________________
સ્થિતિ જાણવી. અને જ્યારે કોઈક જીવ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રીમાં વા તિર્યંચસ્ત્રીમાં કેટલાક ભવ કરીને ત્યારબાદ ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીઓમાં નિરન્તર બે ભવ સુધી (દેવીથી મનુષ્યસ્ત્રી થઈ પુનઃ દેવી) ઉત્પન્ન થાય ત્યારે પૂર્વક્રોડપૃથકત્વ અધિક એક સો દશ પલ્યોપમ (૧૧૦પલ્યોપમ) પ્રમાણ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
પ્રફનઃ જો દેવકુરુ-ઉત્તરકુરુ વિગેરેમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળી સ્ત્રીઓમાં ઉત્પન્ન થાય તો તેથી પણ અધિક (૧૧૦ પલ્યોપમથી પણ અધિક) સ્થિતિ પ્રાપ્ત થાય છે, તો એટલી જ સ્થિતિ વડે સ્ત્રીવેદની સ્થિતિ કેમ કહો છો?
ઉત્તર: એ વાત જો કે સત્ય છે, પરન્તુ એમ બની શકતું નથી. કારણ કે પ્રથમ તો દેવોમાંથી નીકળેલા જીવો અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થતા જ નથી. તેમ અસંખ્ય વર્ષના આયુષ્યવાળી યુગલિક મનુષ્યસ્ત્રી અથવા તિર્યંચસ્ત્રી ઉત્કૃષ્ટ આયુષ્યવાળી દેવીઓમાં ઉત્પન્ન થતી નથી. તે કારણથી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ એ કહી તેટલી જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બીજા ચારે આદેશાન્તરોમાં પણ ભાવના કરવી. (એટલે ચારે આદેશના જુદા જુદા અભિપ્રાય વિચારવા). પરન્તુ બીજા દેશોમાં જે વિશેષ વિચાર કરવો તે કહેવાય છે. || इति साधिक ११० पल्योपमादेशः ।।१।।
બીજા આદેશમાં ઈશાન દેવલોકની પરિગૃહીતા દેવીઓ જ કે જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ પલ્યોપમ જેટલું છે, તે દેવીઓમાં બે વાર ઉત્પન્ન થાય એમ કહેવું, અને શેષ વક્તવ્યતા સર્વ પૂર્વવત્ કહેવી. જેથી પૂર્વક્રોડપૃથકત્વવર્ષ સહિત ૧૮ (અઢાર) પલ્યોપમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. | તિ સાધવ ૧૮ પન્યાકેશ: ||૨||
ત્રીજા આદેશના વિચારમાં સૌધર્મ દેવલોકની જ પરિગૃહીતા દેવીઓમાં જ બે વાર ઉત્પન્ન થવાનું કહેવું. એ દેવીઓનું આયુષ્ય ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમ જેટલું છે. જેથી પૂર્વક્રોડપૃથત્વ વર્ષ વડે અધિક ૧૪ (ચૌદ) પલ્યોપમ જેટલી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે. || રૂતિ साधिक १४ पल्यादेशः ।।३।।
ચોથા આદેશમાં સૌધર્મ દેવલોકની જ અપરિગૃહીતા દેવીઓ કે જેનું પચાસ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, તે દેવીઓમાં બે વાર ઉત્પન્ન થાય એમ કહેવું. જેથી પૂર્વક્રોડપૃથફત્વ વર્ષ સહિત સો પલ્યોપમ (૧૦૦પલ્યોપમ) જેટલી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. તિ સાધિક ૧૦૦ પાન્ડેશ: ||૪||
પાંચમા આદેશમાં વિચારવાનું કે – સંખ્યાતવર્ષાયુષ્યવાળા નિરન્તર કેટલાક (સાતથી અધિક નહિ) સ્ત્રીભવ કરીને દેવકુરુ અથવા ઉત્તરકુરુક્ષેત્રમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળી ૧. અહીં સ્ત્રીનો સંબંધ ચાલતો હોવાથી દેવી યુગલિકસ્ત્રીપણે ઉત્પન્ન ન થાય એમ કહ્યું છે, પરન્તુ વાસ્તવિક રીતે તો દેવો પણ યુગલિક મનુષ્યમાં વા તિર્યંચમાં ઉત્પન્ન ન થાય. વળી અહીં ત્રણ પલ્યોપમાદિ યુગલિક સ્ત્રીનો ભવ અને પંચાવનાદિ પલ્યોપમવાળો દેવીભવ એ બેના સંબંધથી - ભેગા મળીને સ્ત્રીની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતી નથી તેનું કારણ કે જો યુગલિક સ્ત્રીના ભવમાંથી દેવી થાય તો યુગલિક સ્ત્રીના આયુષ્યતુલ્ય અથવા ન્યૂન આયુષ્યવાળી દેવી થાય જેથી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય નહિ, તેમજ દેવમાંથી યુગલિક થવાના અભાવે પણ ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય નહિ.
For Privaxersonal Use Only
Jain Education International
www.jainelibrary.org