________________
गोयमा ! जहण्णेणं एक समयं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई देसूणाए पुव्वकोडीए अब्भहियाइं।
એ પ્રમાણે જ્ઞાનનો અને અજ્ઞાનોની સ્થિતિકાળ કહ્યો. હવે ચક્ષુદર્શનાદિ દર્શનનો સ્થિતિકાળ કહેવાની ઇચ્છાએ ગ્રંથકર્તા કહે છે કે : | વેવસુરી વે સદરું - ચક્ષુનો એટલે ચક્ષુદર્શનરૂપ જે લબ્ધિ તેનો નિરન્તરપણે ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે હજાર સાગરોપમ જેટલો છે, એ તો પ્રથમ સૂત્રકર્તાનો (જીવસમાસ ગ્રંથકર્તાનો) અભિપ્રાય કહ્યો. અને એ કથન તો અસંગત જેવું જ સમજાય છે, કારણ કે સિદ્ધાન્ત સાથે વિસંવાદવાળું હોવાથી તેમજ યુક્તિયુક્ત ન હોવાથી. તે આ પ્રમાણે - સિદ્ધાન્તમાં તો કહ્યું છે કે : પ્રફનઃ અહીં મનુષ્ય-તિર્યંચનું વિર્ભાગજ્ઞાન બીજે સમયે મરણ વડે ચાલ્યું જાય અથવા બીજી રીતે ચાલ્યું જાય એમ કહ્યું, ત્યાં બીજી રીતમાં અવધિ આવરણનો ઉદય ન લેતાં સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી બીજે સમયે અવધિજ્ઞાનસ્વરૂપ થવાથી તે વિભંગજ્ઞાન ચાલ્યું ગયું કેમ ન ગણાય? ઉત્તર: મિથ્યાત્વની પ્રાપ્તિ જીવને જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત સુધી રહેનારી હોય છે, પરન્તુ કોઈ સમ્યગુદૃષ્ટિ જીવ એક સમય મિથ્યાત્વ પામીને પુનઃ બીજે સમયે સમ્યકત્વ પામે એમ બનતું નથી. તે કારણથી ઉપર લખેલી બીજી રીતમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ તે હેતુરૂપે ઘટી શકતી નથી, માટે જ્ઞાનાવરણનો ઉદય જ હેતુ છે. પ્રફન: જો એમ છે તો વિર્ભાગજ્ઞાન અથવા અવધિજ્ઞાન મરણ વડે વિનાશ પામે એ નિર્ણત કે નહિ? અથવા વિનાશ ન પણ પામે ? ઉત્તર: વિર્ભાગજ્ઞાન અથવા અવધિજ્ઞાન મરણ વડે વિનાશ પામે એવો નિયમ નથી. પરન્તુ એ બેના વિનાશમાં કોઈકને મરણ પણ અનિયત કારણરૂપે છે. અને આવરણનો ઉદય તો વિનાશમાં અવશ્ય કારણ છે. જો મરણ એ કારણરૂપ હોય તો અવધિનો તથા વિભંગનો જે ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે તે પ્રાપ્ત ન થાય. વળી અવધિજ્ઞાન અનેક પ્રકારનાં છે, તેમાંના કેટલાક પ્રકારનાં એવાં પણ અવધિજ્ઞાન હોય કે જે મરણથી અવશ્ય વિનાશ પામનારાં હોય છે. વળી અનુમાન પણ થાય છે કે – અસંખ્ય દેવો વા નારકોને અવધિ વા વિર્ભાગજ્ઞાન સંપૂર્ણ ભવપર્યત હોય છે. પરન્તુ તે સર્વનાં જ્ઞાન પરભવમાં સાથે નથી જતાં પણ મરણથી અવશ્ય વિનષ્ટ થાય છે. અને અવધિ તથા વિભંગને પરભવમાં સાથે લઈ જનારા