________________
चक्खु'दंसणी णं भंते ! चखुदंसणित्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं ।।
તે કારણથી સાધિક એક હજાર સાગરોપમનું નિરૂપણ કરનાર એ કહેલા સિદ્ધાન્તના વચન સાથે આ ગ્રંથકર્તાનું બે હજાર સાગરોપમને નિરૂપણ કરનારું વચન વિસંવાદવાળું થાય છે. વળી બીજી વાત એ છે કે – “પત્તાં સક્નિટિય, સદસમહમહિયમુહિનામ | | | | તત્તિ મ” ઈત્યાદિ પૂર્વે કહેલી આ ગ્રંથની જ ગાથામાં અને સિદ્ધાન્તમાં સર્વે દ્વીન્દ્રિયાદિ ત્રસ જીવોનો સાધિક બે હજાર સાગરોપમ જેટલો સ્થિતિકાળ પ્રતિપાદન કરેલો છે. અને તે કાળ ચક્ષુદર્શની એવા ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિયનો જ કેવળ કેવી રીતે સંભવે? કારણ કે ચતુરિન્દ્રિયની સંખ્યાત કાળ અને પંચેન્દ્રિયનો સાધિક એક હજાર સાગરોપમ જેટલો કાયસ્થિતિકાળ સિદ્ધાન્તમાં અને આ ગ્રંથમાં પણ કહ્યો છે. અને ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયને વર્જીને બીજા કોઈને ચક્ષુદર્શન સંભવતું નથી. તે કારણથી સિદ્ધાન્તમાં કહેલો ચક્ષુદર્શનીનો કાયસ્થિતિકાળ તે યુક્તિવાળો સમજાય છે, પરન્તુ આ ગ્રંથમાં કહેલો (બે હજાર સાગરોપમ જેટલો) કાળ યુક્તિવાળો સંભવતો નથી, કારણ કે યુક્તિથી વિચારતાં વિરોધ આવે છે માટે. - તથા સર્વવું - અચક્ષુદર્શની જીવ એટલે ચક્ષુ સિવાયની શેષ ચાર ઇન્દ્રિયોથી થતા દર્શનની (સામાન્યોપયોગની) લબ્ધિવાળો પ્રાણી કાળથી અનાદિ અપર્યવસિત (એટલે અનાદિ અનન્ત) છે, અને તે અભવ્યની અપેક્ષા એ અનાદિ અનન્ત છે. અહીં ગાથામાં II એ પદમાં પહેલા 5 કારનો લોપ થયેલો હોવાથી અર્થ વખતે એ સંપૂર્ણ પદ જાણવું. તેથી અનાદિ અનંત અને અનાદિ સાત્ત એ અર્થ નિકળે છે. તથા અભવ્યોને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ અચક્ષુ દર્શનરૂપ લબ્ધિ અનાદિકાળની હોવાથી તેમજ અનન્તકાળ સુધી ભાવિમાં વર્તનારી હોવાથી અભવ્યોને અચક્ષુદર્શન અનાદિ અનન્ત છે. તથા સવસિષોત્તિ ય એ પદની સાથે પણ પારું = અનાદિ પદનો સંબંધ અનુસરતો હોવાથી અનાદિ સપર્યવસિત પદ થાય. અને તેથી એ જ અચક્ષુદર્શની જીવ ભવ્યની અપેક્ષાએ વિચારીએ તો અનાદિ સપર્યવસિત છે. કારણ કે ભવ્ય જીવોને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ અચક્ષુદર્શન લબ્ધિ અનાદિકાલની છે, અને કેવળજ્ઞાનની
૧. હે ભગવન ! ચક્ષુદર્શની જીવ ચક્ષુદર્શનીપણે કાળથી કેટલા દીર્ઘ કાળ સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમથી કંઈક અધિક. ૨. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ છે. તથા સયતિઢિય- સકસેન્દ્રિય એટલે પંચેન્દ્રિયની કાયસ્થિતિ કંઈક અઘિક એક હજાર સાગરોપમ જેટલી છે, અને ત્રસકાયની કાયસ્થિતિ તેથી દ્વિગુણ એટલે કંઈક અધિક (સંખ્યાત વર્ષ અધિક) બે હજાર સાગરોપમ જેટલી છે (અહીં ત્રસની કાયસ્થિતિ ચક્ષુદર્શનીમાં ઘટી શકતી નથી એ તાત્પર્ય). આ ગ્રંથની જ ગાથા ૨૧૮મી છે. ૩. અહીં સ્પર્શેન્દ્રિય તો પરભવમાં ઇન્દ્રિયપતિ પૂર્ણ થયા બાદ હોય છે, જેથી સ્પર્શેન્દ્રિય સાક્ષાતુ તો અનાદિ અનન્તકાળવાળી ન ગણાય, પરન્તુ સ્પર્શેન્દ્રિયની લબ્ધિ એટલે ઈન્દ્રિયાવરણનો ક્ષયોપશમ અનાદિ અનન્તકાળની ગણાય. જો એમ હોય તો રસનેન્દ્રિયાદિક પણ સાક્ષાતુ ભલે ન હો પરન્તુ ક્ષયોપશમરૂપ લબ્ધિ કેમ ન ગણવી? તેનું સમાધાન એ જ કે – જઘન્ય ક્ષયોપશમ હોય તો પણ સ્પર્શેન્દ્રિયલબ્ધિથી ઓછો કેવી રીતે ગણાય ? જો તેમ ગણીએ તો જીવને અનિદ્રિયપણાનો પ્રસંગ આવે. માટે સર્વજઘન્ય લબ્ધિમાં સ્પર્શેન્દ્રિયાવરણનો ક્ષયોપશમ ગણવો જ સંગત છે. અન્ય સ્થાને ચાર ઇન્દ્રિય અને મનને અચકુદર્શનમાં ગણી ઇન્દ્રિય અપર્યાપ્ત અવસ્થામાં સૂક્ષ્મ ભાવમનને અચસુદર્શન ગયું છે, એ બન્ને વાત વસ્તુતઃ તુલ્ય છે.
Jain Education International
For Priva3 Zersonal Use Only
www.jainelibrary.org