________________
વર્તે, એથી અધિક કાળ ન વર્તે. કારણ કે અન્તર્મુહૂર્ત વ્યતીત થયા બાદ અવશ્ય એ બે ગુણસ્થાનનો વિરહકાળ પ્રાપ્ત થાય છે. (જેથી અન્તર્મુહૂર્ત વીત્યા બાદ કોઈ પણ મનુષ્ય સાસ્વાદનભાવવાળો ન પામીએ, તેમજ કોઈ પણ મનુષ્ય મિશ્રદૃષ્ટિવાળો પણ ન પામીએ).
પ્રશન: અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે – મનુષ્યગતિમાં અનેક મનુષ્યોની અપેક્ષાએ જો સાસ્વાદન-મિશ્રનો ઉત્કૃષ્ટ આટલો નિરન્તરકાળ છે, તો જઘન્યથી કેટલો છે? તે કહો. તથા એક જીવ (એક મનુષ્ય)ની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? તે અહીં સમજાવો. (હવે એ પ્રશ્નનો ઉત્તર દર્શાવાય છે )
ઉત્તરઃ સવાં નદિઠું - અપર એટલે બીજું પ્રમાણ અર્થાત્ જે પ્રમાણ કહેવાઈ ગયું છે તેથી બાકી રહેલું કાળપ્રમાણ, તે કયું? તે કહે છે – અનેક જીવ આશ્રયિ જઘન્ય સ્થિતિ પ્રમાણ, અને એક જીવ આશ્રયિ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને સ્થિતિ પ્રમાણ (કહેવાં બાકી રહેલાં ત્રણ પ્રમાણો) યથોદિષ્ટ જાણવાં. અર્થાતુ યથા = જે પ્રકારે કંઈ પણ વિશેષ ભેદ વિના ચારે ગતિ આશ્રયિ ઓઘ વિચારમાં (સામાન્ય ચિંતા પ્રસંગે) સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનનું જે સ્થિતિ પ્રમાણ પટ્ટા સંવિમાનો, સારસંકિસી ય હૃતિ ઇત્યાદિ ગાથા વડે પૂર્વે ૩દિર = ઉદેશેલું - કહેલું છે, તેવી રીતે અહીં મનુષ્યગતિમાં પણ કહેવું, એ ભાવાર્થ છે.
એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – પૂર્વે, કંઈપણ વિશેષભેદરહિત એવી ચાર ગતિ સંબંધી સામાન્ય વિચાર દર્શાવતી વખતે સાસ્વાદન ગુણસ્થાનનો અને મિશ્ર ગુણસ્થાનનો અનેક જીવોની અપેક્ષાએ દરેકનો જુદો જુદો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણનો પ્રથમ કહેવાઈ ગયો છે. અને અહીં તો માત્ર એક મનુષ્યગતિ આશ્રયિને જ વિશેષ ભેદે બે ગુણસ્થાનવાળાઓનો કાળ વિચારવાનો છે, તો તે અન્તર્મુહૂર્ત પ્રમાણનો જ દર્શાવેલો છે એ વિશેષ છે (અર્થાતુ ચાર ગતિ આશ્રયિ એ બે ગુણસ્થાન પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી વર્તે છે, અને મનુષ્યગતિમાં એ બે ગુણસ્થાન અન્તર્મુહૂર્ત માત્ર વર્તે છે – એ વિશેષ છે). અને એ બે ગુણસ્થાનવાળા જીવોના – મનુષ્યોના શેષ - કહેવા બાકી રહેલા ત્રણ પ્રકારના) કાળ તો જેમ પૂર્વે દર્શાવ્યા છે, તેમ અહીં પણ કહેવા. તે આ પ્રમાણે :
સાસ્વાદનનો અનેક જીવ આશ્રયિ જઘન્યથી ૧ સમય જેટલો સ્થિતિકાળ મનુષ્યગતિમાં છે, અને મિશ્રદૃષ્ટિઓનો જઘન્ય સતતકાળ અન્તર્મુહૂર્ત છે. તથા એક મનુષ્ય આશ્રયિ પણ સાસ્વાદનનો જઘન્ય સતતકાળ ૧ સમય છે, અને ઉત્કૃષ્ટ સતતકાળ છ આવલિકા છે. તથા
૧. પટ્ટીવિયમો, સરપબિર ય હૃતિ હક્કોરાં
अविरहिया य जहण्णेण, एक्करामयं मुहुत्तंतो ।।२२०।। ચારે ગતિના અનેક જીવ આશ્રયિ સાસ્વાદન અને મિશ્રનો ઉત્કૃષ્ટ સતતકાળ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલો, અને જઘન્ય સતતકાળ સાસ્વાદનનો એક સમય, તથા મિશ્રનો અન્તર્મુહૂર્તપ્રમાણ જાણવો.
૨, ચારે ગતિમાં સામાન્યથી સાસ્વાદન - મિશ્રનો કાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો ઘણો, અને મનુષ્ય ગતિમાં અન્તર્મુહૂર્તમાત્ર જ અલ્પ સતતકાળ હોવાનું કારણ એમ સમજાય છે કે – તિર્યંચ, નારક અને દેવો અસંખ્યાતા હોવાથી અસંખ્યાત સાસ્વાદન વા મિશ્રભાવ એક પછી એક ઉપરાઉપરી ચાલુ રહેવાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી સતત કાળ ઘટી શકે છે, અને મનુષ્યો તો માત્ર સંખ્યાતા જ હોવાથી ઉપરાઉપરી સંખ્યાતી વાર જ સાસ્વાદન વા મિશ્રભાવની સતત પ્રાપ્તિ થતાં સંખ્યાત અન્તર્મુહૂર્ણપ્રમાણના એક અન્તર્મુહૂર્ત જેટલો સતતકાળ
ઘટી શકે છે. Jain Education International For Priva3 Oersonal Use Only
www.jainelibrary.org