જીવો ઘણા જ અલ્પ છે, માટે એક સમયની સ્થિતિમાં મરણને હેતુરૂપ કહ્યું છે તે યથાર્થ જ છે. વળી વચ્ચે વચ્ચે સમ્યકત્વ અને મિથ્યાત્વથી પરાવૃત્તિ પામનારાં એ અવધિ વા વિભંગ જ્ઞાનો પ્રાય: પ્રતિપાતી જ હોવાથી મરણ સમયે અવશ્ય નષ્ટ થાય છે. પ્રફન વિભંગ અને અવધિનો એક સમય સ્થિતિકાળ શાસ્ત્રમાં તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ત્રણને અધિકૃત કરીને કહ્યો ત્યારે નારકને અધિકૃત કરીને કેમ ન કહ્યો ? શું નારકજીવને એક સમયનું અવધિજ્ઞાન વા વિર્ભાગજ્ઞાન ન હોય ? ઉત્તર: દેવોનું અવધિ વા વિભંગ મરણના પૂર્વ સમયે સમ્યક્ત વા મિથ્યાત્વની પ્રાપ્તિથી ઉત્પન્ન થાય છે, અને મરણ સમયે તે અવધિ વા વિભંગ પુનઃ ચાલ્યું જાય છે. તેવી રીતે નારકોમાં મરણના પૂર્વ સમયે મિથ્યાદ્રષ્ટિને સમ્યકૃત્વ થવાનો અને સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વ થવાનો જ અવકાશ નથી તો નારકોને અંગે ૧ સમય કેવી રીતે ઘટે ? અને મરણ પૂર્વે નારકભવના મધ્યભાગમાં તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય તો પણ અવશ્ય અન્તર્મુહૂર્ત રહેવાથી અવધિ પણ અન્તર્મુહૂર્ત સુધી રહે. અને સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય તો પણ મિથ્યાત્વ અન્તર્મુહૂર્ત રહેવાથી વિભંગ પણ અંતર્મુહૂર્ત રહેવળી નારકોને પરભવમાં જતાં મરણના પર્યન્ત સમયે સમ્યક્ત્વ પ્રાપ્તિની નિષેધ છે, એ કર્મગ્રંથનો અભિપ્રાય છે. અને શ્રીભગવતીજીનો તો અભિપ્રાય છે કે છ પૃથ્વીના નારકો પર્યન્ત ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી તે સમ્યક્ત્વ સહિત અહીં ઉત્પન્ન થાય છે, અને અહીંથી ક્ષયોપશમ સમ્યકત્વ સહિત છઠ્ઠી પૃથ્વી સુધી ઉત્પન્ન પણ થાય છે. તો એ અપેક્ષાએ વિચારતાં નારકો પર્યન્તસમયે સમ્યકત્વ પામતાં એક સમય અવધિજ્ઞાનવાળા થઈ મરણ સમયે તે અવધિજ્ઞાન ચાલ્યું જાય તો નારકોને એ રીતે એક સમયની સ્થિતિ કેમ ન ઘટે ? તે સંબંધી વિશેષ વિચાર શ્રીબહઋતથી વિચારવો. યોગ્ય છે. તથા અવધિનો ઉત્કૃષ્ટ કાળ કહેવામાં તો મનુષ્ય જ અધિકત હોય તે યથાર્થ છે. કારણ કે અનુત્તરદેવમાં ઉત્પન્ન થવાની વક્તવ્યતા હોવાથી. અને વિર્ભાગજ્ઞાનના ઉત્કૃષ્ટ કાળમાં દેવ અધિકૃત નથી તે પણ યથાર્થ છે, કારણ કે સાતમી પૃથ્વીમાં
મનુષ્ય વા તિર્યંચ જ જાય, અને દેવને તો સ્વભાવે જ નરકમાં ઉત્પન્ન થવું નથી.. Jain Education International For Privat-3419 sonal Use Only
www.jainelibrary.org