________________
તિર્યંચગતિમાં પણ (આ ગાથાને વિષે પહેલો જ) કહ્યો. ત્યાં તિર્યંચગતિમાં જે સ્થિતિકાળ કહ્યો તે સામાન્ય માત્ર તિર્યંચગતિ આશ્રયિ કહ્યો. પરન્તુ એકેન્દ્રિયાદિ વિશેષ ભેદથી કહ્યો નથી. તે કારણથી હવે એકેન્દ્રિયાદિકમાં તે સ્થિતિકાળની ભલામણ કરતા છતા ગ્રંથકાર કહે છે કે – પઢિમાફુઈસુ ઇત્યાદિ, - એકેન્દ્રિય આદિમાં; અહીં આદિ શબ્દથી દ્વીન્દ્રિયાદિકનું પણ ગ્રહણ જાણવું (અર્થાત્ દ્વીન્દ્રિયાદિકમાં પણ મિથ્યાત્વાદિક ગુણસ્થાનનો સ્થિતિકાળ કહેવાનો છે). ત્યાં તે એકેન્દ્રિયાદિ જીવોમાં પૂર્વે કહ્યા પ્રમાણે (જીવભેદમાં ગુણસ્થાન પ્રાપ્તિ પ્રથમ દર્શાવી ગયા છે તે પ્રમાણે) જેને જે મિથ્યાત્વાદિ ગુણસ્થાન સંભવતું હોય, તેમાં તે ગુણસ્થાનનો સ્થિતિકાળ વિમલ્વા = વિભજવો – એટલે પોતાની મેળે જ વિચારીને જાણવો. અને અહીં તે કાળ સાક્ષાત્ - સ્પષ્ટ નહિ કહેવાય, કારણ કે ગ્રંથ વધી જવાના ભયથી, તેમજ તથા પ્રકારના ઉપયોગનો પણ અભાવ હોવાથી (અર્થાત્ એકેન્દ્રિયાદિ વિશેષભેદમાં કહેલો ગુણસ્થાનકાળ બહુ ઉપયોગી નથી, અને કહેવાથી ગ્રંથ પણ ઘણો વધી જાય માટે અહીં તે કાળ કહેવાશે નહિ). એ પ્રમાણે ૨૨૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. (૨૨૭ી.
૧. અહીં ગ્રંથમાં પોતાની મેળે વિચારી લેવા યોગ્ય એકેન્દ્રિયાદિકનાં ગુણસ્થાનોની સ્થિતિકાળ જે રીતે સંભવે છે તે રીતે કિંચિત્ દિગ્દર્શનમાત્રથી દર્શાવાય છે -
ઇન્દ્રિયમાં - મિથ્યાત્વ ગુણસ્થાનનો સતતકાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા અસંખ્યાતા પુદગલપરાવર્ત જાણાવો. કારણ કે એકેન્દ્રિયજીવ એટલી કાયસ્થિતિ સુધી ભ્રમણ કરે. તે અપેક્ષાએ જાણવો, તથા સાસ્વાદન ગુણસ્થાનનો કાળ તો ૬ આવલિકા જેટલો સંભવે છે. કારણ કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ ઉપશમ સમ્યકત્વ પામીને સમ્યકત્વના અન્ય સમયે મરણ પામે, અથવા તો સમયાદિ ન્યૂન રહ્યું મરણ પામે તો પણ એકેન્દ્રિય ભવમાં ઉત્પન્ન થતી વખતે એકેન્દ્રિય ભવના પ્રથમ સમયમાં સાસ્વાદનભાવ જ વર્તતો હોય છે.
કન્દ્રિયમ - મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પોતાની સંખ્યાતા હજાર વર્ષની કાયસ્થિતિ જેટલો જાણવો, અને સાસ્વાદનનો કાળ ૬ આવલિકા પ્રમાણ જાણવો.
ત્રીન્દ્રિયમાં – લીન્દ્રિયવત્ બે ગુણસ્થાનનો કાળ જાણવો. તુરિન્દ્રિયમાં - દીન્દ્રિયવત્ બે ગુણસ્થાનનો કાળ જાણવો.
સtifજ્ઞ વેન્દ્રિયમાં - મિથ્યાત્વ ગુણસ્થાનનો કાળ સાત પૂર્વક્રોડ વર્ષ જાણવો. કારણ કે અસંજ્ઞી પંચેન્દ્રિયની કાયસ્થિતિ એટલી જ છે. અને સાસ્વાદનનો કાળ છ આવલિકા જેટલો જાણવો. અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયમાં અસંજ્ઞી ચતુષ્પદ તથા અસંશી પક્ષીઓ ન જાણવા, પરન્તુ જલચર, ઉર:પરિસર્પ તથા ભુજપરિસર્પ જાણવા, કારણ કે એ ત્રણ અસંશિઓનું જ આયુષ્ય દરેકનું પૂર્વક્રોડ વર્ષનું છે, અને તેવા આયુષ્યવાળા ઉત્કૃષ્ટથી સાત જ ભવ કરે છે, પરન્તુ આઠમો ભવ કરતા નથી. અને આઠમો ભવ જ કરે છે તો ગર્ભજ જલચરાદિપણે ઉત્પન્ન થાય છે. જેથી અસંજ્ઞી. પંચેન્દ્રિયની કાયસ્થિતિમાં ગર્ભજનો ભવ ગણતરીમાં લેવાય નહિ. વળી અસંજ્ઞી ચતુષ્પદનું આયુષ્ય માત્ર ચોર્યાસી હજાર વર્ષનું અને અસંજ્ઞી પક્ષીઓનું આયુષ્ય માત્ર ૭૨૦૦૦ વર્ષનું હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહેવાના પ્રસંગે એ બે અલ્પ આયુષ્યવાળાનું ગ્રહણ થાય નહિ.
સંપંચેન્દ્રિયમાં – મિથ્યાત્વનો કાળ ઘણા સેંકડો સાગરોપમથી (શતપૃથકત્વ સાગરોપમથી) અધિક જાણવો, અને સાસ્વાદનનો ૬ આવલિ પ્રમાણ. મિશ્રાદિકના પૂર્વે કહ્યા પ્રમાણે.
પંન્દ્રિયH – મિથ્યાત્વનો કાળ હજાર પૃથકત્વ (ઘણા હજાર) સાગરોપમથી અધિક અને સાસ્વાદનનો કાળ ૬ આવલિકા પ્રમાણ, મિશ્રાદિકના પૂર્વ કહ્યા પ્રમાણે.
પર્યાપ્તમાં - મિથ્યાત્વનો કાળ સાધિક શતપૃથકત્વ સાગરોપમ, શેષ પૂર્વોક્તવત્. Jain Education International For Private3 34rsonal Use Only
www.jainelibrary.org