________________
અન્તર્મુહૂર્ત. ત્યાં જે જીવ પહેલે સમયે કાયયોગ વડે ભાષાયોગ્ય દ્રવ્યો ગ્રહણ કરે, અને તે દ્રવ્યોને – પુદ્ગલોને બીજે સમયે ભાષાપણે પરિણાવે, અને પરિણાવીને (એજ બીજે સમયે) છોડે, અને ત્રીજે સમયે એ પ્રયત્નથી વિરામ પામે, અથવા તો મરણ પામે એવો જીવ વચનયોગ સહિત એક જ સમય ઉપલબ્ધ થાય છે. મૂલટીકાકારે કહ્યું છે કે – પહેલે સમયે કાયયોગ વડે ગ્રહણ કરેલાં ભાષાપુગલોને બીજે સમયે વચનયોગપણે વિસર્જન કરીને વિરામ પામતા અથવા તો મરણ પામતા જીવને (વનચયોગનો) ૧ સમય પ્રાપ્ત થાય છે. અને અન્તર્મુહૂર્ત સુધી નિરન્તર ગ્રહણ - વિસર્જન કરીને ત્યારબાદ તો તથા પ્રકારના જીવસ્વભાવથી વિરામ પામે જ છે. તથા કાયયોગી જઘન્યથી અન્તર્મુહૂર્ત હોય છે. કારણ કે – અહીં હીન્દ્રિયાદિ જીવોને વચનયોગ પણ હોય છે, અને સંજ્ઞિપંચેન્દ્રિયોને મનયોગ પણ હોય છે. તેથી જ્યારે મનયોગ વા વચનયોગ પ્રવર્તતો હોય ત્યારે કાયયોગ (પ્રવર્તતો હોવા છતાં પણ તે)ની પ્રધાનતા - મુખ્યતા ન ગણાય. એ પ્રમાણે સાદિ સાત્તપણાના સદુભાવે જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત સુધી કાયયોગી પ્રાપ્ત થાય (અર્થાત્ કાયયોગનો જઘન્ય કાળ જે અન્તર્મુહૂર્ત, તે કેવળ કાયયોગીને નહિ પરન્તુ વચનયોગ સહિત અથવા વચનયોગ અને મનયોગ સહિત એવા કાયયોગીને જાણવો). હૃતિ પ્રજ્ઞાપના ૧૮ ઇસ્ય ૨૩ ૬ સૂત્રસ્ય વૃત્તિ: | (આ અર્થ સંપૂર્ણ વૃત્તિનો નથી પરન્તુ આદિ અને અત્તનો અલ્પ ભાગ વર્જી મધ્યભાગની અહીં ઉપયોગી વૃત્તિ જેટલો જ અર્થ લખ્યો છે).
અહીં વૃત્તિમાં મનોયોગનો જઘન્ય કાળ દર્શાવવાના પ્રસંગમાં ય ઢીયારવીયયોન ઇત્યાદિ પાઠમાં એકલું ઔદારિક પદ , મારિવાવિયવો ને એવું પદ નથી. તેનું કારણ કે આહારક અને વૈક્રિયા સાથેના મનયોગમાં વિચારીએ તો આહારમયોગી મનના સંદેહાદિકના કારણે જ મનોયોગ પ્રવર્તાવે તે એક જ સમયમાં વિરામ પામવા જેવો મંદ ન સંભવે. તેમજ વૈક્રિયયોગ દેવ, નારક ના લબ્ધિવંત મનુષ્યાદિકને પણ મરણના કારણથી એક સમય ન સંભવે. પરન્તુ સ્વાભાવિક ઉપરમ પામવા આશ્રયિ ૧ સમય કેમ ન સંભવે ? તે શ્રી બહુશ્રુતગમ્ય. માટે એ સ્થાને માર પદ ન હોવાનું કારણ પણ વિચારવા યોગ્ય છે.
