________________
દર્શાવેલું છે, તો તમોએ એટલો જ કાળ કેમ કહ્યો? અને જો બીજા પક્ષથી (એક ભવ આશ્રયપક્ષથી) કહો તો અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકોને એક જ ભવમાં ત્રણ પલ્યોપમ (નું આયુષ્ય હોવાથી, ત્યાં) સુધી ઉત્કૃષ્ટથી ઔદારિક કાયયોગનું અવસ્થાન પ્રાપ્ત થાય છે, તો અહીં બાવીસ હજાર વર્ષ પ્રમાણનો જ ઔદારિક કાયયોગનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કેમ કહ્યો?
ઉત્તર : એ તમારું કહેવું સત્ય છે. પરન્તુ અહીં બીજો જ પક્ષ (એક ભવ આશ્રયિ-પક્ષ) ગ્રહણ કરેલો છે. તેથી કેવળ એટલે વચનયોગ તથા મનયોગરહિત જે એકલો ઔદારિક કાયયોગ, તેનો જ સ્થિતિકાળ અહીં વિચારવાનો ઇષ્ટ છે. અને એવા પ્રકારનો કેવળ કાયયોગ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાને હોતો નથી; કારણ કે તેઓને તો વચનયોગ અને મનયોગનો પણ સદ્દભાવ છે. જ્યારે એકેન્દ્રિયોને તો તેવો કેવળ કાયયોગ જ હોય છે. અને તે એકેન્દ્રિયના એક ભવમાં બાવીસ હજાર વર્ષ જેટલો જ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ હોય છે. એ બાબતના વિશેષ વિસ્તારથી સર્યું.
તથા સમતિ ખૂણો - કામણ કાયયોગ તે કેવળ ભવાત્તરાલમાં જ (પરભવ જતાં માર્ગમાં જ) પ્રાપ્ત થાય છે, પરન્તુ અન્ય સ્થાને નહિ. અને ત્યાં માર્ગમાં) પૂર્વે કહેલી ચાર સમયવાળી વિગ્રહગતિમાં આ કેવળ કાર્પણ કાયયોગ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમય જ પ્રાપ્ત થાય છે. અને પાંચ સમયની વિગ્રહગતિ તો ઘણા અલ્પ જીવોને થનારી હોવાથી અહીં તેની વિવક્ષા કરી નથી.
પ્રશ્નઃ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે – કાર્પણ કાયયોગથી તૈજસ કાયયોગ એકલો જુદો કદી પણ પ્રવર્તતો નથી. તે કારણથી કાર્પણ કાયયોગનો કાળ પ્રતિપાદન કરવાથી તૈજસ કાયયોગનો કાળ પણ તેટલો જ પ્રતિપાદન થયો એમ તો અમે સુખે જાણી શકીએ છીએ. પરન્તુ બાકીના વૈક્રિય કાયયોગ તથા આહારક કાયયોગ, અને વચનયોગ તથા મનયોગ એ બેનો અવસ્થિતિકાળ કહો. એ આશંકાના સમાધાન તરીકે હવે ગ્રંથકર્તા આ પ્રમાણે કહે છેઃ
ઉત્તર: સેસ નો T[ મુહર્તાતો - પૂર્વે કહેવાઈ ગયેલા યોગથી બાકી રહેલા વૈક્રિયયોગ, આહારમયોગ, વચનયોગ અને મનયોગ એ ચાર યોગ દરેક ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત સુધી જ વર્તે છે. તે આ પ્રમાણે – મન - વચનરહિત જે કેવળ વૈક્રિય કાયયોગ તેનો જ કાળ કહેવાનો અહીં ઈષ્ટ છે. અને એવા પ્રકારનો કેવળ વૈક્રિયયોગ તો વાયુને જ હોય છે. તે પણ વૈક્રિય લબ્ધિવાળા વાયુકાયિક જીવોને જ હોય છે. પરન્તુ દેવ-નારક વિગેરેને હોતો નથી; કારણ કે તે દેવ-નારકોને તો વચનયોગ અને મનયોગ પણ હોય છે (એકલો વૈક્રિયયોગ હોતો નથી). અને વાયુકાય જીવોનો વૈક્રિય કાયયોગ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત જ રહે છે. માટે વૈક્રિયાયોગનો સ્થિતિકાળ અન્તર્મુહૂર્ત છે.
આહારમયોગ તો ચૌદ પૂર્વધર મુનિઓને વર્જીને બીજા કોઈને હોતો નથી જ. અને તે ૧. વ્યવહારનયથી ત્રણ સમયની વિગ્રહગતિમાં ૧ સમય કાર્મયોગ, ચાર સમયની વિગ્રહગતિમાં ૨ સમય કામણયોગ, અને પાંચ સમયની વિગ્રહગતિમાં ૩ સમય કામણયોગ એ સર્વપ્રસિદ્ધ છે. અને અન્ય ગ્રંથકર્તાઓ વિશેષતઃ વ્યવહારનયને જ મુખ્ય ગણી તે પ્રમાણે કાર્પણ યોગનો કાળ પ્રતિપાદન કરે છે, ત્યારે આ ગ્રંથકર્તા નિશ્ચયનયના અવલંબનથી કાર્પણ કાયયોગનો કાળ (અહીં) પ્રતિપાદન કરે છે. કારણ કે નિશ્ચયનયથી તો પૂર્વે કહ્યા પ્રમાણે જ બે સમયની વિગ્રહગતિમાં ૧ સમય કાર્મણયોગ, ત્રણ સમયની વિગ્રહગતિમાં ૨ સમય કામણયોગ અને ચા૨ સમયની વિગ્રહગતિમાં ૩ સમય કામણયોગ હોય છે.
Jain Education International
For Privat3rrsonal Use Only
www.jainelibrary.org