રવર્તે છે ત્યારે કાયયોગ પણ અલ્પ ૧. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે યોગ સંબંધી ઉપયોગ કે જે ક્ષયોપશમભાવનો હોય છે, તેનો અભાવ થાય છે માટે ‘ઉપયોગ રહિત થવાથી’ કહ્યું છે.
૨. અહીં જે કાયયોગ, વચનયોગ તથા મનયોગ કહ્યા તે જીવથી સ્પષ્ટ અનુભવાતા બાદર કાયયોગાદિ જાણવા, સૂક્ષ્મ કાયયોગાદિ અથવા અસ્પષ્ટ બાદર કાયયોગને રોધવાનું છદ્મસ્થથી તેમજ યોગનિરોધ પહેલાં કેવલીથી પણ બની શકવું અશક્ય છે. કારણ કે કેવલી ભગવંતો પણ નિયત આકાશપ્રદેશો પર હસ્તાદિકને સ્થિર રાખવા ઈચ્છે તો પણ ન રાખી શકે માટે.
૩. એ બીજો એક યોગ હોવાનું દૃષ્ટાંત.
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org