વળી બીજી વાત એ છે કે – ઔદારિક મિશ્ર આદિ વિશેષ ભેદના કાળ અહીં કહ્યા નથી. તેનું કારણ પણ એજ કે તે સર્વે અન્તર્મુહૂર્ત પ્રમાણના છે, પરન્તુ ૧ સમયના નથી. બીજું કારણ એ કે – મિશ્ર કાયયોગને મૂળ કાયયોગમાં અહીં અંતર્ગત ગણીને જ ઔદારિક કાયયોગનો કાળ કહ્યો છે, જેથી મિશ્ર કાયયોગની જુદી વિવક્ષા કરી નથી. છતાં જો જુદી વિવક્ષા કરવી હોય તો -
સૌરવ મિત્ર કાવયો નો જઘન્ય સતત કાળ ૧ સમય છે; કારણ કે કેવલિસમુદ્રઘાતના બીજા સમયે ઔદારિકમિશ્રયોગ હોય છે. ત્યારબાદ ત્રીજે સમય કાર્મહયોગ હોવાથી દારિકમિશ્રયોગ ૧ સમય જ ઉપલબ્ધ થાય છે. અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. કારણ કે ઔદારિક શરીરી જીવની ઉત્પત્તિના પ્રથમ સમયે કાણયોગ હોય છે, તે બાદ બીજા સમયથી શરીરપર્યાપ્તિ સમાપ્ત ન થાય ત્યાં સુધી એટલે અન્તર્મુહૂર્ત સુધી ઔદારિકમિશ્રયોગ જ હોય છે, માટે.
વૈઠિયમિશ્ર 1નો પણ જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત હોય છે; કારણ કે દેવ અથવા નારક ઉત્પન્ન થયા બાદ વૈક્રિયશરીરપર્યાપ્તિ સમાપ્ત ન થાય તેટલા અન્તર્મુહૂર્ત સુધી વૈક્રિયમિશ્રયોગી હોય છે. અહીં ઉત્કૃષ્ટ કાળ પણ અન્તર્મુહુર્ત જ જાણવો. પરન્તુ તફાવત એજ કે જઘન્યપદે નાનું અન્તર્મુહૂર્ત ગણવું, અને ઉત્કૃષ્ટપદે મોટું ગણવું. કારણ કે પર્યાપ્ત થવાના કાળમાં પણ તરતમતા હોય છે. જેથી કેટલાક જીવો શીઘ પર્યાપ્ત થાય છે અને કેટલાક જીવો દીર્ઘ કાળે પર્યાપ્તા થાય છે. એમાં પણ કારણ યોગની તીવ્ર - મંદતા જાણવી.
આહીરમિથયો | નો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ પણ ચૌદ પૂર્વધર મુનિ આશ્રયિ વિચારવો, આહારકશરીરપર્યાપ્તિ સમાપ્ત ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. શેષ વ્યાખ્યા વૈક્રિયમિશ્રયોગવતુ યથાયોગ્ય જાણવી.
તથા સત્યમનોયોગ આદિ મનોયોગના વિશેષભેદો તથા વચનયોગના ચારે વિશેષભેદોમાં પણ જઘન્ય યોગકાળ ૧ સમય વિચારવો. કારણ કે ૧ સમય બાદ વિરામ પામે અથવા તો મરણ પામે, માટે જ. અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પણ અન્તર્મુહૂર્ત જ જાણવો. કારણ કે અન્તર્મુહૂર્ત બાદ મન વા વચનયોગથી જીવ અવશ્ય વિરામ પામે માટે જ.
પ્રફન: જે જીવને મન, વચન, કાયયોગ ત્રણે યોગ છે, તે જીવને કાયયોગ તો સર્વદા ચાલુ હોય અને મન, વચનયોગ પણ સાથે ચાલુ હોય છે એમ સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે. જેમ એક જ જીવ કરસંચાલનપૂર્વક વિચારીને બોલતો હોય છે તો એમાં પ્રધાનતા ક્યા યોગની શી રીતે ગણવી ?
૩ત્તર: એમ સંભવે છે કે જે યોગમાં જીવનો ઉપયોગ વર્તતો હોય તે યોગ પ્રધાન ગણવો, અને બીજા સમકાળે વર્તતા યોગ પણ ઉપયોગરહિત હોવાથી શૂન્ય ગણવા. Jain Education International For Private3sonal Use Only
www.jainelibrary.org